જહાંગીરપુરી વિસ્તારમાં ફરી થયો પથ્થરમારો, વાહનોના તોડ્યાં કાચ, Video
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ફરીથી પથ્થરમારો સામે આવ્યો છે, પથ્થરબાજી કરતા લોકોએ એક-બે નહીં પરંતુ ત્રણ વાહનોના કાચ તોડી નાખ્યા અને લગભગ 500 મીટરના રહેઠાણ વિસ્તારમાં પથ્થરમારો કર્યો. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. દિલ્હીના જહાંગીરપુરીમાં મંગળવારે રાત્રે પથ્થરમારાની ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. ઘટના જહાંગીરપુરીના જે બà
Advertisement
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ફરીથી પથ્થરમારો સામે આવ્યો છે, પથ્થરબાજી કરતા લોકોએ એક-બે નહીં પરંતુ ત્રણ વાહનોના કાચ તોડી નાખ્યા અને લગભગ 500 મીટરના રહેઠાણ વિસ્તારમાં પથ્થરમારો કર્યો. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
દિલ્હીના જહાંગીરપુરીમાં મંગળવારે રાત્રે પથ્થરમારાની ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. ઘટના જહાંગીરપુરીના જે બ્લોકની છે. એવું કહેવામાં આવ્યું હતું કે, બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ ઉગ્ર મારામારી થઈ હતી અને જોત જોતામાં જ બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. ફૂટેજમાં લોકો એકબીજા પર પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. બંને તરફથી પથ્થરમારામાં અનેક વાહનોને નુકસાન થયું છે.
દિલ્હી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને આગળ હિંસા ન થાય અને તેને અટકાવવા વધુ જવાનોને જહાંગીરપુરીમાં મોકલ્યા છે. જહાંગીરપુરીના રહેવાસી વિશાલ અને વીરુ નામના બે લોકોની પોલીસે ધરપકડ કરી છે. ડીસીપી નોર્થ વેસ્ટ ઉષા રંગનાનીએ જણાવ્યું કે પીએસ મહેન્દ્ર પાર્કમાં ઝઘડો અને પથ્થરમારાની ઘટના સામે આવી છે. એક યુવકની ઓળખ ઝહીર અને તેનો મિત્ર તરીકે થઇ છે, જે બે દિવસ પહેલા થયેલી બોલાચાલી માટે બે છોકરાઓની શોધમાં આવ્યા હતા. તેઓ કથિત રીતે દારૂના નશામાં હતા અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ વાહનોની બારીઓને નુકસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, 16 એપ્રિલના રોજ જહાંગીરપુરીમાં હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં આઠ પોલીસકર્મીઓ સહિત નવ લોકો ઘાયલ થયા હતા. મોહમ્મદ અન્સાર હિંસા કેસમાં મુખ્ય આરોપી હતો. જહાંગીરપુરીના સી બ્લોક વિસ્તારમાંથી હિંસક અથડામણના અહેવાલ મળ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો - જોધપુરમાં ફરી ઘર્ષણ, બે સમુદાયના લોકો વચ્ચે પથ્થરમારો, તણાવપૂર્ણ વાતાવરણ બાદ કલમ 144 લાગુ
Advertisement