GETCO : વિવાદ વચ્ચે જેટકોએ કરી પરીક્ષાની નવી તારીખ જાહેર, જવાબદારો સામે કડક કાર્યવાહી
જેટકોની વિદ્યુત સહાયકની પરીક્ષાનો મુદ્દો વિવાદ વચ્ચે જેટકોને નવી તારીખ જાહેર કરી રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષા જાહેર 28 અને 29 ડિસેમ્બરના રોજ ફરી પરીક્ષા લેવાશે પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ ફરીથી હાથ ધરાશે 7 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં લેખિત પરીક્ષા તમામ...
Advertisement
જેટકોની વિદ્યુત સહાયકની પરીક્ષાનો મુદ્દો
વિવાદ વચ્ચે જેટકોને નવી તારીખ જાહેર કરી
રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષા જાહેર
28 અને 29 ડિસેમ્બરના રોજ ફરી પરીક્ષા લેવાશે
પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ ફરીથી હાથ ધરાશે
7 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં લેખિત પરીક્ષા
તમામ ઉમેદવારોને કોલ લેટર ઈશ્યુ કરાયા
જેટકોની ભૂલના કારણે 1224 જગ્યા માટે લેવાનારી વિદ્યુત સહાયકની પરિક્ષા રદ થતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે વડોદરામાં એકત્ર થયેલા હજારો ઉમેદવારોએ છેલ્લી ઘડીએ રદ થયેલી પરીક્ષા બાબતે ભારે રોષ પ્રગટ કર્યો હતો. બીજી તરફ ભારે વિવાદ વચ્ચે જેટકોએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાઇ છે.
આજે વડોદરામાં ભારે હોબાળો પણ મચાવ્યો
નવેમ્બર 2022માં પોલ ટેસ્ટ લેવાયો હતો અન 9 સપ્ટેમ્બર 2023માં લેખીત પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષાના આધારે 1224 ઉમેદવારોની મેરીટ યાદી જાહેર કરાઇ હતી અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન તથા મેડકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 5 દિવસમાં ઓર્ડર આપવાની ઉમેદવારોને બાંહેધરી અપાઇ હતી પણ લાંબા સમય સુધી ઓર્ડર ના મળતાં ઉમેદવારોએ જેટકો કચેરીએ રજૂઆત કરતાં માત્ર વાયદો મળ્યો હતો. આખરે 19 ડિસેમ્બરે એકાએક જેટકોએ ઝટકો આપ્યો અને કહ્યું કે વિધ્યુત સહાયકની 3 ઝોનની પરીક્ષા રદ કરવામાં આવી છે. જેથી ભારે વિવાદ થયો હતો અને આજે વડોદરામાં ભારે હોબાળો પણ મચાવ્યો હતો.
એક વર્ષે જેટકોને ખબર પડી કે પોલ ટેસ્ટમાં ખામી હતી
ભરતી અંગે સવાલ પણ હજું ઉભા છે કે એક વર્ષે જેટકોને ખબર પડી કે પોલ ટેસ્ટમાં ખામી હતી. જીવીયુએનએલ અને જેટકોની માર્ગદર્શિકાનું પાલન ના થયું હોવાનું કારણ આપી પરીક્ષા રદ કરાઇ હતી પણ પોલ ટેસ્ટમાં ક્યાં ખામી હતી તે વિશે અને ક્યાં ગેરરિરીતી થઇ તે અંગે સ્પષ્ટતા કરાઇ ન હતી. સામાન્ય રીતે પોલ ટેસ્ટ વખતે વિડીયો રેકોર્ડીંગ કરાય છે તો હવે સવાલ ઉભો થાય છે કે સંભવિત રીતે ગેરરિતી કરનારાઓ સામે કડક કાર્યવાહી ક્યારે કરાશે.
પરીક્ષાની નવી તારીખ જાહેર
બીજી તરફ વિવાદ વચ્ચે પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઇ છે જેમાં રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષા જાહેર થઇ છે. 28 અને 29 ડિસેમ્બરના રોજ ફરી પરીક્ષા લેવાશે અને પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ ફરીથી હાથ ધરાશે. 7 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં લેખિત પરીક્ષા યોજાશે અને આ માટે તમામ ઉમેદવારોને કોલ લેટર ઈશ્યુ કરાયા છે.
જેટકોમાંથી HR ની બદલી
આ સાથે સરકાર પણ એક્શનમાં આવી છે અને જેટકોમાંથી HR ની બદલી કરી દેવાઈ છે. જેટકોના મેનેજર, HR સહિત અન્ય 5 કર્મચારીને નોટીસ અપાઇ છે. HR સહિત 6 કર્મચારીઓને નોટિસ આપીને ખુલાસો મંગાયો છે.