Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TARABHA DHAM: વાળીનાથ મંદિરના સુશોભન માટે ખાસ ઈંગ્લીશ ફૂલોનો સમાવેશ કરાયો

TARABHA DHAM: વાળીનાથ તરભ ધામ (TARABHA DHAM) ખાતે હાલ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે અહીં સેવા આપવા માટે અને દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. દેવાધિદેવ મહાદેવ સ્વયં જય બિરાજમાન છે તેવી તપોભૂમિ વાળીનાથ ધામ તરભ...
01:19 PM Feb 21, 2024 IST | Maitri makwana
TARABH VADINATH MANDIR

TARABHA DHAM: વાળીનાથ તરભ ધામ (TARABHA DHAM) ખાતે હાલ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે અહીં સેવા આપવા માટે અને દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. દેવાધિદેવ મહાદેવ સ્વયં જય બિરાજમાન છે તેવી તપોભૂમિ વાળીનાથ ધામ તરભ ખાતે જ્યારે સુવર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં 22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM MODI) પણ ઉપસ્થિત રહેવાના છે.

વાળીનાથ મહાદેવનું નવીન મંદિર આકર્ષણનું કેન્દ્ર

વાળીનાથ મહાદેવ (VADINATH MAHADEV) નું આ નવીન મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે તપોભૂમિ વાળીનાથ ધામ તરભ  (TARBHA DHAM) ખાતે આવતીકાલે અંદાજે 400 કિલો વજન ધરાવતા શિવાલયની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) ના હસ્તે સાસત્રોક્ત વિધિ વિધાન મુજબ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવશે.

મંદિરના દરેક સ્તંભની વૈદિક મત્રોચ્ચાર સાથે પૂજા કરાશે

આજે ખાસ મંદિરના દરેક સ્તંભની વૈદિક મત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવશે. એવું કહેવાય છે જ્યાં કણ કણમાં ભગવાન વાસ છે એવા આ પવિત્ર ધારા ઉપર પાવનકારી શિવલયનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. આજે દરેક સ્તંભની પૂજા યજમાનની હાજરીમાં કરવામાં આવી હતી. અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્તંભમાં પ્રાણ પુરવામાં આવ્યા હતા.

મહાદેવના વિશાળ શિવલિંગનું સ્થાપન કરવામાં આવશે

નાગર શૈલીમાં અને બંસી પહાડના લાલ પથ્થરમાંથી આહલાદક કોતરણી સૌ કોઈના મનને મોહન કરે તેવું દિવ્યમાન થઈ રહ્યું છે. ત્યારે હવે આવતીકાલે આ મંદિરમાં મહાદેવના વિશાળ શિવલિંગનું સ્થાપન કરવામાં આવશે. ત્યારે આ મંદિરને વિશેષ ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે. કલકત્તાના 100 કારીગરો આ મંદિરને શુશોભીત કરી રહ્યા છે.

મંદિરના સુશોભન માટે ખાસ ઈંગ્લીશ ફૂલોનો સમાવેશ

વાળીનાથ મહાદેવના મંદિરના સુશોભન માટે ખાસ ઈંગ્લીશ ફૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ઓરકેડ ,લીલી આમ, સેવંતી, એન્થોનીયમ, બ્લુ રેઝિંગ, જીપશો, રોઝ, ટેટીસ, બ્લ્યુ ડેઝી, ગ્રાસીકા, ગ્લેડ, રજનીગંધા, કોકોનટ, સ્ટાર, રુડ્સ જેવા ફૂલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વાળીનાથ મહાદેવના શિવલિંગમાં અનેરી ઉર્જા

તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ચાલી રહ્યો છે. જેમાં દરરોજ લાખોની સંખ્યામાં માનવ મહરામણ ઉમટી રહ્યું છે. 7 લાખથી વધુ લોકોએ વાળીનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો છે. વાળીનાથ મહાદેવના શિવલિંગમાં અનેરી ઉર્જા પ્રદાન થયેલી છે આથી આ સ્થાનક સાથે ભક્તોમાં અતૂટ શ્રદ્ઘાનો નવો સંચાર પણ થયો છે.

આ પણ વાંચો - તરભ વાળીનાથ ધામ ખાતે NSSની 30 વિદ્યાર્થિનીઓ રાષ્ટ્ર સેવાના ભાવ સાથે ધર્મકાર્યમાં જોડાઈ

Tags :
DarshanDevoteesflower decorationGujarat FirstGUJARAT FIRST NEWSmaitri makwanaPran Pratishtha MohotsavShivlingSpecial English flowerstarabh dhamTarabh Valinath MahadevValinath MahadevValinath Temple
Next Article