Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Skydiving શિક્ષકનું પ્રશિક્ષણ દરમિયાન થયું મોત, જુઓ Viral Video

Sky Diving Instructor Viral Video : ખ્યાત સ્કાયડાઇવર José de Alencar Lima Junior છે
skydiving શિક્ષકનું પ્રશિક્ષણ દરમિયાન થયું મોત  જુઓ viral video
Advertisement
  • Skydiving Instructor ની ભૂલને કારણે મોટો અકસ્માત થયો
  • પ્રખ્યાત સ્કાયડાઇવર José de Alencar Lima Junior છે
  • લગભગ 20 વર્ષથી લોકોને ડાઇવિંગની ટ્રેનિંગ આપી રહ્યો હતો

Sky Diving Instructor Viral Video:  આ આધુનિક યુગમાં દરેક લોકો રોમાંચનો મજા માણવા માટે વિવિધ કારનામાઓ કરતા હોય છે. લોકો વિવિધ સ્થળો ઉપર જઈને રોમાંચનો અનુભવ લેવા માટે જતા હોય છે. ત્યારે આ સ્થળો ઉપર વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ લોકો કરતા હોય છે. પરંતુ આ સાહસિક પ્રવૃતિઓ કરતી વખતે લોકો માટે સલામતીના પગલાં અપનાવવા ખૂબ જ જરૂરી છે. કારણ કે... ઘણી વખત નાની ભૂલના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે.

Skydiving Instructorની ભૂલને કારણે મોટો અકસ્માત થયો

એક સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થયો છે. તેમાં Skydiving Instructor ની ભૂલને કારણે મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ડ્રાઇવીંગ પ્રશિક્ષકે જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર ઘટના નજીકના એક વ્યક્તિના ફોનમાં કેદ થઈ ગઈ છે જે વીડિયો બનાવી રહ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલીક એડવેન્ચર સ્પોર્ટ્સ ઘણી ખતરનાક હોય છે. તેમાંની એક Skydiving પણ છે. કારણ કે... Skydiving માં ઊંચાઈ ઉપરથી કુદીને એક પેરાશૂટ વડે જમીન ઉપર લેન્ડ થવાનું હોય છે.

Advertisement

આ પણ વાંચો: અનોખા ગામની અનોખી વાર્તા! લોકોની અટક પ્રાણીઓના નામ આધારિત...

Advertisement

પ્રખ્યાત સ્કાયડાઇવર José de Alencar Lima Junior છે

પરંતુ આપણી સામે જે વીડિયો આવ્યો છે, તેમાં Skydiving Instructor જ્યારે પહાડ ઉપથી કૂદે છે. ત્યારે તે અન્ય પહાડો સાથે ટકરાય છે. તેના કારણે તેનું પહાડથી કૂદવાને કારણે મોત થઈ જાય છે. તો વાયરલ વિડિયોમાં Skydiving પ્રશિક્ષક બ્રાઝિલના પ્રખ્યાત સ્કાયડાઇવર José de Alencar Lima Junior છે. જે બ્રાઝિલના સાઓ કોનરાડો વિસ્તારમાં 820 ફૂટની ઊંચાઈથી Skydiving કરવાની તૈયારી કરી રહ્યો છે.

લગભગ 20 વર્ષથી લોકોને ડાઇવિંગની ટ્રેનિંગ આપી રહ્યો હતો

પરંતુ પછી તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને તેના પેરાશૂટ સાથે ખાઈમાં પડી જાય છે. આ અકસ્માતમાં તેનું મૃત્યુ થાય છે.અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બ્રાઝિલના જોસ ડી એલેન્કાર લિમા જુનિયર દેશના જાણીતા Skydiving નો શિક્ષક હતો. તે લગભગ 20 વર્ષથી લોકોને ડાઇવિંગની ટ્રેનિંગ આપી રહ્યો હતો. સ્કાયડાઈવિંગ કરતી વખતે તેનો પોતાનો અકસ્માત લોકોને ચોંકાવી રહ્યો છે.

આ પણ વાંચો: Mrs. India Galaxy 2024 ની વિજેતા પણ લવ-જેહાદનો શિકાર, બીફ અને નમાઝ....

Tags :
Advertisement

Trending News

.

×