Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain in Gujarat : 174 જેટલા માર્ગ બંધ, 30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, 45 નું રેસ્ક્યુ કરાયું

Rain in Gujarat : રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં જડબેસલાક વરસાદ થતા સાંજે 6 વાગ્યાની સ્થિતિએ 174 જેટલા માર્ગ વાહન વ્યવહાર માટે...
rain in gujarat   174 જેટલા માર્ગ બંધ  30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો  45 નું રેસ્ક્યુ કરાયું

Rain in Gujarat : રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં જડબેસલાક વરસાદ થતા સાંજે 6 વાગ્યાની સ્થિતિએ 174 જેટલા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે, 30 ગામોમાં વીજ પુરવઠો (Power Supply) ખોરવાયો છે અને વરસાદને પગલે આજે રાજ્યમાં વધુ 45 લોકોનું રેસ્ક્યું (Rescue) કરવામાં આવ્યું છે.

Advertisement

174 જેટલા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયાં

રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર (Saurashtra), મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર મુશળધાર વરસાદ થયો છે, જેના કારણે માનવ વસ્તી ધરાવતા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માહિતી છે કે વરસાદના કારણે આજે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ રાજયભરમાં વિવિધ વિસ્તારોમાં 174 જેટલા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. 52 પંચાયત હસ્તકનાં અને 7 સ્ટેટ હાઇવે (State Highways) પર વાહનોની અવર-જવર બંધ કરવામાં આવી હતી. ઉપરાંત, 14 અન્ય રસ્તાઓ પર પણ વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. સૌથી વધુ જૂનાગઢ (Junagadh) જિલ્લામાં 70 માર્ગ બંધ કરાયા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લામાં 16 અને રાજકોટ (Rajkot) અને જામનગર જિલ્લામાં 6-6 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયાં હતા.

Advertisement

30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, 45 લોકોનું રેસ્ક્યું

બીજી તરફ વીજ પુરવઠાની વાત કરીએ તો વરસાદના કારણે આજે સાંજે 4 વાગ્યાની સ્થિતિએ 30 ગામોમાં વીજ પુરવઠો (Power Supply) ખોરવાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 19 ગામોમાં, પોરબંદર જિલ્લામાં 8 ગામોમાં અને જૂનાગઢ જિલ્લામાં 3 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જ્યારે સાંબેલાધાર વરસાદ થતાં કેટલાક ગામો અને વિસ્તાર ભેટમાં ફેરવાયાં હતા. રાજ્યભરમાં વિવિધ સ્થળે આજે વધુ 45 લોકોનું રેસ્ક્યું (Rescue) કરવામાં આવ્યું હતું. જ્યારે વરસાદના કારણે 483 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. પોરબંદર, દ્વારકા સહિત પ્રભાવિત જિલ્લામાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દ્વારકામાં અસરગ્રસ્તો માટે નગરપાલિકા દ્વારા ખાદ્ય કીટ તૈયાર કરવામાં આવી હતી. માહિતી મુજબ, 5 હજાર ફૂડ પેકેટ તૈયાર કરી અસરગ્રસ્તોને વિતરણ કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - સાવધાન રહેજો! આવી રહ્યું છે વધુ એક ભયંકર વાવાઝોડું

આ પણ વાંચો - Mumbai ભારે વરસાદના પાણીમાં ગરકાવ, તંત્ર એલર્ટ..

આ પણ વાંચો - Rain Alert : દેશના 12 રાજ્યોમાં બદલાશે Weather, ભારે વરસાદની ચેતવણી

Tags :
Advertisement

.