Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત યુનિવર્સિટીની Boys Hostel માં ગત મોડી રાત્રે પથ્થરમારો અને તોડફોડ

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ની બોંયઝ હોસ્ટેલ (Boys Hostel) ના વિભાગ A અને B ના વિદ્યાર્થીઓ વચ્ચે ગત મોડી રાત્રીના સમયે તંગદિલીભરી (tense situation) સ્થિતિ સર્જાઈ હતી. મળી રહેલી માહિતી અનુસાર, સમગ્ર મામલો બોયઝ હોસ્ટેલ (Boys Hostel) ના વિદ્યાર્થીઓની કોમ...
ગુજરાત યુનિવર્સિટીની boys hostel માં ગત મોડી રાત્રે પથ્થરમારો અને તોડફોડ

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ની બોંયઝ હોસ્ટેલ (Boys Hostel) ના વિભાગ A અને B ના વિદ્યાર્થીઓ વચ્ચે ગત મોડી રાત્રીના સમયે તંગદિલીભરી (tense situation) સ્થિતિ સર્જાઈ હતી. મળી રહેલી માહિતી અનુસાર, સમગ્ર મામલો બોયઝ હોસ્ટેલ (Boys Hostel) ના વિદ્યાર્થીઓની કોમ વચ્ચેનો છે. જેમા પથ્થરમારો (Stone Pelting)  અને તોડફોડ કરતા અમુક વિદ્યાર્થીઓ નજરે પડ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, અમુક વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં આવીને બાઈક તોડ્યા હતા અને હોસ્ટેલના રૂમમાં પથ્થરમારો કરવા લાગ્યા.

Advertisement

Gujarat University ની Boys Hostel માં તંગદિલીભરી સ્થિતિ

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ની પાછળની સાઈડમાં આવેલી Boys Hostel માં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે કોઇ કારણોસર બબાલ થઇ હતી. જેમા હોસ્ટેલમાં આવીને અમુક અસામાજીક તત્વોએ વિદ્યાર્થીઓના બાઈક તોડ્યા હતા. અને હોસ્ટેલમાં પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન એક વિદ્યાર્થીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો.

Advertisement

વીડિયોમાં એક શખ્સ બાઈકને લાકડીના ધોકા વડે તોડતો જોવા મળી રહ્યો છે, જ્યારે અન્ય એક હોસ્ટેલમાં પથ્થર ફેંકતો દેખાય છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમ જ્યારે હોસ્ટેલ પહોંચી અને સમગ્ર મામલાને જાણવાનો પ્રયત્ન કર્યો. જેમા પ્રાથમિક માહિતી મળી છે કે, Boys Hostel ના વિદ્યાર્થીઓની બે કોમ વચ્ચે બબાલ થઇ છે.

Advertisement

જાણો શું છે કારણ ?

સુત્રોની માનીએ તો હોસ્ટેલમાં દક્ષિણ આફ્રિકા, ઉઝબેકિસ્તાન અને શ્રીલંકાના 4 વિદ્યાર્થીઓ અને સ્થાનિક જૂથો વચ્ચે ઝઘડો શરૂ થયો અને મારામારી થઈ હતી. એક વીડિયો એવો સામે આવ્યો છે કે જેમા અમુક લોકો હોસ્ટેલની બહારથી હોસ્ટેલમાં પથ્થરમારો કરી રહ્યા છે. હોસ્ટેલમાં તંગદિલીની સ્થિતિની જાાણ પોલીસને થતા તેઓ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ પર હુમલા બાદ સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે. આ ઘટના અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે. આ પહેલા તેમણે DG અને CP ને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટી હવે આપશે ઓનર્સની ડિગ્રી, વાંચો સમગ્ર અહેવાલ

આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી, આંતર કોલેજ એથ્લેટીક્સ સ્થળે જ ગંદકીના ઢગ

આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળતાં ખળભળાટ

Tags :
Advertisement

.