Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahatma Gandhi-અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ

Mahatma Gandhi : કોઈનું ખરાબ કરવાનું મન ન થાય, સારું કરવાની ઈચ્છા થાય, એ માટે અનુકૂળ એવું માનસિક વાતાવરણ કોણ તૈયાર કરી આપે? સારા લોકો, સારું વાંચન, સારી જગ્યાઓ, સારા અવાજો અને સભાનતાપૂર્વક મનમાં સર્જેલા સારા વિચારો. ગાંધીજીની આત્મકથા ‘સત્યના...
mahatma gandhi અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ
Advertisement

Mahatma Gandhi : કોઈનું ખરાબ કરવાનું મન ન થાય, સારું કરવાની ઈચ્છા થાય, એ માટે અનુકૂળ એવું માનસિક વાતાવરણ કોણ તૈયાર કરી આપે?

સારા લોકો, સારું વાંચન, સારી જગ્યાઓ, સારા અવાજો અને સભાનતાપૂર્વક મનમાં સર્જેલા સારા વિચારો.

Advertisement

ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ એટલે જ વાંચવી જોઈએ કે જેથી ગાંધીજીનું જીવન નજીકથી જાણી શકીએ. એમના વિચારોને યોગ્ય સંદર્ભમાં સમજી શકીએ અને તો જ એ વિચારોની આજના જમાના માટેની ઉપયોગિતા જાણી શકીએ કે એ વિચારોનું પુનર્મુલ્યાંકન તેમ જ પુનર્અર્થઘટન કરી શકીએ.

Advertisement

ગાંધીજીની ખ્યાતિને કારણે એમની આત્મકથા એટલી જાણીતી બની છે કે કોઈપણ નૉર્મલ વાચક પોતે આ આત્મકથા પૂરેપૂરી કયારેય નથી વાંચી એવું પ્રગટ કરતાં સંકોચાય.

બે વ્યક્તિઓ વચ્ચે ભિન્નમત હોય એમાં કશું ખોટું નથી

Mahatma Gandhi પોતાનાથી વિરુદ્ધ જેમનો મત હોય, જેમની સાથે પોતે સહમત ન થતા હોય એવા વિચારને હૃદયપૂર્વક આદર આપતા. બે વ્યક્તિઓ વચ્ચે ભિન્નમત હોય એમાં કશું ખોટું નથી એવું સ્વીકારીને એમણે એક વખત પોતાના સામયિક ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું હતું: ‘ભિન્ન મતને કારણે એકબીજાનો દ્વેષ કરવાની કોઈ જરૂર નથી. મારા કરતાં વિરુદ્ધ મતને સ્વીકારવાની સહિષ્ણુતા મારામાં ન હોત તો હું અને મારી પત્ની કે’ દહાડાનાં છૂટાં પડી ગયાં હોત!’

ગાંધીજી વિશે આપણે સાંભળ્યું છે બહુ, જાણ્યું છે ઓછું. ગાંધી વિચારો જાણે હવે કેવળ મુઠ્ઠીભર ચિંતકો – વિચારકો માટેના અભ્યાસના વિષય પૂરતા જ સીમિત થઈ ગયા હોય એવું વાતાવરણ છે અને બીજા અંતિમે તમામ પ્રકારના લેભાગુઓ ગાંધીના નામને વટાવી ખાવા આતુર હોય એવું આપણે સતત અનુભવ્યું છે.

 ‘સત્યના પ્રયોગો’ વાંચવી જ જોઈએ એવો આગ્રહ કરવાનું કારણ છે

ગાંધીજીની ખ્યાતિને કારણે એમની આત્મકથા એટલી જાણીતી બની છે કે કોઈપણ નૉર્મલ વાચક પોતે આ આત્મકથા પૂરેપૂરી કયારેય નથી વાંચી એવું પ્રગટ કરતાં સંકોચાય. હકીકત, મોટાભાગે, એ હોય કે શાળા જીવન દરમિયાન આત્મકથાનાં બે-પાંચ પ્રકરણો પાઠયપુસ્તકમાં છપાયાં હોય એટલે વાંચવા પડયાં હોય. એ ઉપરાંત કેટલાક છૂટાછવાયા કિસ્સા કયાંક ટાંકવામાં આવ્યા હોય તો તે વિશેની જાણકારી હોય. પ્લસ એટનબરોની ફિલ્મ જોયેલી હોય.

તમે ગાંધીજીની આત્મકથા પૂરેપૂરી વાંચી જ છે એવું માનીલઈએ. આમ છતાં તમારા વિચારોમાં, તમારી વિચારસરણીમાં આગામી વર્ષો દરમિયાન જે ફેરફારો થઈ શકે છે એ ફેરફારો અનુભવવાની થ્રિલ ખાતર પણ ફરી વાર વાંચજો. આ વાંચન પાછળ ખર્ચાયેલી રોજની કેટલીક મિનિટોના સરવાળા જેટલા થોડાક કલાકો તમને બાકીની જિંદગી દરમિયાન ખૂબ મોટું વળતર આપ્યા કરશે.

ગાંધીજીનાં લખાણો કુલ સો મોટા ગ્રંથરૂપે ઉપલબ્ધ

ગાંધીજીનાં લખાણો (પ્રવચનો તથા પત્રો સહિત) કુલ સો મોટા ગ્રંથરૂપે ઉપલબ્ધ છે. ગુજરાતીમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તથા અંગ્રેજીમાં ‘ધ કમ્પલીટ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી.’ (ગુજરાતીમાં છેલ્લા ડઝનેક ગ્રંથો હજુય પ્રગટ થવાના બાકી છે). આ સો ગ્રંથો સાથે બે મોટા ગ્રંથ જેટલી નામસૂચિ, વિષયસૂચિ સામેલ છે જેથી તમને સંદર્ભ મેળવવામાં આસાની રહે.

ગાંધી વિચારો એક અફાટ સાગર

Mahatma Gandhi ની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આ શત ગ્રંથોમાંના માત્ર એક ગ્રંથનો હિસ્સો છે, પૂરેપૂરો ગ્રંથ પણ નહીં. તમે જોઈ શકો છો કે ગાંધી વિચારો એક અફાટ સાગર છે. કદાચ એટલે જ સામાન્ય વાચક કિનારા પરનાં થોડાંક છબછબિયાંથી આગળ વધતાં ડરતો હશે. આ સો ગ્રંથ ઉપરાંત પ્યારેલાલ અને તેંડુલકરે લખેલા અનુક્રમે ચાર અને આઠ દળદાર ગ્રંથો તેમ જ બીજાં ડઝનબંધ અલગ અલગ દૃષ્ટિકોણથી લખાયેલા અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તથા મરાઠી પુસ્તકો છે, જેમાંથી તમને ગાંધીજીના જીવનનાં અનેક પાસાંઓનો પરિચય થાય.

ગાંધીજીએ ૧૯૨૭ પછીનાં વર્ષોની આત્મકથા લખી નથી. પણ એમના જીવનના અંતિમ બે દાયકા વિશે અનેક વ્યક્તિઓએ ખૂબ લખ્યું છે.

ગાંધીજીની આત્મકથામાં એમના દક્ષિણ આફ્રિકાના દિવસો વિશે જોઈએ એટલી વિગતોથી કે પૂરતાં લંબાણથી વાતો નથી આવતી. કારણ કે આત્મકથા લખતાં પહેલાં ગાંધીજીએ લગભગ આત્મકથા જેટલું જ લાંબુ પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ લખી લીધું હતું. એ પુસ્તક ૧૯૨૪માં પ્રગટ થયું. આત્મકથા પુસ્તક સ્વરૂપે ૧૯૨૭માં પ્રગટ થઈ અને તે પહેલાં ‘નવજીવન’માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ.

‘અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ’

ગાંધીજીએ ૧૯૨૭ પછીનાં વર્ષોની આત્મકથા લખી નથી. પણ એમના જીવનના અંતિમ બે દાયકા વિશે અનેક વ્યક્તિઓએ ખૂબ લખ્યું છે. મહાદેવ દેસાઈની ડાયરીઓ (ભાગ ૧ થી ૨૦)નાં ૯,૦૮૫ પાનાંઓમાં ૧૯૪૨માં મહાદેવભાઈનું અવસાન થયું ત્યાં સુધીના કાળની અદ્ભુત ઑથેન્ટિક વિગતો છે. આ રોજનીશી કહેવાય મહાદેવભાઈની, પણ એમાં અત્રતત્રસર્વત્ર ગાંધીજી છવાયેલા છે. મહાદેવભાઈએ પોતાના પુત્ર નારાયણ દેસાઈના જન્મની નોંધ પણ આ ડાયરીમાં નથી લખી અથવા તો એકદમ અછડતી, એક વાક્યની ઊડતી નોંધ, લખી છે એવું ખુદ નારાયણ દેસાઈએ પિતાની જીવનકથા લખતાં ‘અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ’માં કહ્યું છે.

મહાદેવ દેસાઈના અવસાન પછી ગાંધીજીના અંગત સચિવ બનેલા પ્યારેલાલે ‘પૂર્ણાહુતિ’ શીર્ષકથી ચાર ભાગના દળદાર ગ્રંથ લખ્યા છે. એ બે હજારથી વધુ પાનાંમાં ગાંધીજીના છેલ્લા શ્વાસ સુધીની ઝીણામાં ઝીણી વિગતો પ્યારેલાલે નોંધી છે.

ગાંધીવિષયક ગ્રંથો/પુસ્તકો વાંચ્યા વિના ગાંધીવિચારોની ટીકા તેમ જ પ્રશંસા ન જ કરાય

આ પણ વાંચો-Mahatma Gandhiji ની જન્મજયંતી નિમિત્તે પંચદેવ મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું 'સ્વચ્છતા હી સેવા અભિયાન'

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Hindi Diwas: શા માટે ઉજવવામાં આવે છે હિન્દી દિવસ, જાણો આ દિવસનું મહત્વ

featured-img
રાષ્ટ્રીય

UP : મેરઠમાં હ્રદયદ્રાવક ઘટના, એક જ પરિવારના 5 મૃતદેહ મળી આવ્યા

featured-img
Top News

IMD : ઉત્તર ભારતમાં હાડમાંસ કંપાવતી ઠંડી, અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત

featured-img
રાષ્ટ્રીય

Kolkata rape case: CBIએ સંજય રોય માટે ફાંસીની માંગ કરી, જાણો ચુકાદો ક્યારે ?

featured-img
રાષ્ટ્રીય

વકફ સંપત્તી અંગે CM યોગી આદિત્યનાથના નિવેદન પર ભડક્યા મૌલાના મોહમ્મદ મદની

featured-img
રાષ્ટ્રીય

અઠવાડીયામાં 90 કલાક કામ કરો, મારુ ચાલે તો હું રવિવારે પણ કર્મચારીઓ પાસે કામ કરાવત

×

Live Tv

Trending News

.

×