Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot Bandh: ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે આજે રાજકોટ બંધનું એલાન

Rajkot Bandh : રાજકોટ TRP અગ્નિકાંડને આજે એક મહિનો પૂરો થયો છે. આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધ (Rajkot Bandh) નું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે સવારથી જ કોંગ્રેસના નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જઇ રહ્યા છે. જે દુકાન ખુલ્લી...
09:33 AM Jun 25, 2024 IST | Vipul Pandya
RAJKOT BANDH

Rajkot Bandh : રાજકોટ TRP અગ્નિકાંડને આજે એક મહિનો પૂરો થયો છે. આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધ (Rajkot Bandh) નું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે સવારથી જ કોંગ્રેસના નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જઇ રહ્યા છે. જે દુકાન ખુલ્લી હોય તે દુકાનને બંધ કરવા માટે વિનંતી કરી રહ્યા છે તો NSUI દ્વારા શાળાઓ બંધ કરાવવાનો પ્રયાસ કરાયો છે. બંધના એલાનના પગેલ રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કાર્યકરોએ હાથ જોડી વિનંતી કરી વેપારીઓને બંધમાં જોડવવા અપીલ કરી

કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ મુદ્દે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેની અસર સવારથી જ જોવા મળી રહી છે. બંધના એલાનમાં વેપારી સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. એલાનના પગલે પ્રદેશ કોંગ્રેસના તમામ મોટા નેતાઓ રાજકોટમાં પહોંચ્યા છે. નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જઇને જો કોઇ દુકાન ખુલ્લી હોય તો બંધ કરવા માટે વિનંતી કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ યાજ્ઞિક રોડની દુકાનો બંધ કરાવી હતી. કાર્યકરોએ હાથ જોડી વિનંતી કરી વેપારીઓને બંધમાં જોડવવા અપીલ કરી હતી.

NSUIના કાર્યકરો શાળાઓ પર પહોંચી રહ્યા છે

બીજી તરફ રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓ ખુલ્લી હોવાથી NSUIના કાર્યકરો શાળાઓ પર પહોંચી રહ્યા છે અને સંચાલકોને મળીને શાળાને બંધ કરાવવા વિનંતી કરી રહ્યા છે.

શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

બીજી તરફ બંધના પગલે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ કમિશનરે સતત પેટ્રોલીંગ કરવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. પોલીસે કહ્યું છે કે જબરદસ્તી બંધ કરાવવા સામે કાર્યવાહી થશે.

દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી

આ સમયે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ રાજનીતિ નહીં પણ માનવતાના સાથનો સમય છે. કોંગ્રેસે આ તબક્કે
પીડિતોને વધુ વળતર ચૂકવવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

અત્યાર સુધી કુલ 15 આરોપીઓની ધરપકડ કરાઈ

રાજકોટ TRP અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે જેમાં એક મહિનામાં 3 જેટલી SIT તપાસ માટે રચાઈ છે. આ એક મહિનામાં એક IAS, 4 IPSને હટાવાયા છે તો 2 PI સહિત 7 અધિકારી સસ્પેન્ડ કરાયા છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી કુલ 15 આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં ગેમઝોનની જગ્યાના માલિકનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો---- Rajkot : પીડિતાએ વર્ણવી હચમચાવે એવી આપવીતી! સ્વામી પર લગાવ્યા ગંભીર આરોપ

Tags :
Gujarat CongressGujarat FirstMarketNSUIRAJKOTRajkot bandhrajkot policeRajkot TRP Gamezone fire incidentSchoolshopsSIT
Next Article