Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Goods Train Accident: માલ સામાન ભરેલી ટ્રેનના ડ્રાઈવરે ચા પીવાના ચક્કરમાં હજારો લોકોના જીવ મૂક્યા જોખમમાં

Goods Train Accident: દેશમાં ફરી એકવાર ટ્રેન (Train) ને લઈને બેદરકારી સામે આવી છે. ભારત દેશમાં અવાર-નવાર ઉચ્ચ સ્તરે ટ્રેન અકસ્માત થતા હોય છે. તે ઉપરાંત મોટા પ્રમાણમાં મુસાફરોની જામહાનિ પણ સામે આવતી હોય છે. ત્યારે આ વખતે ટ્રેન અધિકારીઓ...
goods train accident  માલ સામાન ભરેલી ટ્રેનના ડ્રાઈવરે ચા પીવાના ચક્કરમાં હજારો લોકોના જીવ મૂક્યા જોખમમાં

Goods Train Accident: દેશમાં ફરી એકવાર ટ્રેન (Train) ને લઈને બેદરકારી સામે આવી છે. ભારત દેશમાં અવાર-નવાર ઉચ્ચ સ્તરે ટ્રેન અકસ્માત થતા હોય છે. તે ઉપરાંત મોટા પ્રમાણમાં મુસાફરોની જામહાનિ પણ સામે આવતી હોય છે.

Advertisement

ત્યારે આ વખતે ટ્રેન અધિકારીઓ દ્વારા એક અલગ જ પ્રકારની મુર્ખામી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના કઠુઆ રેલ્વે સ્ટેશન પર એક માલસામાન ટ્રેન (Train) અચાનક પઠાણકોટ (Pathankot) તરફ આગળ વધી રહી હતી. જોકે આ ટ્રેન (Train) ને યોગ્ય ટ્રાઈવર (Train Driver) દ્વારા યોગ્ય બ્રેક લગાવવામાં આવી ન હતી.

  • ડ્રાઈવર વગર ટ્રેન રેલ્વે ટ્રેક પર ઝડપથી દોડી
  • આશરે 84 કિમીનું અંતર કાપી નાખ્યું હતું
  • ડ્રાઈવર હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો
  • પેસેન્જ ટ્રેનના મુસાફરોએ ટ્રેનને રોકી હતી

તેથી ટ્રેન (Train) એકસાથે રેલ્વે ટ્રેક (Railway Track) પર ડ્રાઈવર વગર દોડવા લાગી હતી. આ પરિસ્થિતિમાં ટ્રેન દ્વારા આશરે 84 કિમીનું અંતર કાપી નાખ્યું હતું. આ ઘટના બાદ રેલવે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

Advertisement

જોકે આ ટ્રેન (Train) ને ભારે મહેનત બાદ પંજાબ (Punjab) ના મુકેરિયનમાં ઉંચી બસ્સી પાસે રોકી દેવામાં આવી હતી. જમ્મુના ડિવિઝનલ ટ્રાફિક મેનેજરનું કહેવું છે કે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Advertisement

ડ્રાઈવર હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો

એક અહેવાલ અનુસાર માલસામાનથી ભરેલી ટ્રેન (Train) કઠુઆથી પહોંચી હતી. ત્યારે ટ્રાઈવર એન્જિન ચાલુ રાખી ચા પીવા નીચે ઉતર્યો હતો. ત્યારે અચાનક ટ્રેન રેલ્વે ટ્રેક (Railway Track) પર આપમેળ ચાલતી થઈ ગઈ હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે, ટ્રાઈવર હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો.

પેસેન્જ ટ્રેનના મુસાફરોએ ટ્રેનને રોકી હતી

આ અંગેની માહિતી રેલવેના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી. આ પછી ટ્રેનને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પછી પેસેન્જર ટ્રેનના ડ્રાઇવરો અને કર્મચારીઓએ દસુહા નજીક ઉચી બસ્તી વિસ્તારમાં ટ્રેનને રોકી હતી. ત્યાં સુધીમાં ટ્રેને 84 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

આ પણ વાંચો: BSP : PM MODI સાથે લંચ કરનારા સાંસદ BJP માં જોડાયા

Tags :
Advertisement

.