Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DySP ખટાણાની અચાનક બદલી, ગૃહ વિભાગ કોઈની શરમ નહીં ભરે

ગુજરાત પોલીસ વિભાગમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ઉચ્ચ IPS અધિકારીઓથી લઈને લોક રક્ષક દળ (LRD) ના જવાનો પોતાના ખિસ્સા ગરમ કરવા બેફામ તોડ અને હપ્તાબાજીનું નેટવર્ક ચલાવી રહ્યાં છે. રાજ્યના છેવાડે આવેલા દાહોદ જિલ્લા (Dahod District) ની...
dysp ખટાણાની અચાનક બદલી  ગૃહ વિભાગ કોઈની શરમ નહીં ભરે

ગુજરાત પોલીસ વિભાગમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ઉચ્ચ IPS અધિકારીઓથી લઈને લોક રક્ષક દળ (LRD) ના જવાનો પોતાના ખિસ્સા ગરમ કરવા બેફામ તોડ અને હપ્તાબાજીનું નેટવર્ક ચલાવી રહ્યાં છે. રાજ્યના છેવાડે આવેલા દાહોદ જિલ્લા (Dahod District) ની વાત કરીએ તો આ જિલ્લાની પોલીસ છેલ્લાં એક મહિનાથી ભારે ચર્ચામાં છે. દારૂ કટીંગથી લઈને સરકારી ગેસ કટીંગ સુધીના તમામ નેટવર્ક અહીં લાંબા સમયથી ગોઠવાયેલા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) બોલાવેલા સપાટામાં દાહોદ પોલીસની પોલ ખૂલી અને વહીવટદારથી લઈને સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર (SDPO) સુધીના અધિકારીઓના કારનામાઓ સામે આવી ગયા. છેલ્લાં એક મહિનામાં દાહોદ જિલ્લાના LCB PI અને ASI ને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે ગૃહ વિભાગે (Home Department) દાહોદના લીમખેડા ડિવિઝનના SDPO સી. સી. ખટાણા (C C Khatana) ને સાઈડ પોસ્ટિંગ આપી દીધું છે. DySP ખટાણાની બદલી થતાં ગુજરાત પોલીસ બેડામાં આખો મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

રકારની ઝીરો ટોલરન્સ નીતિભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની 'દાદા સરકાર'માં ઝીરો ટોલરન્સ (Zero Tolerance) ની નીતિ અપનાવવામાં આવી રહી છે. સરકારના ગૃહ રાજ્યમંત્રી (Home Minister) હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ પોલીસ વિભાગમાં ચાલી રહેલી ગંદકીને સાફ કરવામાં લાગી ગયા હોવાથી હવે ગૃહ વિભાગ પણ સક્રિય થઈ ગયો છે. જેલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય કે પોલીસની હપ્તાબાજી ગુજરાત સરકાર હવે ભ્રષ્ટાચારી અધિકારી-કર્મચારીઓની જરા સરખી પણ શરમ નહીં ભરે.

Advertisement

DGP સહાય એક્શનના મૂડમાંરાજ્યના પોલીસ વડા વિકાસ સહાય (DGP Vikas Sahay) છેલ્લાં કેટલાંક સપ્તાહથી એક્શનના મૂડમાં દેખાઈ રહ્યાં છે. દારૂ-જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી હપ્તાબાજી ચલાવતા અડધો ડઝન જેટલા PI PSI ને સસ્પેન્ડ કરી ચૂક્યાં છે. ઉચ્ચ IPS અધિકારીઓના વહીવટદાર રહેલા પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ અને જિલ્લા ટ્રાન્સફર કરવામાં આવી છે. કેટલાંક કિસ્સાઓમાં PI PSI ની બદલી કરી કોરાણે મૂકી દીધા છે.

Advertisement

શું છે સસ્પેન્ડ-બદલીનો મામલોગત ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ (Hindustan Petroleum) અને ઈન્ડિયન ઓઈલ (Indian Oil) ના ટેન્કરોમાંથી ગેસ ચોરી કરવાના રેકેટનો સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. 80 લાખના મુદ્દામાલ સાથે પકડાયેલા પંકજ ભરવાડ સહિતના ચાર આરોપીઓના કબજે લેવાયેલા મોબાઈલ ફોનની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. દાહોદ પોલીસની પરવાનગીથી ગેસ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાના પૂરાવાઓ SMC ને હાથ લાગ્યા હતા. આ મામલે SMC એ ડીજીપી સહાયને રિપોર્ટ કરી સમગ્ર હકિકતથી વાકેફ કર્યા હતા. જેના પગલે ગત ફેબ્રુઆરી મહિનામાં જ દાહોદ એલસીબી પીઆઈ આર. સી. કાનમીયા (Dahod LCB PI R C Kanamiya) ને સસ્પેન્ડ (Suspend) કરી દેવાયા હતા. આ ઉપરાંત દાહોદ એસઓજી (Dahod SOG) ના ASI નવઘણને સસ્પેન્ડ કરવા જિલ્લા પોલીસ વડા (Dahod SP) ને આદેશ કર્યો હતો.

SMC ની તપાસમાં SDPO ની સંડોવણી ખૂલીટેન્કરોમાંથી ગેસ ચોરી કરતી ટોળકીના મુખ્ય આરોપી પાસેથી કબજે લેવાયેલા મોબાઈલ ફોનમાંથી એક ઠોસ પૂરાવો મળ્યો હતો. SMC ને હાથ લાગેલા પૂરાવાના આધારે એસપી નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) સમગ્ર મામલાની તપાસ શરૂ કરાવી હતી. તપાસ દરમિયાન ગેસ ચોરી રેકેટમાં દાહોદ LCB PI અને SOG ASI ની સંડોવણી ઉપરાંત લીમખેડા એસડીપીઓ ખટાણાની ભૂમિકા સામે આવી હતી. જેના આધારે SDPO ખટાણા સામે કાર્યવાહી કરવા અંગે ગૃહ વિભાગને રિપોર્ટ કરાયો હતો. આ મામલે ગૃહ વિભાગે DySP ખટાણાને વિભાગીય પોલીસ અધિકારી લીમખેડા (SDPO Limkheda)ની બદલી કરી ગીર-સોમનાથ જિલ્લાના મુખ્ય મથક (Gir Somnath HQ) ખાતે મુકી દીધા છે. ગૃહ વિભાગે બદલીના હુકમમાં તાત્કાલિક અસરથી છૂટા કરી દેવાનો પણ ઉલ્લેખ કરાયો છે.

કોણ છે DySP ખટાણાવર્ષ 2001ની બેચના PSI સી.સી.ખટાણા પ્રથમ PI બન્યા અને બેએક વર્ષ પૂર્વે ડીવાયએસપી બન્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સી સી ખટાણાએ 22 વર્ષની નોકરી દરમિયાન મોટાભાગની નોકરી પૂર્વ ગુજરાતના છેવાડાના જિલ્લાઓમાં જ કરી છે. LCB જેવી મહત્વની બ્રાંચમાં નોકરી કરી ચૂકેલા ખટાણા ભૂતકાળમાં વાઈરલ થયેલી એક ઓડિયો ક્લિપને લઈને પણ વિવાદમાં આવી ચૂક્યાં છે. શહેરાના ધારાસભ્ય (MLA Shehara) અને પૂર્વ પોલીસ કર્મચારી જેઠા ભરવાડ (Jetha Bharwad) સાથેના સંબંધોને લઈને પણ પોલીસ અધિકારી ખટાણા અનેક વખત ચર્ચાઓમાં રહી ચૂક્યાં છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement

.