ED માં મારા પણ બાતમીદારો છે, ED નું સ્વાગત ચા-બિસ્કિટ સાથે કરીશ: Rahul Gandhi
તેમની પાસે તપાસ એજન્સી ED માં પણ બાતમીદારો છે
21 મી સદીમાં નવું Chakravyuh તૈયાર કરવામાં આવ્યું
આજે પણ 6 લોકો Chakravyuh ને નિયંત્રિત કરી રહ્યા
Rahul Gandhi On ED Raid: આજરોજ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ Rahul Gandhi એ દાવો કર્યો હતો કે Parliament માં તેમના Chakravyuh speech પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની વિરુદ્ધ દરોડાની યોજના બનાવવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા Rahul Gandhi એ કહ્યું કે તેમની પાસે તપાસ એજન્સી ED માં પણ બાતમીદારો છે, જેમણે તેમને દરોડા અંગે ચેતવણી આપી છે. ત્યારે Rahul Gandhi એ કીધું છે કે, હું ખુલ્લા હ્રદયથી તેમની રાહ જોઈ રહ્યો છું.
તેમની પાસે તપાસ એજન્સી ED માં પણ બાતમીદારો છે
કોંગ્રેસ સાંસદ Rahul Gandhi એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી છે જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, સ્વાભાવિક છે કે, ખાસ કરીને બે વ્યક્તિઓને મારું Parliament માં Chakravyuh ભાષણ ગમ્યું ન હતું. ત્યારે મને ED ના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મારા નિવાસસ્થાને દરોડા પાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે આ માટે પહેલાથી હું તૈયાર થઈને રહીશ. જ્યારે તેઓ મારા ઘરે આવશે ત્યારે તેમને ચા અને બિસ્કિટના નાસ્તાની તૈયારીઓ કરીને રાખીશ. જોકે Rahul Gandhi એ પોતાના ટ્વિટમાં ED ના સત્તાવાર એકાઉન્ટને પણ ટેગ કર્યા છે.
આ પણ વાંચો: UP માં કાવડ યાત્રીઓએ મદરેસા પર લગાવ્યો કાવડ પર થૂંકવાનો આરોપ અને પછી....
21 મી સદીમાં નવું Chakravyuh તૈયાર કરવામાં આવ્યું
Parliament માં પોતાના ભાષણ દરમિયાન Rahul Gandhi એ મહાભારતના Chakravyuh નો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલે કહ્યું હતું કે, મહાભારતમાં અભિમન્યુને Chakravyuh માં ફસાવીને છ લોકોએ મારી નાખ્યો હતો. Chakravyuh નું બીજું નામ પદમવ્યુહ છે. 21 મી સદીમાં એક નવું Chakravyuh તૈયાર કરવામાં આવ્યું છે, તે પણ કમળના ફૂલના આકારમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની છાતી પર તેનું પ્રતીક ધારણ કરે છે.
આજે પણ 6 લોકો Chakravyuh ને નિયંત્રિત કરી રહ્યા
કોંગ્રેસ નેતા Rahul Gandhi એ વધુમાં કહ્યું હતું કે ભારતના યુવાનો, ખેડૂતો અને માતાઓ અને બહેનો પણ અભિમન્યુની જેમ Chakravyuh માં ફસાઈ રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે આજે પણ 6 લોકો Chakravyuh ને નિયંત્રિત કરી રહ્યા છે. આજનો Chakravyuh નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજિત ડોભાલ, અંબાણી અને અંદાણી દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ભાજપના નવા અધ્યક્ષ કોણ? ફડણવીસનું આવ્યું સ્પષ્ટિકરણ