Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈડન ગાર્ડન્સમાં આવી ટીમ ઈન્ડિયાની સુનામી, દક્ષિણ આફ્રિકા 83 રને All Out

કોલકતાના ઈડન ગાર્ડન્સમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શાનદાર જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવી ટૂર્નામેન્ટમાં અજેય સાબિત થયું છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 37મી મેચમાં વિરાટ કોહલીની સદી, શ્રેયસ અય્યરની અડધી સદી અને રવિન્દ્ર જાડેજાની...
ઈડન ગાર્ડન્સમાં આવી ટીમ ઈન્ડિયાની સુનામી  દક્ષિણ આફ્રિકા 83 રને all out

કોલકતાના ઈડન ગાર્ડન્સમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શાનદાર જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવી ટૂર્નામેન્ટમાં અજેય સાબિત થયું છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 37મી મેચમાં વિરાટ કોહલીની સદી, શ્રેયસ અય્યરની અડધી સદી અને રવિન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને 243 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. 8 મેચમાં ભારતની આ સતત 8મી જીત છે. આ મેચમાં ફોર્મમાં ચાલી રહેલા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો સારૂ પ્રદર્શન કરી શક્યા ન હતા. બંને ટીમ સેમી ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

Advertisement

ભારતે દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવ્યું

કોલકતાના ઈડન ગાર્ડન્સમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 243 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાનો અજેય રહેવાનો સિલસિલો ચાલુ છે. ભારત સતત આઠ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને હવે એ પણ નક્કી છે કે ભારત ટોપ પર રહેશે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાને તેની બીજી હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, આ ટીમ પણ સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ આ હાર દક્ષિણ આફ્રિકાના મનોબળ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે.

Advertisement

ઈન્ડિયાની પ્રથમ બેટિંગ

Advertisement

પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 121 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 101* રનની સદીની ઇનિંગ રમી હતી. વિરાટની આ 49મી સદી છે. આ સાથે તેણે સચિન તેંડુલકરની સૌથી વધુ સદી (49)ની બરાબરી કરી લીધી. આજે તેમનો જન્મદિવસ પણ છે. કોહલી સિવાય ટીમ ઈન્ડિયાના ભરોસાપાત્ર બની રહેલા શ્રેયસ અય્યરે 87 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રનની અડધી સદી ફટકારી હતી. કોહલી અને અય્યરે બીજી વિકેટ માટે 134 (158) રનની સદીની ભાગીદારી કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ 24 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 40 રનની ઇનિંગ રમી હતી. અંતે રવિન્દ્ર જાડેજાએ 15 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 29 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જાનસેન, કાગિસો રબાડા, તબરેઝ શમ્સી, લુંગી એનગિડી અને કેશવ મહારાજને એક-એક વિકેટ મળી હતી.

દક્ષિણ આફ્રિકાની બેટિંગ

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં 83 રનમાં સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જેન્સને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 30 બોલમાં એક ફોરની મદદથી 14 રન બનાવ્યા હતા. રાસી વાન ડેર ડુસેને 32 બોલમાં એક ફોરની મદદથી 13 રન બનાવ્યા હતા. ટેમ્બા બાવુમા અને ડેવિડ મિલરે અનુક્રમે 11(19) અને 11(11) રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. યુવી બાદ જાડેજા બીજો સ્પિનર ​​છે જેણે 5 વિકેટ લીધી છે. આફ્રિકા સામે જડ્ડુ સિવાય મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો - Anushka Sharma Reaction : વિરાટની સદી પર અનુષ્કાની પ્રતિક્રિયા, સેકન્ડોમાં જ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

આ પણ વાંચો - વિરાટના નવા વિક્રમ ઉપર ક્રિકેટના ભગવાન સચિનની પ્રતિક્રિયા આવી સામે, કહી આવી વાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.