Pahalgam Attack બાદ તણાવ વચ્ચે પાકિસ્તાન વાટકો લઇને 'ભીખ' માંગવા મજબૂર
- મિત્ર દેશોના ભરોસે ભારત સામે લડવાના સ્વપ્ન જોતું પાકિસ્તાન
- જરૂરિયાતો પૂરી કરવા કટોરો લઇને નીકળ્યું
- લાચારી અંગે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે પાક. સત્તાધીશો
Pahalgam Terror Attack : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી છે. પાકિસ્તાની (Pakistan) સેના અને શાસકો ભારત શું કરવા જઈ રહ્યું છે તેના વિચારોથી જ ફફડી ઉઠ્યા છે અને ભયના માહોલ વચ્ચે સમય વિતાવી રહ્યા છે. તણાવની પરિસ્થિતીને ધ્યાને રાખીને પાકિસ્તાની સેનાના ઘણા અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે, અને ઘણાએ પોતાના પરિવારોને વિદેશમાં સલામત સ્થળોએ મોકલી દીધા છે. કાશ્મીર મુદ્દે અવાર-નવાર ઝેર ઓકતા પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે પણ મૌન ધારણ કર્યું છે. આ વચ્ચે ભારે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે હથિયારો અને સામાન માટે મિત્ર દેશો તરફ હાથ ફેલાવી રહ્યું છે. જેમાં બે દેશો તેની મદદે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
તુર્કી પાસેથી મદદ માંગી
ભારત તરફથી યુદ્ધની તૈયારીઓ વચ્ચે પાકિસ્તાનમાં ભારે ગભરાટનો માહોલ છે. ભારતના દુશ્મન દેશે તુર્કી સહિતના મિત્ર દેશો પાસેથી મદદ માંગી છે. જે બાદ રવિવારે તુર્કીથી 6, C-130 હર્ક્યુલિસ વિમાનમાં પાકિસ્તાન પહોંચ્યા હતા. જે મોટા પ્રમાણમાં લશ્કરી સામગ્રી લાવવા-લઇ જવામાં સક્ષમ છે. પાકિસ્તાની પીએમએ ઈરાન અને ચીનના નેતાઓ સાથે પણ ફોન પર વાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
યુદ્ધ જહાજો કટાઇ ગયા
રિપોર્ટ અનુસાર, ચીને પાકિસ્તાનને લગભગ 100 PL-5 મિસાઇલો આપી છે. આ મિસાઇલો જમીનથી હવા સુધી 200 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. બીજી તરફ પાકિસ્તાનની સેના અને નૌકાદળ પાસે ભારત સામે લાંબા સમય સુધી ટકી રહેવા માટે પૂરતા શસ્ત્રો નથી. તેના યુદ્ધ જહાજો કટાઇ ગયા છે અને તેનું રીપેરીંગ કરી શકાય તેવી પરિસ્થિતીમાં પણ નથી. આ વચ્ચે પાકિસ્તાન અમેરિકા પાસેથી મળેલા આધુનિક F-16 ફાઇટર પ્લેનનો ઉપયોગ કરી શકતું નથી. કારણકે અમેરિકાએ ફક્ત આતંકવાદ વિરોધી કામગીરી માટે જ તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.
ચાલાક ચીનનો પાકિસ્તાનને ટેકો
ચીને પહલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને સમર્થન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ કોઈના હિતમાં નથી. તેમણે આશા વ્યક્ત કરી છે કે બંને પક્ષો સંયમ રાખશે. આ પહેલા પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આ પ્રસ્તાવ આપ્યો હતો. તેમણે ચીન અને રશિયાની મદદથી આ હુમલાની નિષ્પક્ષ તપાસની વાત કરી હતી.
આ પણ વાંચો --- Owaisi on Pakistan : પાકિસ્તાન પર બરાબર વરસ્યા ઓવૈસી, કહ્યું 'તમે ISIS ના......'