Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahatma Gandhiji ની જન્મજયંતી નિમિત્તે પંચદેવ મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું 'સ્વચ્છતા હી સેવા અભિયાન'

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી (Mahatma Gandhiji) 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા ગાંધીનગરનાં પંચદેવ મંદિર ખાતે સફાઈ અભિયાન પોરબંદરમાં મુખ્યમંત્રીની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા Mahatma Gandhiji : આજે ગુજરાત સહિત વિશ્વભરમાં મહાત્મા ગાંધીજીની 156 મી...
mahatma gandhiji ની જન્મજયંતી નિમિત્તે પંચદેવ મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું  સ્વચ્છતા હી સેવા અભિયાન
  1. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી (Mahatma Gandhiji)
  2. 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા
  3. ગાંધીનગરનાં પંચદેવ મંદિર ખાતે સફાઈ અભિયાન
  4. પોરબંદરમાં મુખ્યમંત્રીની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા

Mahatma Gandhiji : આજે ગુજરાત સહિત વિશ્વભરમાં મહાત્મા ગાંધીજીની 156 મી જન્મજયંતી ( Birth Anniversary of Mahatma Gandhi) ઊજવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ વિવિધ 'સ્વચ્છતા અભિયાન' (Swachhta Abhiyan) કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ 'સ્વચ્છતા હી સેવા અભિયાન' માં જોડાયા હતા.

Advertisement

આ પણ વાંચો - Porbandar : આજે રાષ્ટ્રપિતાની જન્મ જયંતી, કીર્તિ મંદિરે CM ની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા, વિવિધ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગરમાં 'સ્વચ્છતા હી સેવા અભિયાન' નું આયોજન

2 ઓક્ટોબર ગાંધી જયંતી (Mahatma Gandhiji) નિમિત્તે ગાંધીનગરમાં (Gandhinagar) આવેલા પંચદેવ મંદિર ખાતે 'સ્વચ્છતા હી સેવા અભિયાન' નું (Swachhata Hi Seva Abhiyan) આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે. આ અભિયાનમાં ગાંધીનગરનાં મેયર, ધારાસભ્ય, કોર્પોરેટર સહિતનાં હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે. ગાંધીનગરનાં વર્ષો જૂના પંચદેવ મંદિર (Panchdev Mandir) પરિસરની આજે સફાઈ કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Gandhi Jayanti 2024:મહાત્મા ગાંધીના આ 7આંદોલન,જેણે અંગ્રેજોને જડમૂળથી ખાત્મો કર્યો

Advertisement

પોરબંદરમાં કીર્તિ મંદિરે CM ની હાજરીમાં વિવિધ કાર્યક્રમ

જણાવી દઈએ કે, પોરબંદરમાં (Porbandar) આવેલા કીર્તિ મંદિરે (Kirti Mandir) વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા (Mansukhbhai Mandaviya) સહિત વિવિધ રાજકીય નેતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રીની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. ત્યાર બાદ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.

આ પણ વાંચો - 'ગાંધી ટુ હિટલર' થી લઈને 'હે રામ' સુધી, આ 5 ફિલ્મો મહાત્મા ગાંધીના વિચારોને અમર કરે છે...

Tags :
Advertisement

.