Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat University : ઉત્તરવહી કૌભાંડ મામલે વધુ 14 ની ધરપકડ, મુખ્ય આરોપી સાથે કરી હતી આ ડીલ

ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) ઉત્તરવહી કૌભાંડ મામલે વધુ 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ મામલે અગાઉ મુખ્ય ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું છે કે ઝડપાયેલા આ 14 આરોપી એ વિદ્યાર્થી છે કે જેમને...
gujarat university   ઉત્તરવહી કૌભાંડ મામલે વધુ 14 ની ધરપકડ  મુખ્ય આરોપી સાથે કરી હતી આ ડીલ
Advertisement

ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) ઉત્તરવહી કૌભાંડ મામલે વધુ 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ મામલે અગાઉ મુખ્ય ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું છે કે ઝડપાયેલા આ 14 આરોપી એ વિદ્યાર્થી છે કે જેમને મુખ્ય આરોપી સાથે ઉત્તરવહી લખાવવા માટે ડીલ કરી હતી. એટલે કે 14 આરોપીઓએ પાસ થવા માટે પૈસા આપીને ઉત્તરવહી લખાવી હતી. ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં (Botany Department) નર્સિંગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થઈ હતી. જે મામલે 11 જુલાઈએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement

ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) બોટની વિભાગમાં નર્સિંગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થયા મામલે વધુ 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ મુજબ, આ 14 વિદ્યાર્થીઓએ પાસ થવા માટે મુખ્ય આરોપીને પૈસા આપીને ઉત્તરવહી લખાવવા ડીલ કરી હતી. આ મામલે અગાઉ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં સની ચૌધરી અને અમિત સિંઘ ( Amit Singh) અને ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં કામ કરતાં પ્યુનની ધરપકડ કરાઈ હતી. આ કિસ્સામાં સૌથી પહેલી ધરપકડ સંજય ડામોર (Sanjay Damor) નામના આરોપીને થઈ હતી, જે બાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી અમિત અને સનીની ધરપકડ કરી હતી. કુલ 27 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં નવા કાયદા પ્રમાણે ઉત્તરવહી લખવા માટે પૈસા આપનાર વિદ્યાર્થીઓનું પણ આરોપી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

રૂ. 20 હજારથી લઈને 50 હજાર સુધી ઉઘરાવતા

પોલીસ તપાસ અનુસાર, મુખ્ય આરોપી સની અને અમિત આ વિદ્યાર્થીઓ પાસેથી અલગ-અલગ સેમેસ્ટર અને વર્ષ પ્રમાણે રૂ. 20 હજારથી લઈને 50 હજાર સુધી ઉઘરાવતા હતા. ઉત્તરવહી પર સ્વસ્તિક અને હેશની નિશાની કરાવતાં, જેથી પૈસા આપનાર વિદ્યાર્થીઓની ઓળખ થાય. એસેસમેન્ટ સેન્ટરમાં ઉત્તરવહી આવ્યા બાદ સંજય ડામોર નામનો આરોપી ઉત્તરવહી બહાર પહોંચાડતો. જે વિદ્યાર્થીઓ વાડજમાં આવેલ સનીના મકાનમાં ઘર બેઠા ઉત્તરવહી લખતા. મહત્ત્વની વાત એ છે કે પૈસા આપનાર વિદ્યાર્થીઓને આંખે પાટા બાંધીને વાડજ લઈ જવામાં આવતા, જેથી કયું સ્થાન છે, તે અંગે માહિતી બહાર ન પહોંચે. આ મામલે હજુ 10 આરોપી ફરાર છે.

આ પણ વાંચો - Padra : Oniro Life Care કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 3 શ્રમિકોના મોત, 1 ની હાલત ગંભીર

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

મિલકતના દસ્તાવેજ નોંધણી માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કરવું ફરજિયાત બનશે

featured-img
ગુજરાત

VADODARA : બાળકીના ગળામાં ફસાયેલો LED બલ્બ માંડ બહાર કઢાયો

featured-img
ગુજરાત

VADODARA : ઉધારીમાં દારૂ પીતા આધેડની ધૂલાઇ

featured-img
રાષ્ટ્રીય

Bihar માં STFનું એન્કાઉન્ટર, તનિષ્ક શોરૂમ લૂંટનાર ગુનેગાર ચુનમુન ઝાનું મોત

featured-img
રાષ્ટ્રીય

Ladakh માં ભયાનક માર્ગ અકસ્માત, બે સૈનિકોના મોત, સેનાએ ઊંડો શોક વ્યક્ત કર્યો

featured-img
ગુજરાત

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ! જાણો કેટલા ડિગ્રી રહેશે તાપમાન

Trending News

.

×