ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot Game Zone Tragedy : CM ભુપેન્દ્ર પટેલે કર્યું SIT નું ગઠન, સહાયની જાહેરત પણ કરી...

રાજકોટ (Rajkot)માં ગેમઝોનમાં વિકરાળ આગ (Game Zone Tragedy) લાગવાની ઘટના ઘટી છે. આગના લીધે ગેમઝોનમાં માસૂમ બાળકો ફસાયા હતા. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ (Game Zone Tragedy) લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 25 લોકોના મોત થયા છે....
09:52 PM May 25, 2024 IST | Dhruv Parmar

રાજકોટ (Rajkot)માં ગેમઝોનમાં વિકરાળ આગ (Game Zone Tragedy) લાગવાની ઘટના ઘટી છે. આગના લીધે ગેમઝોનમાં માસૂમ બાળકો ફસાયા હતા. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ (Game Zone Tragedy) લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 25 લોકોના મોત થયા છે. રાજકોટ (Rajkot)માં આગની દુર્ઘટના (Game Zone Tragedy) હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં CM ભુપેન્દ્ર પટેલે પોતાની સંવેદનના વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે, જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજકોટ (Rajkot) ગેમઝોન આગ દુર્ઘટના (Game Zone Tragedy)માં સરકારે કરી SIT ની રચના કરી છે.

પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય...

મુખ્યમંત્રીએ ટ્વીટ કરી વધુમાં કહ્યું છે કે, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

વધુ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરો...

આજરોજ ગેમઝોન ફાયર દુર્ઘટના સંદર્ભે પુછપરછ માટે સિવિલ હોસ્પિટલ આવતા લોકોને કોઈ પણ માહિતીની જરૂર હોઈ તો નીચે મુજબ પોલીસ અધિકારીઓને સંપર્ક કરવા વિનંતી છે.

કોન્ટેક્ટ નંબર

917698983267 (ઝણકટ, PI)
919978913796 (વીજી પટેલ, SP)

સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ SITની રચના...

આઈપીએસ સુભાષ ત્રિવેદી અને અમદાવાદના ફાયર ઓફિસર તથા અન્ય બે અધિકારીઓનો એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. આ તમામ અધિકારીઓ રાજકોટની મુલાકાતે જશે.

તમામ 8 MC નીચે મુજબના અધિકારીઓની કમિટી બનાવવાના નિર્દેશ આપ્યા છે...

ટીમે આવતીકાલે તમારા શહેરમાં ગેમિંગ ઝોનની તપાસ કરવી જરૂરી છે...

સળગતા સવાલ…

શહેરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ...

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ અને કુલિંગ ઓપરેશન હાથ ધર્યા બાદ મૃત્યુઆંકની સચોટ માહિતી મળી શકશે. તેમણે કહ્યું કે અમે આગના કારણની પણ તપાસ કરીશું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલે રાહત કાર્યના આદેશ આપ્યા છે...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રાજકોટ (Rajkot)માં ગેમ ઝોનમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે સૂચનાઓ આપવામાં આવી છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot દુર્ઘટના બાદ સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના તમામ Game Zone બંધ કરવા આદેશ…

આ પણ વાંચો : Rajkot Game Zone Tragedy : ગેમઝોનના સંચાલકની અટકાયત

આ પણ વાંચો : Rajkot Game Zone Tragedy: રાજકોટમાં ભડકે બળ્યા 25 બાળકો, રસ્તા પર પરિવારજનોનું હૈયાફાટ રૂદન

Tags :
CM Bhupendra Patelfire at gaming zone in Rajkotfire broke out in TRP game zonegaming zone fireGujaratGujarat NewsRajkot fileRajkot fireRajkot fire broke outRajkot NewsSIT
Next Article