Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RMC : " 9 ક્ષતિઓ હોવાનું અમે તો પહેલાં જ કહી દીધું હતું..."

RMC: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ જે ઓફિડેવીટ રજૂ કરી છે તેમાં જણાવાયું છે કે મહાનગરપાલિકા દ્વારા ગત 9 મેના રોજ 3 અરજદારોને પત્ર લખીને 9 જેટલી ક્ષતિઓ હોવાનું જણાવાયું...
rmc     9 ક્ષતિઓ હોવાનું અમે તો પહેલાં જ કહી દીધું હતું

RMC: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ જે ઓફિડેવીટ રજૂ કરી છે તેમાં જણાવાયું છે કે મહાનગરપાલિકા દ્વારા ગત 9 મેના રોજ 3 અરજદારોને પત્ર લખીને 9 જેટલી ક્ષતિઓ હોવાનું જણાવાયું હતું.

Advertisement

હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાનો ઉધડો લીધો હતો

રાજકોટ અગ્નિકાંડ બાબતે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લઇને તત્કાળ સુનાવણી રાખી હતી અને રાજ્યની મહાનગરપાલિકાઓને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. સોમવારે યોજાયેલી સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાનો ઉધડો લીધો હતો અને પાલિકા કમિશ્નરને પણ જવાબદાર ગણ્યા હતા.

જૂન - જુલાઈ 2021માં રાજકોટ સિટી પોલીસે મંજૂરી આપ્યાનો સ્વીકાર

જો કે હાઇકોર્ટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકાએ જે એફિડેવિટ રજૂ કરી છે તેમાં તેણે હાથ અદ્ધર કરી દીધા હોવાનું જણાઇ આવે છે. 10 પેઇજની આ એફિડેવીટમાં મનપાએ જૂન - જુલાઈ 2021માં રાજકોટ સિટી પોલીસે મંજૂરી આપ્યાનો સ્વીકાર કર્યો છે અને જણાવ્યું છે કે 22 એપ્રિલ 2024 ના GRUDA 2022 હેઠળ ગેમ ઝોન રેગ્યુલરાઈઝેશન માટે 3 માલિકોએ સ્ક્રુટીની ફી રૂ.100 ભરી હતી તથા 4 મે 2024 ના GRUDA અંડરની અરજી RMCમાં ઇન્વર્ડ કરાઈ હતી.

Advertisement

9 મે 2024 ના RMCએ પત્ર લખી અરજદારોને 9 જેટલી બાબતોનું પાલન કરવાની માંગ કરાઇ હતી

એફિડેવીટમાં જણાવાયું છે કે 9 મે 2024 ના RMCએ પત્ર લખી અરજદારોને 9 જેટલી બાબતોનું પાલન કરવાની માંગ કરાઇ હતી પરંતુ અરજદારોએ 9 બાબતો અંગે દુર્ઘટના સુધી કોઈ જવાબ રજૂ ન કર્યો ન હતો.

મહાનગરપાલિકાએ જે 9 બાબતો અંગે અરજદારોને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું તે 9 ક્ષતિઓ આ મુજબ છે.

Advertisement

9 ક્ષતિઓ

1 - GRUDA નિયમ મુજબ પ્લાન રજૂ કરેલ નથી
2 - કી પ્લાન / ડ્રોઇંગમાં જરૂરી સુધારા કરવા
3 - માલિકી/જમીન બાબતે પુરાવા આધારો રજૂ નથી કરેલા
4 - 1/10/2022 પહેલા બાંધકામ હૈયાત હોવા બાબતે આધાર રજૂ નથી કરેલા
5 - ડ્રોઈંગમાં એરિયા ટેબલમાં જરૂરી સુધારા કરવી, FSIની ગણતરી દર્શાવો
6 - ચાલુ વર્ષનો ભરપાઈ કરેલ મકાનવેરાની નકલ નથી
7 - જરૂરી બાહેંધરી પત્રક સ્ટેમ્પ પેપર સાથે રજૂ કરો
8 - ફાયર NOC રજૂ કરો
9 - સ્ટ્રક્ચર સ્ટેબીલીટી સર્ટિફિકેટ રજૂ કરવી

આ પણ વાંચો------ Ahmedabad Police : શહેરના 6 ગેમઝોન પોલીસની મંજૂરી વગર જ ધમધમતા હતા

આ પણ વાંચો---- Rajkot: લ્યો બોલો…TRP ગેમ ઝોન રાજકોટ મનપાના ચોપડે પાર્ટી પ્લોટ!

Tags :
Advertisement

.