Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GETCO : જેટકો ભરતી વિવાદમાં કાર્યવાહી, વધુ એક અધિકારીની બદલી અને 12 અધિકારીઓને નોટિસ

વડોદરામાં બીજા દિવસે જેટકો ઓફિસ બહાર ધરણા યથાવત રહેતાં જોવા મળ્યા છે. જેમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરી દેવાના જેટકોના નિર્ણય બાદ આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે, ત્યારે તેમના વતી વિદ્યાર્થી...
getco   જેટકો ભરતી વિવાદમાં કાર્યવાહી  વધુ એક અધિકારીની બદલી અને 12 અધિકારીઓને નોટિસ

વડોદરામાં બીજા દિવસે જેટકો ઓફિસ બહાર ધરણા યથાવત રહેતાં જોવા મળ્યા છે. જેમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરી દેવાના જેટકોના નિર્ણય બાદ આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે, ત્યારે તેમના વતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જેટકો ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ઉમેદવારો આખી રાત ઓફિસની બહાર બેસી રહ્યા હતા. તો ઠંડીથી રક્ષણ મેળવવા યુવરાજસિંહે ઉમેદવારોને ચાદર આપી હતી.

Advertisement

તમને જણાવી દઈએ કે, જેટકો ( GETCO ) ના HR વિભાગના અધિકારીની બદલી જીસેકમાં કરાઈ છે. આ સાથે 12 અધિકારીઓ અને ઈજનેરોને શો કોઝ નોટિસ અપાઈ. નોંધનિય છે કે, જેટકો ( GETCO )ના અધિકારીઓ, ઈજનેરોની ભૂલના કારણે ઉમેદવારોને ભોગવવું પડ્યું છે. આ પહેલા જેટકો ( GETCO )એ વિદ્યુતસહાયક ભરતી રદ્દ કરી દેતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીનેતા યુવરાજસિંહે કહ્યું કે, ઉમેદવારો એ આખી રાત રોડ પર વિતાવી છે, અધિકારીઓના દીકરા કે દીકરીઓ કે અધિકારી એક રાત રોડ પર સૂઈને બતાવે તો માનું. તેઓ એક પણ રાત આમ રસ્તા પર સુઈ જ ના શકે. અમેતમામ મોરચે લડવા તૈયાર છીએ. આજે અમને એમડી મળવા જ જોઈએ જો તેઓ અમને નહીં મળે તો અમે તેમના ઘરની બહાર જ ધરણા- પ્રદર્શન કરીશું. અમારી માંગ પૂરી નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન કરીશું.

Advertisement

શું છે ઘટના

જેટકોની પરીક્ષામાં થયેલી ગેરરિતીના કારણે આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 7 જાન્યુઆરીએ અમદાવાદમાં લેવાશે. રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે તો 28 અને 29 ડિસેમ્બરે પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ લેવાશે. ઉલ્લેખનિય છે કે, પરીક્ષામાં થયેલી ગેરરિતી અને તેના વિરોધ બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ambaji: યુકે સેવા સંસ્થા દ્વારા અંબાજીમાં અનોખી મુહિમ હાથ ધરવામાં આવી

Advertisement

Tags :
Advertisement

.