Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VALINATH MAHADEV : 16થી 22 ફેબ્રુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, PM મોદી અને અમિત શાહ હાજર રહેશે

મહેસાણામાં (Mehsana) તરભ વાળીનાથ મહાદેવ મંદિરનો (Tarab VALINATH Mahadev Temple) ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન ઊજવાશે. આ દિવ્ય પ્રસંગે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) હસ્તે શિવલિંગની સ્થાપના કરવામાં આવશે. આ દિવ્ય પ્રસંગને લઈ તૈયારીઓને...
valinath mahadev   16થી 22 ફેબ્રુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ  pm મોદી અને અમિત શાહ હાજર રહેશે

મહેસાણામાં (Mehsana) તરભ વાળીનાથ મહાદેવ મંદિરનો (Tarab VALINATH Mahadev Temple) ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન ઊજવાશે. આ દિવ્ય પ્રસંગે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) હસ્તે શિવલિંગની સ્થાપના કરવામાં આવશે. આ દિવ્ય પ્રસંગને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ શુભ પ્રસંગે દેશના ખૂણે ખૂણેથી રબારી સમાજ તેમ જ અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેવાધિદેવ મહાદેવના દર્શનનો લાભ લેશે.

Advertisement

તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકને રબારી સમાજની (Rabari Samaj) ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનકમાં તમામ વર્ગ અને સમાજના લોકોનું અસ્થાનું કેન્દ્ર રહેલું છે. આ પવિત્ર સ્થાનકના 13મા મહંત બળદેવગીરી બાપુને (Baladevgiri Bapu) રબારી સમાજે "ભા" નું ઉપનામ આપ્યું હતું અને એક સૂત્ર પણ હતું કે "ભા એજ ભગવાન". હાલમાં 14મા મહંત જયરામગીરી બાપુ મહંત તરીકે શોભાયમાન છે. પૂજ્ય બળદેવગીરી બાપુનું સ્વપ્ન હતું કે ભવ્ય શિવધામ બનાવવું, એજ સ્વપ્નને સાકાર હાલના મહંત જયરામગીરી બાપુની અથાગ મહેનતથી સાકાર થવા જઈ રહ્યું છે.

Advertisement

PM મોદી અને અમિત શાહ હાજર રહેશે

બે દિવસ પછી એટલે કે 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન તરભ વાળીનાથ ધામ ( Tarab VALINATH Mahadev Temple) ખાતે યોજવા જઇ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) તેમ જ અન્ય રાજકીય નેતાઓ સાથે સંતો-મહંતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે. આ પ્રસંગના આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 65 જેટલી અલગ-અલગ વ્યવસ્થાપક સમિતિઓ બનાવી આ આયોજનને સફળ બનાવવા સફળ પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : ‘હરણી હત્યાકાંડ’ માં કોર્પોરેશને કાર્યપાલક ઇજનેર સહિત 6 ને ફટકારી નોટિસ

Tags :
Advertisement

.