Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુર્લભ...ઐતિહાસિક... Foreign Mediaએ કેમ કહ્યું આવું..?

foreign media : લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનની જીત બાદ નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. જો કે ભાજપ ચૂંટણીમાં બહુમતી મેળવી શક્યું નથી, જેના કારણે તેણે એનડીએ ગઠબંધન ભાગીદારો પર નિર્ભર રહેવું પડશે. વિદેશી મીડિયા...
દુર્લભ   ઐતિહાસિક    foreign mediaએ કેમ કહ્યું આવું

foreign media : લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનની જીત બાદ નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. જો કે ભાજપ ચૂંટણીમાં બહુમતી મેળવી શક્યું નથી, જેના કારણે તેણે એનડીએ ગઠબંધન ભાગીદારો પર નિર્ભર રહેવું પડશે. વિદેશી મીડિયા ( foreign media) એ પણ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા બદલ પ્રતિક્રિયા આપી છે. વિશ્વનું મીડિયા તેને એક દુર્લભ ક્ષણ ગણાવી રહ્યું છે. શપથ ગ્રહણ સમારોહ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના લૉનમાં યોજાયો હતો, જેમાં ભારતના ઘણા પડોશી દેશોના નેતાઓએ હાજરી આપી હતી. જેમાં ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ પણ ભાગ લીધો હતો.

Advertisement

હવે સરકાર ચલાવવા માટે રાજદ્વારી કૌશલ્ય શીખવું પડશે

વિદેશી સમાચાર માધ્યમોએ આ સમારોહને દુર્લભ તક ગણાવતા અહેવાલમાં લખ્યું છે કે, 'મોદી આઝાદી પછી ભારતના પહેલા નેતા છે જેઓ જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત પીએમ બન્યા છે, તેમની પાર્ટી બીજેપીને ચૂંટણીમાં 63 સીટો ગુમાવવી પડી છે, પીએમ મોદીએ હવે સરકાર ચલાવવા માટે રાજદ્વારી કૌશલ્ય શીખવું પડશે, રાજકીય રીતે વિવાદાસ્પદ સુધારાની યોજનાઓ ધીમી કરવી પડશે અને ભાજપના હિંદુ રાષ્ટ્રવાદી લક્ષ્યોને પાર પાડવું પડશે, એમ વિશ્લેષકોને ટાંકીને જણાવ્યું હતું.

પાકિસ્તાની મીડિયાએ શું કહ્યું?

પીએમ મોદીના શપથ ગ્રહણની ચર્ચા પાકિસ્તાની મીડિયામાં પણ થઈ હતી. પાકિસ્તાનના જિયો ન્યૂઝે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, 'નરેન્દ્ર મોદી રવિવારે રેકોર્ડ ત્રીજી વખત પીએમ બન્યા છે. તેઓ ગઠબંધન સાથે સત્તામાં આવ્યા છે જે તેમની ક્ષમતાની કસોટી કરશે. મોદી, જેમણે ભાજપના વૈચારિક પિતૃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માટે પ્રચારક તરીકે શરૂઆત કરી હતી, તે જવાહરલાલ નેહરુ પછી વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત સેવા આપનારા બીજા વ્યક્તિ છે.'

Advertisement

ગઠબંધન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી

પાકિસ્તાની અખબાર ડોને તેના અહેવાલમાં લખ્યું છે કે, 'ચૂંટણીમાં ચોંકાવનારા આંચકા બાદ નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજા કાર્યકાળ માટે ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ગઠબંધન સરકારમાં નીતિની નિશ્ચિતતા સુનિશ્ચિત કરવાની તેમની ક્ષમતાની કસોટી કરવામાં આવશે.

એબીસી ન્યૂઝે લખ્યું

યુએસના એબીસી ન્યૂઝે લખ્યું, ' હિન્દુ રાષ્ટ્રવાદી ભાજપે 2014 અને 2019માં ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. તે તાજેતરની રાષ્ટ્રીય ચૂંટણીમાં પોતાના દમ પર બહુમતી જીતવામાં નિષ્ફળ રહ્યુ છે. આ પહેલીવાર છે જ્યારે મોદીના નેતૃત્વમાં ભાજપને સંસદમાં બહુમતી માટે તેના પ્રાદેશિક સહયોગીઓના સમર્થનની જરૂર પડી છે.

Advertisement

અલ જઝીરાએ શું લખ્યું

અલ જઝીરાએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, 'ભારતની આર્થિક અસમાનતા ન વધે તે માટે મોદી પર પણ દબાણ છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. પરંતુ સ્થાનિક સ્તરે પર્યાપ્ત નોકરીઓનો અભાવ, મોંઘવારી, ઓછી આવક અને ધાર્મિક ખામીના કારણે મતદારોએ તેમને રોકવા માટે પ્રેર્યા.

આ પણ વાંચો----- Modi Government 3.0માં ટોચના ચાર મંત્રી કોણ ?

આ પણ વાંચો---- શપથ લેતાં જ મોદી સરકાર એક્શનમાં, લીધો નવો આ નિર્ણય…

Tags :
Advertisement

.