Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sharad Pawarના છ દાયકાથી વધુના રાજકીય જીવનમાં આ સૌથી ખરાબ ચૂંટણી

મહારાષ્ટ્ર ચૂંટણીમાં શરદ પવારની પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (SP)નું સૌથી ખરાબ પ્રદર્શન મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભત્રીજાએ કાકાને હરાવ્યા શરદ પવારના છ દાયકાથી વધુના રાજકીય જીવનમાં આ સૌથી ખરાબ ચૂંટણી સાબિત થશે Sharad Pawar : લોકસભા ચૂંટણી 2024 માં, શરદ પવાર...
sharad pawarના છ દાયકાથી વધુના રાજકીય જીવનમાં આ સૌથી ખરાબ ચૂંટણી
Advertisement
  • મહારાષ્ટ્ર ચૂંટણીમાં શરદ પવારની પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (SP)નું સૌથી ખરાબ પ્રદર્શન
  • મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભત્રીજાએ કાકાને હરાવ્યા
  • શરદ પવારના છ દાયકાથી વધુના રાજકીય જીવનમાં આ સૌથી ખરાબ ચૂંટણી સાબિત થશે

Sharad Pawar : લોકસભા ચૂંટણી 2024 માં, શરદ પવાર (Sharad Pawar)ની પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (SP) એ કુલ આઠ બેઠકો જીતી. પરંતુ છ મહિના પછી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી નિષ્ફળ ગઈ. 1999માં બનેલી NCP હવે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. પરંતુ આ પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. 1999 માં, પાર્ટીએ તેની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી. ત્યારબાદ તેણે કુલ 58 સીટો જીતી હતી. 1999 થી 2014 સુધી, શરદ પવારની પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં સત્તામાં ભાગીદાર હતી.

સૌથી ખરાબ પ્રદર્શન

83 વર્ષીય શરદ પવારે તેમની પરંપરાગત બેઠક બારામતીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, "હું સત્તામાં નથી. રાજ્યસભામાં પણ મારી પાસે દોઢ વર્ષ બાકી છે. આ પછી હું કોઈ ચૂંટણી લડીશ નહીં. ભવિષ્યમાં ચૂંટણી જો શરદ પવાર પોતાની વાત પર અડગ રહેશે તો તેમના નેતૃત્વમાં આ છેલ્લી વિધાનસભા ચૂંટણી હશે અને ખાસ વાત એ છે કે શરદ પવારના છ દાયકાથી વધુના રાજકીય જીવનમાં આ સૌથી ખરાબ ચૂંટણી સાબિત થશે.

Advertisement

ભત્રીજાએ કાકાને હરાવ્યા

વિધાનસભા ચૂંટણીમાં શરદ પવારની પાર્ટી કુલ 12 સીટો પર આગળ છે. આ એ જ પાર્ટી છે જેણે લોકસભાની 8 સીટો પર ચૂંટણી જીતી છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ મહા વિકાસ અઘાડી ગઠબંધન હેઠળ કુલ 87 બેઠકો પર ચૂંટણી લડી હતી. પરંતુ પાર્ટીને માત્ર 12 સીટો પર જ લીડ મળી છે. બીજી તરફ ભત્રીજા અજિત પવારની પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી 39 સીટો પર આગળ ચાલી રહી છે. ભાજપ અને શિવસેના બાદ અજીતની પાર્ટી સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે.

Advertisement

આ પણ વાંચો----Fadnavisની વાતચીતનો એ વીડિયો વાયરલ જે સાંભળ્યા પછી લોકો કહે છે....

જ્યારે NCP બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી

જુલાઈ 2023 માં, શરદ પવારના ભત્રીજા અજિત પવારે બળવો કર્યો અને પાર્ટીને બે ભાગમાં વહેંચી દીધી. અજિતને 40થી વધુ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. અજિત પવાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથે મળીને મહાગઠબંધન સરકારનો ભાગ બન્યા. પરંતુ એનસીપીનું વાસ્તવિક યુદ્ધ કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચે ચાલુ રહ્યું.

પાર્ટીનું અસલી નામ અને ચૂંટણી ચિન્હ અજિત જૂથ પાસે ગયું

પહેલી લડાઈ પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હને લઈને થઈ હતી. પરંતુ અહીં અજીત જૂથનો વિજય થયો હતો. પાર્ટીનું અસલી નામ અને ચૂંટણી ચિન્હ અજિત જૂથ પાસે ગયું. વિધાનસભા ચૂંટણીમાં પણ શરદ પવારે વાસ્તવિક NCP હોવાનો દાવો કર્યો હતો. પરંતુ જનતાએ સાથ આપ્યો ન હતો. પાર્ટીના વિભાજન પછી શરદ પવાર અને અજિત પવાર જૂથ વચ્ચે આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હતી. પણ કાકાને ભત્રીજાની સામે હારનો સામનો કરવો પડ્યો.

વિધાનસભા ચૂંટણીમાં NCPનું પ્રદર્શન

  • એનસીપીએ 1999માં તેની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી. પાર્ટીએ કુલ 58 વિધાનસભા બેઠકો જીતી હતી. પ્રથમ વખત એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બની હતી.
  • 2004ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં NCPએ 124 બેઠકો પર ચૂંટણી લડી હતી. પાર્ટીને 71 બેઠકો મળી હતી.
  • 2009ની વિધાનસભા ચૂંટણીમાં એનસીપીએ કુલ 114 બેઠકો પર ચૂંટણી લડી હતી. કુલ 62 બેઠકો કબજે કરી.
  • 2014ની વિધાનસભા ચૂંટણીમાં એનસીપીએ 41 બેઠકો જીતી હતી.
  • 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 54 બેઠકો જીતી હતી.

આ પણ વાંચો----Maharashtra : અણુશક્તિનગરમાં પતિ ફહાદ અહેમદની હાર થતાં સ્વરા ભાસ્કર ગુસ્સામાં

Tags :
Advertisement

.

×