Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PORBANDAR : બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીના મેગા ઓપરેશનનો ફિયાસ્કો, રેડ દરમિયાન આરોપીઓ કવરેજ ક્ષેત્રની બહાર

અહેવાલ - કિશન ચૌહાણ, પોરબંદર  પોરબંદર જિલ્લામાં દેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. બરડા ડુંગરનો દેશી દારૂ રાણાવાવથી લઇ છેક સુભાષનગર સુધી વેચાઇ રહ્યો છે. તાજેતરમાં એસ.પી.ના લોક દરબારમાં પણ દેશી દારૂનો મુદ્દો ઉઠ્યો હતો. ત્યારબાદ પોલીસ સફાળી જાગી...
porbandar   બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીના મેગા ઓપરેશનનો ફિયાસ્કો  રેડ દરમિયાન આરોપીઓ કવરેજ ક્ષેત્રની બહાર
Advertisement
અહેવાલ - કિશન ચૌહાણ, પોરબંદર 
પોરબંદર જિલ્લામાં દેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. બરડા ડુંગરનો દેશી દારૂ રાણાવાવથી લઇ છેક સુભાષનગર સુધી વેચાઇ રહ્યો છે. તાજેતરમાં એસ.પી.ના લોક દરબારમાં પણ દેશી દારૂનો મુદ્દો ઉઠ્યો હતો. ત્યારબાદ પોલીસ સફાળી જાગી હોય તેમ ગઇ કાલે વહેલી સવારે બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર મેગા ડ્રાઇવ એસ.પી ની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી. પણ આ મેગા ડ્રાઇવનો ફિયાસ્કો થયો હોય તેમ એક પણ આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો નથી.
બરડા ડુંગરમાં પોલીસ વન વિભાગની ૬ ટીમો બનાવી છતાં આરોપીઓ સ્થળ પર ન મળતા ભારે ચર્ચા
પોરબંદરના બરડા ડુંગરમાં એસપી એ ૬ ટીમો બનાવી મેગા ઓપરેશન હાથ ધરી જાતે દરોડો પાડ્યો હતો. તેમ છતાં એક પણ બુટલેગર હાથ લાગ્યો ન હતો અને પોલીસ માત્ર છ ભઠ્ઠીનો નાશ કરી કામગીરી બજાવી હોવાનો સંતોષ માની પરત ફરી હતી તેવું કહેવાય રહ્યું છે. પોરબંદર જિલ્લામાં મોટા પ્રમાણમાં દેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે. ત્યારે બુટલેગરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરશે કે માત્ર ફરિયાદ દાખલ કરી સંતોષ માનશે તેવા વેધક સવાલો ઉઠી રહ્યાં છે.
દેશી દારૂનો પોરબંદર જિલ્લામાં મોટાપાયે વેચાણ
પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર એમ ત્રણ જીલ્લા સાથે જોડાયેલ બરડા ડુંગર વિસ્તારમાં વર્ષોથી દેશી દારૂની અનેક ભઠ્ઠીઓ ધમધમી રહી છે.  પોલીસ દ્વારા પણ સમયાંતરે રેડ પાડવામાં આવે છે અને પોલીસ ચોપડે નોંધાય છે. બરડા ડુંગરમાંથી વન વિભાગ તથા પોલીસની માઠી નજર નીચે હજારો લીટર દેશી દારૂ સપ્લાય થઇ રહ્યો છે તેવી ચર્ચાઓ થઇ રહી છે. પોરબંદર જિલ્લાની જો વાત કરીએ તો ચાલુ વર્ષે સુભાષનગરમાં એક બુલટલેગરના લીધે લોકો મોટી સંખ્યામાં બહાર નિકળ્યાં હતાં. બુટલેગરના ત્રાસની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી.  તાજેતરમાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં યોજાયેલ લોક દરબારમાં દેશી દારૂનો મુદ્દો ઉઠ્યો હતો. તેના ઉપરથી કહીં શકાય કે પોરબંદર જિલ્લામાં ક્યાં પ્રકારે દેશી દારૂનું વેચાણ થતું હશે.
બરડામા રેઇડ દરમિયાન હજારોનો મુદ્દામાલ કબ્જે, બુટલેગર આઝાદ
દેશી દારૂની આ બદીને નાથવા જીલ્લા પોલીસ વડા ભગીરથ સિંહ જાડેજા એ એલસીબી, પેરોલ ફર્લો, રાણાવાવ, બગવદર અને ગ્રામ્ય ડીવાયએસપી વગેરેના જાંબાઝ જવાનોની ટીમ બનાવી વહેલી સવારે ૫ વાગ્યે બરડા ડુંગરમાં જાતે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને કલાકો સુધી ડુંગર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જો કે બુટલેગરોનું નેટવર્ક મજબુત હોય તેમ પોલીસને માત્ર ધરમનો ધક્કો થયો હતો અને ૬ ભઠ્ઠીનો નાશ કરી  સંતોષ માનવો પડ્યો હતો.
જેમાં રાજુ ભીમા ગુરગુટીયાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો ૬૦૦ લીટર તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૨૪૦૦નો મુદામાલ, હરેશ વેજાભાઇ ગુરગુટીયાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો ૬૦૦ લીટર તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૩૨૦૦નો મુદામાલ, લાખા હમીરભાઇ ગુરગુટીયાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો ૬૦૦ લીટર તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૪૦૦૦ નો મુદામાલ, ફોગા બાધાભાઇ ટાપરીયાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો ૧૦૦૦ લીટર તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૬૮૫૦ નો મુદામાલ, સાજણ ઉર્ફે ભદો જીવાભાઇ રબારીની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો ૧૬૦૦ લીટર તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૮૦૬૦નો મુદામાલ, કીસા કારાભાઇ કટારાની ભઠ્ઠીમાંથી ૭૦ લીટર દારૂ, દારૂ બનાવવાનો આથો ૧૬૦૦ લીટર તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૯૫૦૦ નો મુદામાલ કબ્જે કરી તમામ ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી અને કામગીરી બજાવી હોવાનું આત્મ સંતોષ માની ડુંગર માંથી પરત ફરી હતી. જો કે નવાઈની વાત તો એ છે કે આ ૬ માંથી એક પણ ભઠ્ઠીનો માલિક સ્થળ પરથી મળી આવ્યો ન હતો તેમ છતાં આ ભઠ્ઠી કોની છે તે નામ પોલીસે જાહેર કર્યા છે અને ગુન્હો પણ દાખલ કર્યો છે જેને લઇને પણ અનેક ચર્ચાઓ જાગી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×