Sthanik Swaraj Election : વિવિધ જિલ્લાઓમાં BJP ની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, વાંચો વિગત
- Sthanik Swaraj Election ને લઈને ભાજપની કવાયત તેજ
- તાપી, સાબરકાંઠા, પાટણ અને બોટાદ સહિતનાં જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા શરૂ
- વલસાડ, જુનાગઢ અને સુરતમાં પણ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા
- 29, 30 જાન્યુઆરી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી શકે છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (Sthanik Swaraj Election) લઈને ભાજપે (BJP) કવાયત શરૂ કરી દીધી છે. ભાજપે દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા પ્રારંભ કરી દીધી છે. તાપી, સાબરકાંઠા, પાટણ અને બોટાદ સહિતનાં જિલ્લાઓમાં ભાજપનાં નિરીક્ષકોએ દાવેદારોની સેન્સ લીધી છે. તો ખેડા, વલસાડ, જુનાગઢ અને સુરતમાં પણ ભાજપનાં નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. જણાવી દઈએ કે, 29, 30 જાન્યુઆરીએ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી શકે છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ઉમેદવારોની પસંદગી થશે.
સાબરકાંઠાની 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં (Sthanik Swaraj Election) પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ (BJP) ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. સાબરકાંઠા જિલ્લાની (Sabarkantha) 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે BJP દ્વારા ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટીનાં પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ અને પ્રદેશ મહામંત્રી દેવેનભાઈ વર્માને નિરીક્ષક તરીકે મોકલ્યા હતા. ઈચ્છુક ઉમેદવારોના બાયોડેટા પાર્લામેન્ટરી બોર્ડ ખાતે પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોની પસંદગી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો - Amreli Letterkand : ત્રણેય આરોપી જેલ મુક્ત, બહાર આવીને સૌથી પહેલા કહી આ વાત!
તાપીમાં 7 વોર્ડ માટે 107 થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી
તાપી (Tapi) જિલ્લાની સોનગઢનગર પાલિકા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા (BJP Sense Process) યોજાઈ હતી, જેમાં 7 વોર્ડ માટે 107 થી વધુ લોકોએ પોતાની ઉમેદવારી માટે દાવો કર્યો છે. આવનાર 16 મી ફેબ્રુઆરીએ સોનગઢનગર પાલિકાની ચૂંટણી યોજાનાર છે, જે માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનાં નિરીક્ષક તરીકે દીવ દમણનાં પ્રભારી દુષ્યંત પટેલ સહિત કરશન ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતાં.
પાટણમાં 7 વોર્ડનાં 28 સભ્યો માટે ચૂંટણી યોજાશે
પાટણની (Patan) વાત કરીએ તો રાધનપુર નગરપાલિકા માટે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. રાધનપુર APMC ખાતે ભાજપનાં નિરીક્ષકોએ દાવેદારોની સેન્સ લીધી હતી. ધારાસભ્ય સરદાર ચૌધરી સહિતનાં ભાજપ આગેવાનોએ દાવેદારોને સાંભળ્યા હતા. મહત્ત્વનું છે કે રાધનપુર નગરપાલિકાનાં 7 વોર્ડનાં 28 સભ્યો માટે ચૂંટણી યોજાવાની છે.
આ પણ વાંચો - Surat : મોપેડ પર 5.38 લાખનું MD ડ્રગ્સ લઈ જતાં 2 ને દબોચ્ચા, એક ઘરમાંથી ઝડપાયો
બોટાદ (Botad) અને ગઢડા નગરપાલિકા માટે BJP ની સેન્સ પ્રક્રિયા
ઉપરાંત, બોટાદ (Botad) અને ગઢડા નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને BJP એ ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોમાં પૂર્વમંત્રી બ્રિજેશ મેરજા, રાજુભાઈ શુકલ અને રશ્મિકાબેન બોળિયાએ બંને નગરપાલિકાઓમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. બોટાદમાં ગુરુકુળ અને ગઢડામાં BAPS મંદિર ખાતે સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી. બોટાદ અને ગઢડામાં આશરે દોઢ સો જેટલા કાર્યકરોએ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડમાં થશે ઉમેદવારોની પસંદગી
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી (Sthanik Swaraj Election) માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. માહિતી અનુસાર, 29, 30 જાન્યુઆરીએ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી શકે છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ઉમેદવારોની પસંદગી થશે. આ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં CM, પ્રદેશ પ્રમુખ, બોર્ડનાં સભ્યો હાજર રહેશે.
આ પણ વાંચો - Dahod : ભાજપનાં કાઉન્સિલર એટલી હદે કંટાળી ગયા કે આપી આત્મવિલોપનની ચીમકી!