Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નહીં સુધરે હાર્દિક! રાજસ્થાન સામે હાર બાદ પોતાના જ ખેલાડીઓ પર ભડક્યો MI કેપ્ટન

IPL 2024 ની 38 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (RR vs MI) વચ્ચે રમાઈ હતી જેમા રાજસ્થાનની ટીમે આસાન વિજય મેળવ્યો છે. આ ટીમ પોઈન્ટ્સ ટેબલ (Points Table) પર પહેલા નંબરે છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમ...
નહીં સુધરે હાર્દિક  રાજસ્થાન સામે હાર બાદ પોતાના જ ખેલાડીઓ પર ભડક્યો mi કેપ્ટન

IPL 2024 ની 38 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (RR vs MI) વચ્ચે રમાઈ હતી જેમા રાજસ્થાનની ટીમે આસાન વિજય મેળવ્યો છે. આ ટીમ પોઈન્ટ્સ ટેબલ (Points Table) પર પહેલા નંબરે છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમ રાજસ્થાન સામે હાર મળ્યા બાદ સાતમાં નંબરે છે. ટીમની હવે પ્લેઓફ (Playoffs) માં પહોંચવાની આશા પર ઓછી દેખાઈ રહી છે. મુંબઈ પ્લેઓફમાં હવે જો-તો પર નિર્ભર છે. રાજસ્થાન સામે હાર મળ્યા બાદ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની જ ટીમના ખેલાડીઓ પર ભડક્યા હતા. હાર્દિકે મુંબઈના ખેલાડીઓને શું કહ્યું અને કેમ આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

8 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની 5 હાર

રોહિત શર્મા એક એવો ખેલાડી જેણે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત IPL ટાઈટલ પોતાની કેપ્ટન્સીમાં જીતાડ્યું છે. તેમ છતા તેને કેપ્ટન્સીમાંથી નીકાળી હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદથી જ ટીમ સંકટમાં છે. સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચ મુંબઈની 8મી મેચ હતી, જેમા તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ટીમ આ ટૂર્નામેન્ટમાં 5 મેચમાં હાર મેળવી ચુકી છે. RR સામે રમાયેલી મેચમાં સંજુ સેમસનની કપ્તાનીમાં રમી રહેલી રાજસ્થાન રોયલ્સનો દબદબો સંપૂર્ણ રીતે જોવા મળ્યો હતો જેમાં બોલિંગમાં સંદીપ શર્માએ 5 વિકેટ અને યશસ્વી જયસ્વાલે બેટિંગમાં મેચ વિનિંગ સદી ફટકારી હતી. IPL ની આ સિઝનમાં 8 મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સની આ 5 મી હાર છે અને હવે તેમના માટે પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો પણ ઘણો મુશ્કેલ બની ગયો છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે આ મેચમાં ટીમની હારનું મુખ્ય કારણ ઇનિંગની શરૂઆતમાં જ વિકેટ ગુમાવવી હતી.

હાર બાદ હાર્દિક પંડ્યાએ શું કહ્યું ?

હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં હાર બાદ કહ્યું કે, અમે અમારી ઇનિંગની શરૂઆતમાં જ મુશ્કેલીમાં આવી ગયા હતા, જ્યારે અમે 20ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે અમે વિચાર્યું ન હતું કે અમે 180 રન સુધી પણ પહોંચી શકીશું પરંતુ તિલક અને નેહલે ખૂબ જ સારી બેટિંગ કરી હતી. અમે અમારી ઇનિંગ્સને અપેક્ષા મુજબ ખતમ કરી શક્યા નહીં જેમાં અમે 10 થી 15 રન ઓછા બનાવ્યા. બોલિંગ પાવરપ્લેમાં અમારે બોલને વિકેટની અંદર ફેંકવાનો પ્રયાસ કરવો જોઈતો હતો, પરંતુ અમે તેમ કરતા જોવા મળ્યા ન હતા. રાજસ્થાને આ મેચમાં રમતના દરેક વિભાગમાં અમને સંપૂર્ણપણે હરાવ્યાં. મેચ પૂરી થયા પછી, ખેલાડીઓનો સંપર્ક કરવાનો આ યોગ્ય સમય નથી અને મને લાગે છે કે દરેક પ્રોફેશનલ છે અને દરેક પોતાની ભૂમિકા સારી રીતે જાણે છે. હાર્દિક પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે આ મેચમાં અમે જે ભૂલો કરી છે તેને સુધારવાની જરૂર છે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવી પડશે. આગળ વધવું જરૂરી છે અને આપણે આપણી ખામીઓને સ્વીકારીને તેના પર કામ કરવું પડશે. હું ખેલાડીઓની વધુ પડતી ટીકા કરવામાં માનતો નથી, હું તેમને સંપૂર્ણ સમર્થન આપું છું જેથી વધુ સારું ક્રિકેટ રમી શકાય. અમે અમારા પ્લાનને વળગી રહીશું અને મૂળભૂત ભૂલો કરવાનું ટાળીશું. જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે તેની આગામી મેચ 27 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે, જ્યારે ટીમ હાલમાં 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે.

Advertisement

મેનેજમેન્ટની એક ભૂલ અને ટીમનો દાવ થઇ ગયો

દુનિયાની સૌથી લોકપ્રિય લીગમાં સૌથી વધુ ટ્રોફી જો કોઇ ટીમે જીતી છે તો તે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ છે. ચેન્નઈ સુપર કિંગ્સ Defending Champion છે અને આ વર્ષે પણ ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો ટીમ ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા એક ફેરફાર કર્યા બાદથી જ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. આ ફેરફાર છે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી. જીહા, ટીમની કેપ્ટન્સી રોહિત શર્મા પાસેથી છીનવી MI મેનેજમેન્ટે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન જાહેર કર્યો હતો, બસ ત્યારથી જ ટીમ સંકટમાં આવી ગઇ છે. ટીમ જે પણ મેદાનમાં રમવા જાય છે ત્યા દર્શકો હાર્દિક પંડ્યાને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તો તે સુધી જોવા મળ્યું કે, મુંબઈ ટીમના ફેન MI ની હારને સેલિબ્રેટ કરતા હતા.

આ પણ વાંચો - વાનખેડેમાં પણ હાર્દિક પંડ્યા થયો ટ્રોલ, દર્શકોએ રોહિત-રોહિતના લગાવ્યા નારા, Video

Advertisement

આ પણ વાંચો - KKR vs RCB : કોલકતા સામેની મેચમાં શું ખરેખર Kohli આઉટ હતો ? જાણો નિયમ શું કહે છે

Tags :
Advertisement

.