Summer : આકરા ઉનાળામાં રાજયમાં રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઇ
Summer : રાજ્યમાં કાળઝાળ ગરમી (Summer ) પડી રહી છે જેના કારણે વીજળી (Electricity ) ની ભારે માગ ઉભી થઇ રહી છે. એક સમાચાર મુજબ આકરા ઉનાળામાં ચાલુ વર્ષે ગત શનિવારે રાજયમા રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઇ હતી.
વીજળીની મહત્તમ માગ 24,459.98 મેગાવૉટે પહોંચી
રાજ્યમાં મે મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો પણ ગરમીથી ભારે ત્રસ્ત થઇ ગયા છે અને તેના કારણે વીજળીની ભારે માગ થઇ છે. વીજળીની માગ વધતાં ચાલુ વર્ષે ગત શનિવારે રાજયમા રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઇ હતી. 11 મે ગત શનિવારે રાજ્યમાં વીજળીની મહત્તમ માગ 24,459.98 મેગાવૉટે પહોંચી હતી, જે ચાલુ વર્ષના ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ છે.
કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી
રાજ્યમાં વીજળીની ખપત વધતાં રાજયે કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી છે. 800 મેગાવૉટ જેટલી વીજળી કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી રાજ્ય સરકારે ખરીદી છે. જો કે શનિવાર બાદ રવિવારે વીજ ખપતમાં ઘટાડો નોંધાયો. ગત રવિવારે રાજ્યમાં વીજ માગ 22,429 મેગાવૉટ રહી હતી.
આ પણ વાંચો----- Lok Rakshak : લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે મહત્વના સમાચાર
આ પણ વાંચો----- weather Forecast : આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ! જાણો હવામાન વિભાગની આગાહી વિશે
આ પણ વાંચો---- VADODARA : બ્રાન્ડેડ કપડાના પાર્સલમાંથી હાથફેરો કરનારા બચી ન શક્યા
આ પણ વાંચો----- Machchhu dam: 42 વર્ષમાં બાદ રીપેર કરવામાં આવશે મચ્છુ ડેમના દરવાજા, 34 ગામોમાં એલર્ટ જાહેર