પોરબંદરના માધવપુર ઘેડ ચોપાટી પર આવેલું શિવલિંગ થયું ખંડિત
બિપોરજોય વાવાઝોડા અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં બનેલું બિપોરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છના જખૌ બંદરની નજીક આવી રહ્યું છે. તેવામાં બિપોરજોય વાવાઝોડા અસર પોરબંદરના દરિયા કિનારે જોવા મળી રહી છે. પોરબંદરના માધવપુર ઘેડ ચોપાટી ઉપર આવેલ 5 ફૂટની શિવલિંગ ભારે પવન સાથે દરિયાના મોજાના કારણે ધરાશાયી થયું છે.
બિપરજોય વાવાઝોડાને લઈને હાલ પોરબંદરના ચોપાટી નજીકના દરિયા કાંઠે ભારે મોજા ઉછડયા હતા જેને લઈને ચોપાટી કાંઠાનો અમુક ભાગ ધોવાઈ ગયો છે તો ચોપાટી વોકવે પર મોટા પથ્થરો પણ પણ દરિયાના ભારે મોઝાને લઈને આવી ગયા હતા. તેવામાં પોરબંદરમાં ભારે પવન અને ભારે દરિયાના મોજાના કારણે માધવપુર ઘેડ ચોપાટી ઉપર આવેલ 5 ફૂટની શિવલિંગ ધરશાયી થયું છે. હવામાન વિભાગ દ્વારા બિપોરજોય વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી મુજબ પોરબંદરના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને પગલે દરિયા કાંઠે મહાકાય મોજા પણ ઉછડયા હતા.પોરબંદરના ચોપાટી નજીકના દરિયામાં બિપરજોય વાવાઝોડાનું બિહામણું દ્રષ્યો પણ જોવા મળ્યા હતા.
ઘેડ ચોપાટી પર આવેલું છે 5 ફૂટનું શિવલિંગ
માધવપુર ઘેડ ચોપાટી કાંઠે અમુક ભાગ પણ મહાકાય મોજાને લઈને ધોવાણ થતા ભારે નુકશાન થયું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને લોર્ડ હોટલ પાછળના ચોપાટી કાંઠે પણ ભારે નુકસાન થયું છે. અહીં બનાવવામાં આવેલ સી બેઠક પણ તોડી પાડવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને લઈને ચોપાટી પર મસમોટા પથ્થરો આવી ગયા છે તેમજ અહીં રાખવામાં આવેલ અમુક કેબીનો પણ ભારે પવનને લઈને નુકશાન થયું છે. જોકે ચોપાટી પર બીપોરજોય વાવાઝોડાને લઈને પણ ભારે નુકશાન નુકસાન થયું છે તેમજ વાવાઝોડાને લઈને ચોપાટી વૉક વે પણ ભારે કાટમાળ પણ આવી ગયો હતો.
આપણ વાંચો -જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાય ત્યારે શું થાય છે? જાણો