Porbandar : મધદરિયે મેગા ઓપરેશન! 500 કિલો ડ્રગ્સ, 6 ઇરાની શખ્સની ધરપકડ
- ગુજરાત ATS, NCB અને ભારતીય નેવીનું Porbandar માં મોટું ઓપરેશન
- પોરબંદરનાં દરિયામાંથી 500 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
- દરિયાઈ માર્ગે ડ્રગ્સ ડિલિવરી કરવા આવેલા 6 ઇરાની શખ્યોની પણ ધરપકડ
પોરબંદરમાં (Porbandar) ગુજરાત ATS, NCB અને ભારતીય નેવીએ (Indian Navy) મોટી કાર્યવાહી કરી છે. સંયુક્ત ઓપરેશન થકી સમુદ્રમાંથી 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે સમુદ્રી માર્ગે ડ્રગ્સની (Drugs) ડિલિવરી કરવા આવેલા 6 ઇરાની શખ્યોની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ, એનસીબી અને ભારતીય નેવી દ્વારા ગત રાતથી સમુદ્રમાં સર્ચ ઓપરેશન ચલાવાયું હતું.
આ પણ વાંચો - Khyati Hospital : કોઇપણ વ્યક્તિ છટકી ન શકે તેવી કલમો ઉમેરવામાં આવી છે : હર્ષ સંઘવી
Gujarat ATS અને NCB અને ભારતીય નેવીનું Porbandarમાં મોટું ઓપરેશન | Gujarat First#GujaratATS #NCB #IndianNavy #Porbandar #AntiDrugOperation #GujaratPolice #PorbandarPort #Gujaratfirst@sanghaviharsh @GujaratPolice @IndianNavy_CABS @narcoticsbureau pic.twitter.com/BDnVCV3elb
— Gujarat First (@GujaratFirst) November 15, 2024
500 કિલોથી વધુ ડ્રગ્સ, 6 ઈરાની શખ્સોની ધરપકડ કરાઈ
પોરબંદરનાં (Porbandar) દરિયાઈ વિસ્તારમાંથી ફરી એકવાર ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો છે. માહિતી મુજબ, ગુજરાત ATS, NCB અને ભારતીય નેવીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સમુદ્રમાંથી 500 કિલોથી વધુનો ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે સંયુક્ત ઓપરેશનમાં સમુદ્રી માર્ગે ડિલિવરી કરવા આવેલ 6 જેટલા ઈરાની શખ્સોની (Iranians) ધરપકડ પણ કરવામાં આવી છે. કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો અને 6 થી વધુ ઈરાની શખ્સોને પોરબંદર નેવી પોર્ટ (Porbandar Navy Port) પર લાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : બોપલમાં વધુ એક હત્યાનો બનાવ, શખ્સનો મૃતદેહ મળતા ચકચાર!
ગત રાતથી સમુદ્રમાં ઓપરેશન ચાલતું હતું
માહિતી મુજબ, બાતમીનાં આધારે ગુજરાત ATS, NCB અને ભારતીય નેવી (Indian Navy) દ્વારા ગત રાતથી સમુદ્રમાં આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ મામલે ઝડપાયેલ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે. નોંધનીય છે કે, પોરબંદર દરિયાઇ વિસ્તારમાંથી ડ્રગ્સની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓનો મનસૂબો એક વાર ફી ધ્વસ્ત થયો છે.
આ પણ વાંચો - Surat : યુનિ. ની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા 115 વિદ્યાર્થીઓને લાખોનો દંડ, ફટકારાઈ આ સજા!