Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Shaktisinh: "રાહુલ ગાંધી રાજકોટ આવવા....."

Shaktisinh Gohil : રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આવતીકાલે 25 જૂને ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) કહ્યું કે માત્ર સાગઠીયાને પકડવાથી કાંઇ નહી થાય પણ તેના બોસને...
12:17 PM Jun 24, 2024 IST | Vipul Pandya
Rajkot bandh announced by Gujarat Congress

Shaktisinh Gohil : રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આવતીકાલે 25 જૂને ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) કહ્યું કે માત્ર સાગઠીયાને પકડવાથી કાંઇ નહી થાય પણ તેના બોસને પકડો.

લોકોને બંધમાં જોડાવા માટે અમે અપીલ કરીએ છીએ

આવતીકાલે 25 તારીખે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે બંધના એલાન પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજકોટમાં પ્રેસ કોન્ફન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં પરેશ ધાનાણી, વિધાનસભાના ઉપનેતા શૈલેશભાઈ પરમાર, જીગ્નેશ મેવાણી, લાલજીભાઇ દેસાઈ, પાલ આંબલિયા, જાવેદ પિરજાદા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને મનીષ દોશી સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે આવતીકાલે વેપારીઓ સહિત તમામ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને બંધમાં જોડાવા માટે અમે અપીલ કરીએ છીએ.

દુકાન ચાલુ રાખે તો તેને વીડિયો ઉતારી વાયરલ કરજો

તેમણે કહ્યું કે જો કાલે કોઇ વેપારી પોતાની દુકાન ચાલુ રાખે તો તેને વીડિયો ઉતારી વાયરલ કરજો. આ વ્યક્તિમાં માનવતા નથી તેવું માનવું જોઇએ અને ત્યાંથી ખરીદી ના કરવી.

માત્ર સાગઠિયાને પકડવાથી કાંઇ નહીં થાય. તેના બોસને પકડો

શક્તિસિંહ ગોહિલેકહ્યું કે સમગ્ર પ્રકરણમાં માત્ર સાગઠિયાને પકડવાથી કાંઇ નહીં થાય. તેના બોસને પકડો. શક્તિસિહે SIT સામે સવાલો ઉભા કર્યા હતા. તેમણે કહ્યું કે SIT માત્ર નામની છે. સુરત, વડોદરા અને મોરબીકાંડમાં SIT કાંઇ કરી શકી નથી.

શક્તિસિંહે રાજકોટ પોલીસ સામે ગંભીર આરોપ લગાવ્યા

તેમણે એમ પણ કહ્યું કે કાલે અપાયેલા બંધના એલાનને અલગ અલગ વેપારી મંડળે સમર્થન જાહેર કર્યું છે. શક્તિસિંહે રાજકોટ પોલીસ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે એક બાજુ TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી અને બીજી બાજુ જુગારધામમાં કરોડો વહીવટ કરતી પોલીસ TRP ગેમ ઝોનની તપાસ કરી રહી છે. સાગઠિયા તો માત્ર મહોરું છે, તેની પાછળના મોટા માથાના નામો ક્યારે આવશે ત્યારે સાચી તપાસ કરી હોવાનું ગણવામાં આવશે.

રાહુલ ગાંધીએ રાજકોટ આવવા તૈયારી બતાવી

પરિવારજનોને માત્ર 4 લાખની સહાય કરવામાં આવી છે તેમ જણાવતાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ રાજકોટ આવવા તૈયારી બતાવી છે પણ અમે રાજકીય મુદ્દો બનાવવા માંગતા નથી એટલે ના પાડી છે. તેમણે કહ્યું કે ભુતકાળમાં મોટી દુર્ઘટના થાય તો મંત્રી રાજીનામું આપી દેતા હતા.

આ પણ વાંચો-----Rahul Gandhi Interacts: ગુજરાતના રાજકોટમાં 25 જૂનના રોજ કોંગ્રેસ પાર્ટીએ બંધનું એલાન કર્યું જાહેર

Tags :
GujaratGujarat CongressGujarat FirstRAJKOTRajkot bandhRajkot Bandh Announcementrajkot policeRajkot TRP Game Zone FireShaktisinh GohilSIT Investigation
Next Article