Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરખેજ ભારતી આશ્રમ વિવાદ મુદ્દે હરિહરાનંદે જાહેર કરી નોટિસ

મહામંડલેશ્વર હરિહરાનંદ દ્વારા જાહેર કરી નોટિસ લેવડ-દેવડ માટે સંસ્થાની જવાબદારી રહેશે નહીં હવે તમામ આશ્રમનો વહીવટ હું જ કરીશ Bharti ashram sarkhej : અમદાવાદના સરખેજ સ્થિત આવેલા ભારતી આશ્રમની જમીન પચાવી પાડવા મુદ્દે ગુરુ હરિહરાનંદ અને શિષ્ય ઋષિ ભારતી...
સરખેજ ભારતી આશ્રમ વિવાદ મુદ્દે હરિહરાનંદે જાહેર કરી નોટિસ
  • મહામંડલેશ્વર હરિહરાનંદ દ્વારા જાહેર કરી નોટિસ

  • લેવડ-દેવડ માટે સંસ્થાની જવાબદારી રહેશે નહીં

  • હવે તમામ આશ્રમનો વહીવટ હું જ કરીશ

Bharti ashram sarkhej : અમદાવાદના સરખેજ સ્થિત આવેલા ભારતી આશ્રમની જમીન પચાવી પાડવા મુદ્દે ગુરુ હરિહરાનંદ અને શિષ્ય ઋષિ ભારતી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે આશ્રમની ગાદી સંભાળી લીધી હતી. આ પહેલાં મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજના ભારતી આશ્રમ પર સંચાલનને લઇને વિવાદ ચાલી રહ્યો છે.

Advertisement

લેવડ-દેવડ માટે સંસ્થાની જવાબદારી રહેશે નહીં

ભારતી આશ્રમના ગાદીપતિ સ્વામી હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિભારતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની આશ્રમો તેમજ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેની વચ્ચે આજે ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના જગદગુરુ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદજીએ તેમના શિષ્ય ઋષિભારતી અને વિશ્વેશ્વરી ભારતીને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કર્યાં છે. મહંત હરિહરાનંદ ભારતી મહારાજે રવજી ભગત ઉર્ફે ઋષિભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીને શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. રવજી ભગત તથા વિલાસબેનને ગુરુ શિષ્ય પરંપરામાંથી મુક્ત પણ કરી દેવાની નોટિસ જાહેર નોટિસ આપવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, તેની સાથે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ માટે સંસ્થાની જવાબદારી રહેશે નહીં.

Advertisement

હવે તમામ આશ્રમનો વહીવટ હું જ કરીશ

હરિહરાનંદ બાપુએ જણાવ્યું કે, તમામ ટ્રસ્ટ મંડળે મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યો છે જેથી હવે તમામ આશ્રમનો વહીવટ હું જ કરીશ. સાથે જ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરેલા ઠરાવને પણ ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બાકી રહેલા ચાતુર્માસ દરમિયાન હું અહીંયા જ અનુષ્ઠાન કરવાનો છું. સરખેજ ભારતીય આશ્રમનો વહીવટ હવે મારા દ્વારા જ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: VADODARA : પૂરમાં પોતાના પરિવારોની ચિંતા છોડી અધિકારીઓએ કરી રાહત-બચાવની કામગીરી

Tags :
Advertisement

.