Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharti Ashram Vivad : કીર્તિ પટેલનાં આરોપો બાદ વિશ્વેશ્વરી ભારતી માતાજીએ રડતા-રડતા કરી સ્પષ્ટતા, ઋષિભારતી બાપુએ પણ કહી આ વાત

અમદાવાદના ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ મારા પર જે આક્ષેપો થયા બાદ મને ખૂબ દુઃખ થયુંઃ વિશ્વેશ્વરી ભારતી માતાજી કીર્તિ પટેલને લઈને ઋષિભારતી બાપુએ આપ્યો જવાબ હજુ એનો કેસ પેન્ડિંગ છે પોલીસ ફરિયાદ થઈ છે: ઋષિભારતી બાપુ Bharti Ashram Vivad...
bharti ashram vivad   કીર્તિ પટેલનાં આરોપો બાદ વિશ્વેશ્વરી ભારતી માતાજીએ રડતા રડતા કરી સ્પષ્ટતા  ઋષિભારતી બાપુએ પણ કહી આ વાત
  1. અમદાવાદના ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ
  2. મારા પર જે આક્ષેપો થયા બાદ મને ખૂબ દુઃખ થયુંઃ વિશ્વેશ્વરી ભારતી માતાજી
  3. કીર્તિ પટેલને લઈને ઋષિભારતી બાપુએ આપ્યો જવાબ
  4. હજુ એનો કેસ પેન્ડિંગ છે પોલીસ ફરિયાદ થઈ છે: ઋષિભારતી બાપુ

Bharti Ashram Vivad : અમદાવાદનાં સરખેજ (Sarkhej) વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે અમદાવાદનાં સનાથલ (Sanathal) ખાતે આવેલા લંબે નારાયણ આશ્રમ (Lambe Narayan Ashram) ખાતે સંતોની બેઠક મળવાની છે. આ બેઠકમાં અમદાવાદથી બહાર ગયેલા ઋષિ ભારતી બાપુ પણ હાજર રહેશે. ઉપરાંત, આ બેઠકમાં ગુજરાતનાં તમામ સંગઠનનાં પ્રમુખો અને હોદ્દેદાર ભેગા થશે. આજની આ બેઠકમાં કેટલાક મહત્ત્વનાં નિર્ણય થઇ શકે છે. આ બેઠકને લઈ લંબે નારાયણ આશ્રમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે, બેઠક પહેલા વિશ્વેશ્વરી ભારતી માતાજી (Visveswari Bharati Mataji) અને ઋષિભારતી બાપુએ (Rishi Bharti Bapu) મીડિયા સાથે વાત કરી હતી અને તેમના પર થયેલા આરોપોને ફગાવ્યા હતા.

Advertisement

મારા પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે : વિશ્વેશ્વરી ભારતી માતાજી

વિશ્વેશ્વરી ભારતી માતાજી મીડિયા સાથે વાતચીત દરમિયાન ભાવુક થયા હતા. તેમણે રડતા રડતા કહ્યું કે, મારા પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા અને વાયાવિહોણા છે. તેમણે કહ્યું કે, મારા પર જે આક્ષેપો થયા તે બાદ મને ખૂબ દુઃખ થયું છે. હું તમામ આશ્રમમાં રહેવા માટે હકદાર છું. આ આશ્રમમાં બાપુ મને બેસાડીને ગયા છે. આ સાથે તેમણે ઋષિભારતી બાપુને બદનામ કરાતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, હરિહરાનંદજી મારા ગુરૂ સમાન છે. વિશ્વેશ્વરી ભારતી માતાજીએ કહ્યું કે, એક સાધ્વી પર આવા આક્ષેપ ન કરવા જોઈએ.

Advertisement

'આવા પ્રશ્નો ઊઠે તો મારું ચીરહરણ થતું હોય એમ લાગે છે'

ઉપરાંત, વિશ્વેશ્વરી ભારતી માતાજી એ (Visveswari Bharati Mataji) અમદાવાદનાં ભારતી આશ્રમમાં (Bharti Ashram Vivad) રૂમમાંથી મળેલો દીકરીનો ફોટો તેમની ન હોવાનો ખુલાસો કર્યો અને દાવો કર્યો કે આ તેમના સગા ભાઈની દીકરી છે. તેમણે કહ્યું કે, દીકરીનાં માતા-પિતા નથી. નિરાધાર બાળકીને મે અપનાવી છે. આ બધું થયું તે ખોટું થયું છે. ઋષિ ભારતી બાપુ એ મારા પિતા સમાન છે. વસ્ત્રો અંગે સવાલ પૂછતા તેમણે કહ્યું કે, હું એક મહિલા છું, મહિલા તરીકે મારે જે કપડાં પહેરવા પડે એ હું પહેરું છું. આવા પ્રશ્નો ઊઠે તો મારું ચીરહરણ થતું હોય એમ લાગે છે. આશ્રમની મિલકત અંગે વિશ્વેશ્વરી ભારતી માતાજીએ જણાવ્યું કે, આ મામલે કાયદાકીય લડત ચાલુ છે. મારા પર લાગેલા આક્ષેપોથી હું વિચલિત થઇ ગઈ હતી, જેથી હવે હિંમત ભેગી કરી તમારી સમક્ષ આવી છું. મિલકતનો વિવાદ અલગ બાબત છે અને મારા પર લાગેલા આક્ષેપો અલગ બાબત છે. મે મારો પક્ષ રજૂ કર્યો, મારી ભાવના રજૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો - Kirti Patelના વીડિયો બાદ સંતો અને સંપત્તિનો વિવાદ હવે Bedroom સુધી પહોંચ્યો!

આ વિવાદ જમીનનો વિવાદ નથી, અસ્તિત્વનો વિવાદ છે : ઋષિભારતી બાપુ

બીજી તરફ ઋષિભારતી બાપુએ (Rishi Bharti Bapu) પણ મીડિયાને જણાવ્યું કે, વર્ષ 2008 થી 2021 સુધી ભારતી બાપુની રાત-દિવસ મેં સેવા કરી છે એ બધા જાણે છે. આ વિવાદ જમીનનો વિવાદ નથી, અસ્તિત્વનો વિવાદ છે. જે લોકોએ આરોપ લગાવ્યા છે. તેમને હું જવાબ આપતો રહ્યો છે અને આજે પણ મીડિયાનાં માધ્યમથી જવાબ આપી રહ્યો છું. જે આક્ષેપો થઈ રહ્યા છે, તેની સ્પષ્ટતા કરવા માટે બેઠક કરવામાં આવી રહી છે. ઋષિભારતી બાપુએ આગળ કહ્યું કે, મીડિયાનાં માધ્યમથી હરિહરાનંદ બાપુને મારો સીધો સવાલ છે કે, બાપુ બ્રહ્મલીન થયા ત્યારે જુનાગઢ આશ્રમનો (Junagadh Ashram) વિવાદ કેમ ઊભો નથી થતો ? સરખેજની જગ્યાએ લઈને જ કેમ વિવાદાસ્પદ વાતાવરણ ઊભુ કરવામાં આવી રહ્યું છે. લંબે નારાયણ આશ્રમમાં આસપાસનાં ગામનાં વિવિધ સમાજનાં લોકોએ લોહી રેડ્યું છે. બાપુએ કહ્યું કે, આ આશ્રમની તમામ કાયદાકીય બાબતો ક્લિયર છે.

આ પણ વાંચો - Rajkot : આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપી પરેશ રાદડિયાનાં આગોતરા જામીન ફગાવાયા, ધરપકડને લઈ અનેક સવાલ

કીર્તિ પટેલનાં આરોપોને લઈ કહી આ વાત

ઋષિભારતી બાપુએ આગળ જણાવ્યું કે, આ આશ્રમના તમામ દસ્તાવેજ ક્લિયર (Bharti Ashram Vivad) છે છતાં, આ મામલે વારંવાર તેઓ કેમ સ્ટેન્ડ બદલી રહ્યા છે ? આશ્રમની જમીન મામલે અમુક સમાજનાં લોકોને આગળ વધારવાની આ સંકુચિત માનસિકતા છે. તેઓ સંકુચિતતામાંથી બહાર આવે એ જરૂરી છે. તમામ સાથે એક સરખી રીતે વ્યવહાર કરવામાં આવવો જોઈએ. હું મિકલત માટે સાધુ નથી બન્યો. આ સાથે બાપુએ કહ્યું કે, સૌ ભક્તોની માંગ છે કે આ વિવાદ શાંત થાય. કીર્તિ પટેલનાં (Kirti Patel) આરોપો અંગે ઋષિભારતી બાપુએ કહ્યું કે, રૂમ માતાજીનો હતો તેવી તેમણે સ્પષ્ટતા કરી છે. બાપુએ કહ્યું કે, હજુ એનો કેસ પેન્ડિંગ છે પોલીસ ફરિયાદ થઈ છે. તડીપાર હોવા છતાં કેવી રીતે આશ્રમમાં આવે તે સવાલ છે. બાપુએ કહ્યું કે, જેવું કર્મ કરો તેવું ફળ વ્યક્તિને ભોગવવું પડે છે.

આ પણ વાંચો - Surat : ઘરે મોબાઇલ ચાર્જમાં મૂકીને પરિવાર બહાર જમવા ગયો અને પછી બની મોટી દુર્ઘટના

Tags :
Advertisement

.