Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain in Gujarat : છેલ્લા 8 કલાકમાં 44 તાલુકામાં વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Rain in Gujarat : રાજ્યમાં છેલ્લા 8 કલાક દરમિયાન 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ (Gir Somnath), દ્વારકા, પોરબંદર (Porbandar), જૂનાગઢ, વલસાડ, રાજકોટ (Rajkot) સહિતના...
rain in gujarat   છેલ્લા 8 કલાકમાં 44 તાલુકામાં વરસાદ  હવામાન વિભાગે કરી આગાહી

Rain in Gujarat : રાજ્યમાં છેલ્લા 8 કલાક દરમિયાન 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ (Gir Somnath), દ્વારકા, પોરબંદર (Porbandar), જૂનાગઢ, વલસાડ, રાજકોટ (Rajkot) સહિતના જિલ્લાઓમાં મધ્યમથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

Advertisement

છેલ્લા 8 કલાક દરમિયાન 44 તાલુકામાં વરસાદ

પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા 8 કલાક દરમિયાન 44 તાલુકામાં વરસાદ (Rain in Gujarat) નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન ગીર સોમનાથનાં વેરાવળમાં (Veraval) 4 ઇંચ વરસાદ પડ્યો હોવાની મહિતી છે. જ્યારે જૂનાગઢના મેંદરડામાં અઢી ઇંચ, માળિયા-મિયાણામાં 2 ઇંચ વરસાદ થયો છે. સાથે તલાલા, જામજોધપુરમાં દોઢ ઇંચ વરસાદ થયો છે. વલસાડનાં (Valsad) ઉમરગામમાં 2 ઇંચ અને રાજકોટના ઉપલેટા (Upleta), કેશોદ, બગસરા અને ધોરાજીમાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. દ્વારકાની (Dwarka) વાત કરીએ તો ભારે વરસાદને પગલે અતિ પૌરાણિક એવા કકળાશ કુંડમાં નવા નીર આવ્યા છે. પૌરાણિક માન્યતાઓ મુજબ, આ કુંડમાં ભગવાન દ્વારકાધીશનાં (Lord Dwarkadhish) બાળ સ્વરૂપને જીલણા એકદશીનાં દિવસે પવિત્ર સ્નાન કરાવાય છે.

Advertisement

પોરબંદરનો ઘેડ પંથક ફરી બેટમાં ફેરવાયો, વલસાડમાં વરસાદી માહોલ

બીજી તરફ પોરબંદરનો (Porbandar) ઘેડ પંથક ફરી બેટમાં ફેરવાતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘેડ પંથકમાં ભાદર, ઓજત, મધુવંતી, મીણસાર સહિતની નદીઓનાં પાણી હાલ ખેતરો અને માર્ગ પર નદીનાં વેણની જેમ ફરી રહ્યા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. વલસાડ (Valsad) જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ થતાં વરસાદી પાણી ભરાયા છે. ઉમરગામનાં અકરા મારુતિ રોડ, સ્ટેશન રોડ અને ગાંધીવાડી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પરેશાન ભોગવવી પડી રહી છે. ઉપરાંત, વેરાવળ-તાલાલાને જોડતા સ્ટેટ હાઇવે પર પણ વરસાદી પાણી ભરાયા છે.

Advertisement

21 થી 23 જુલાઈ સુધીમાં અહીં વરસાદની આગાહી

હવામાન વિભાગે (Meteorological Department) પણ 21 થી 23 જુલાઈ 2024 સુધીમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ, ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો - અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય Gujarat આવશે મુશળધાર વરસાદ, અંબાલાલ પટેલે આપી આગાહી

આ પણ વાંચો - Rain in Gujarat : 174 જેટલા માર્ગ બંધ, 30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, 45 નું રેસ્ક્યુ કરાયું

આ પણ વાંચો - Dwarka: નાગેશ્વરમાં સર્જાયા સુંદર દ્રશ્યો, ખુદ મેઘરાજાએ શિવલિંગને કર્યો જળાભિષેક

Tags :
Advertisement

.