Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar : જોરાવરનગરમાં જાહેરમાં ફાયરિંગથી ચકચાર! એક વ્યક્તિની હત્યા કરી આરોપીઓ ફરાર

Surendranagar નાં જોરાવરનગર વિસ્તારમાં ફાયરિંગથી એકનું મોત અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરી એક વ્યક્તિની હત્યા કરાઈ DSP, DySP, LCB, SOG, જોરાવરનગર પોલીસ સહિતની ટીમો સ્થળ પર રૂપિયાની લેતીદેતી મામલે 4 થી 5 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી હોવાની આશંકા સુરેન્દ્રનગરનાં...
surendranagar   જોરાવરનગરમાં જાહેરમાં ફાયરિંગથી ચકચાર  એક વ્યક્તિની હત્યા કરી આરોપીઓ ફરાર
  1. Surendranagar નાં જોરાવરનગર વિસ્તારમાં ફાયરિંગથી એકનું મોત
  2. અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરી એક વ્યક્તિની હત્યા કરાઈ
  3. DSP, DySP, LCB, SOG, જોરાવરનગર પોલીસ સહિતની ટીમો સ્થળ પર
  4. રૂપિયાની લેતીદેતી મામલે 4 થી 5 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી હોવાની આશંકા

સુરેન્દ્રનગરનાં (Surendranagar) જોરાવરનગર વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી એક વ્યક્તિની હત્યા કરી હતી. આ ઘટનાનાં પગલે DSP, DySP, LCB, SOG, જોરાવરનગર પોલીસ સહિતની ટીમો સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ અનુસાર, રૂપિયાની લેતીદેતી મામલે આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. હત્યા કરી આરોપીઓ ફરાર થયા હતા.

Advertisement

આ પણ વાંચો - Anand: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના સર્જાતા ત્રણ મજૂરોના મોત, NHSRCLનું નિવેદન આવ્યું સામે

Advertisement

જોરાવરનગર વિસ્તારમાં ફાયરિંગથી એકનું મોત

સુરેન્દ્રનગરનો (Surendranagar) જોરાવરનગર વિસ્તારમાં ત્યારે ચકચાર મચી જ્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી એક વ્યક્તિની હત્યા નીપજાવી ફરાર થયા હતા. પ્રાથમિક અહેવાલ અનુસાર, જોરાવરનગરની (Joravarnagar) મધ્યમાં આવેલા મયુર પાન પાર્લરનાં માલિક જીતુભા ગોહિલ પર એટલાક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. અંદાજે બે રાઉન્ડ ફાયરિંગમાં જીતુભા ગોહિલનું મોત નીપજ્યું હતું. આરોપીઓ ફાયરિંગ કરી ફરાર થયા હતા.

Advertisement

આ પણ વાંચો - VADODARA : ફરજ ઉપર સતત ગેરહાજર રહેનારા ત્રણ સરકારી કર્મીઓને પાણિચું

રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરાઈ હોવાની આશંકા

આ ઘટના બાદ DSP, DySP, LCB, SOG, જોરાવરનગર પોલીસ સહિતની ટીમો સ્થળ પર પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, અગાઉની રૂપિયાની લેતીદેતી મામલે 4 થી 5 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી હત્યા નિપજાવી ફરાર થયા હતા. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ (Rajkot Hospital) મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી તરફ શહેરી વિસ્તારમાં ફરી ફાયરિંગથી મોતની ચકચારી ઘટના બનતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો - Jamnagar ST ડેપોમાં 9 દિવસમાં રૂપિયા 94 લાખ 50 હજારની આવક નોંધાઈ

Tags :
Advertisement

.