Pabubha Manek : ભૂલકાંઓ સાથે MLA પબુભા માણેક પણ બન્યા બાળક! જુઓ Video
- દ્વારકાનાં ધારાસભ્ય Pabubha Manek નો અનોખો અંદાજ
- બાળકો સાથે રેલ ગાડી રમતા હોય તેવો વીડિયો વાઇરલ
- એક પ્રસંગમાં ધારાસભ્ય બાળકો સાથે રમતા જોવા મળ્યા
- ધારાસભ્યનો બાળકો સાથેનો વીડિયો સો. મીડિયા પર વાઇરલ
Dwarka : ધારાસભ્ય પબુભા માણેક તેમના બેબાક નિવેદનો માટે જાણીતા છે. ત્યારે હવે, પબુભા માણેકનો અનોખો અંદાજ જોવા મળ્યો છે. બાળકો સાથે રેલ ગાડી રમતા ધારાસભ્યોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. એક પ્રસંગ દરમિયાન ધારાસભ્ય બાળકો સાથે રમતા જોવા મળ્યા હતા. બાળકો સાથે રેલ ગાડીની રમત રમતા વીડિયો વાઇરલ થતાં ધારાસભ્ય પબુભા માણેકે (Pabubha Manek) પોતાના બાળપણને યાદ કર્યુ હોવાની વાતો લોકો વચ્ચે થઈ રહી છે.
આ પણ વાંચો - Patan : સમી-રાધનપુર હાઈવે પર જીવલેણ અકસ્માતમાં 5 ના મોત, હાઈવે પર મોતની ચિચિયારીઓ
પબુભા માણેકનો નાના ભૂલકાંઓ સાથેનો વીડિયો વાઇરલ
દ્વારકાનાં (Dwarka) ધારાસભ્ય પભુભા માણેક એક દબંગ નેતા તરીકે જાણીતા છે. પરંતુ, આ દબંગ નેતામાં ક્યાંક ને ક્યાંક એક બાળકનું મન હજું પણ જીવંત હોય તેવા દ્રશ્યો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર ધારાસભ્ય પબુભા માણેકનો (Pabubha Manek) નાના ભૂલકાંઓ સાથેનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં પભુભા માણેક બાળકો સાથે રેલ ગાડીની રમત રમતા જોવા મળે છે. એક ધાર્મિક પ્રસંગમાં પબુભા માણેક બાળકો સાથે રેલગાડી બનાવી રમતા જોવા મળે છે.
આ પણ વાંચો - સુંદર એર હોસ્ટેસનાં નસીબે મારી એવી પલટી કે 30,000 ફૂટની ઊંચાઈએ જ નોકરી છોડી
ધારાસભ્યે બાળકો સાથે રેલ ગાડીની રમત રમી
પબુભા માણેકનો બાળકો સાથે અનોખા અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતાં લોકો દ્વારા કોમેન્ટોનો વરસાદ થયો છે. લોકો ધારાસભ્યના આ અંદાજનાં વખાણ કરી રહ્યા છે અને અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ધારાસભ્ય પબુભા માણેક અવારનવાર પોતાના અલગ અંદાજથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
આ પણ વાંચો - Viral Video: મહિલા રીલ્સ બનાવા નદીમાં ઉતરી, ધસમસતા પ્રવાહમાં અચાનક લપસ્યો પગ અને..