ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતમાં જળ સંચયના અવિભાજ્ય અંગ : CM મોહન યાદવ

ગુજરાતના મુખ્યમંત્રી આ ઝુંબેશના અવિભાજ્ય અંગ છે વડાપ્રધાન મોદીએ નર્મદાનું પાણી રાજસ્થાન સુધી પહોંચાડ્યું સુરતે વિવિધ કાર્યોથી વિશ્વમાં અનોખું સ્શાન ધરાવે છે Surat Jal Sanchay : ગુજરાતનાં સુરતમાં (Surat) આજે એટલે કે 13 ઓક્ટોબરનાં રોજ "જળ સંચય" કાર્યક્રમનું આયોજન...
08:45 PM Oct 13, 2024 IST | Aviraj Bagda

Surat Jal Sanchay : ગુજરાતનાં સુરતમાં (Surat) આજે એટલે કે 13 ઓક્ટોબરનાં રોજ "જળ સંચય" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત, રાજસ્થાન (Rajasthan) અને મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) મુખ્યમંત્રી અને બિહારનાં (Bihar) નાયબ મુખ્યમંત્રી ભાગ લેશે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી CR પાટીલના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ‘જલ સંચય’ (Jal Sanchaya) કાર્યક્રમમાં ભૂગર્ભ જળસ્તર વધારવા અંગે ચર્ચા કરાશે.

ગુજરાતના મુખ્યમંત્રી આ ઝુંબેશના અવિભાજ્ય અંગ છે

ત્યારે આ Jal Sanchaya કાર્યક્રમમાં Madhya Pradesh ના મુખ્યમંત્રી મોહન યાદવે સંબોધન આપ્યું હતું. તેમણે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી આ ઝુંબેશના સુત્રધાર અને અવિભાજ્ય અંગ છે. તેમને હું આ અભિયાન માટે અભિનંદ પાઠવું છું. બીજી તરફ હસતા મોઢે અને શાંતિથી કામ કેવી રીતે કરાવવામાં આવે છે. તેનો ઉત્તમ ઉદાહરણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છે. તો આ સરદાર પટેલની ધરતી છે. કારણ કે... સરદાર પટેલે 600 થી વધુ રિયાસતોને એકસાથે કરીને અમૂલ્ય રાજ્યની રજના કરી છે.

આ પણ વાંચો: Surat : આજે જનભાગીદારીથી 'જલ સંચય' મહાઅભિયાનની થશે શરૂઆત, CR પાટીલ રહેશે ઉપસ્થિત

વડાપ્રધાન મોદીએ નર્મદાનું પાણી રાજસ્થાન સુધી પહોંચાડ્યું

જોકે વર્ષ 2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તો વડાપ્રધાન મોદીએ તેમની આગવી ભૂમિકાથી નર્મદાનું પાણી રાજસ્થાન સુધી પહોંચાડ્યું છે. બીજી નર્મદા સાથે ગુજરાત અને મધ્યપ્રદેશનો અનોખ સંગંમ જોડાયેલો છે. જોકે આ એક કુદરતી લીલા છે. આ ગંગા અને નર્મદાએ ભારતના માનવીઓ અને તેની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે ખુબ જ જરૂરી છે.

સુરતે વિવિધ કાર્યોથી વિશ્વમાં અનોખું સ્શાન ધરાવે છે

Madhya Pradesh ના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું સુરતે વિવિધ કાર્યોથી વિશ્વમાં અનોખું સ્શાન ધરાવે છે. કારણ કે... શિવાજી મહારાજને પણ પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે સુરત આવવાની જરૂર પડી હતી. તેની સાથે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વચ્ચે છેલ્લા 20 વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. તેને પણ નેસ્તનાબૂદ કરવા માટે સી આર પાટીલે આગવી ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો: Diu: મધ દરિયે ડૂબી વણાકબારાની ફાયબર બોટ, ડૂબતી બોટની ઘડીનો સામે આવ્યો Video

Tags :
Bhajanlal SharmaBhupendra PatelBJPCR PatilGujarat FirstGujarat NewsMadhya PradeshMohan YadavMP CMNarendra ModiSuratSurat Jal SanchaySurat news
Next Article