Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Budget 2024: લક્ષદ્વીપને લઈને મોદી સરકારે કરી મોટી જાહેરાત, માલદીવની મુશ્કેલીઓ વધશે!

Budget 2024: કેન્દ્રીય નાણાં મંત્રીએ 2024નું બજેટ રજૂ કરી દીધું છે. ત્યારે માલદીવ સાથે યથાવત રહેલા તણાવને લઈને ભારત સરકારે 2024ના વચગાળાના બજેટમાં લક્ષદ્વીપને લઈને મહત્વની ધોષણા કરી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપને પ્રવાસન...
budget 2024  લક્ષદ્વીપને લઈને મોદી સરકારે કરી મોટી જાહેરાત  માલદીવની મુશ્કેલીઓ વધશે

Budget 2024: કેન્દ્રીય નાણાં મંત્રીએ 2024નું બજેટ રજૂ કરી દીધું છે. ત્યારે માલદીવ સાથે યથાવત રહેલા તણાવને લઈને ભારત સરકારે 2024ના વચગાળાના બજેટમાં લક્ષદ્વીપને લઈને મહત્વની ધોષણા કરી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે. આ સાથે દેશભરના પ્રવાસન સ્થળોના વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવશે.

Advertisement

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 2024-25નું વચગાળાનું બજેટ (Budget 2024) પેશ કરતા કહ્યું કે, ‘લોકોના સ્થાનિક પર્યટન પ્રત્યેના વધતા ઉત્સાહને પહોંચી વળવા, લક્ષદ્વીપ અને અમારા અન્ય ટાપુ જૂથોમાં પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓ માટેના પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવશે. આ રોજગાર સર્જવામાં પણ મદદ કરશે.’

નિશાંત પિટ્ટીએ આ બાબતે બજેટના કર્યા વખાણ

નિશાંત પિટ્ટીએ બજેટની સરાહના કરતા કહ્યું કે, માલદીવ સાથે ચાલી રહેલા રાજકીય વિવાદ દરમિયાન લક્ષદ્વીપને વૈકલ્પિક પ્રવાસન સ્થળ તરીકે ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં, વચગાળાના બજેટમાં લક્ષદ્વીપ માટે કરવામાં આવેલી જાહેરાત ઘણી મહત્વની છે.

Advertisement

માલદીવ અને ભારત વચ્ચે ચાલી રહ્યો છે રાજકીય તણાવ

ચીનથી પરત ફર્યા બાદ માલદીવ (Maldives)ના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ (Mohamed Muizzu) કડક વલણ દાખવ્યું હતું. એક દિવસ અગાઉ નામ લીધા વિના આ ટિપ્પણી કરનાર મુઈઝુ (Mohamed Muizzu)એ ભારતને 15 માર્ચ સુધીમાં માલદીવ (Maldives)માં તૈનાત તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા કહ્યું હતું. લગભગ બે મહિના પહેલા રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝુએ માલદીવ (Maldives)માં તૈનાત અન્ય દેશોના સૈનિકોને હટાવવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, માલદીવમાં ડોર્નિયર 228 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને બે એચએએલ ધ્રુવ હેલિકોપ્ટર સાથે 70 સૈનિકો તૈનાત છે.

Advertisement

વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ વધ્યો વિવાદ

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપનો પ્રવાસ કરીને ભારતીયોને પ્રવાસ માટે અહીં આવવા માટે આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપની કેટલીટ તસવીરો પોસ્ટ કરીને લક્ષદ્વીપને માલદીવ સાથે સરખાવ્યું હતું. આ દરમિયાન માલદીવના કેટલાક નેતાઓએ આપણાં પ્રધાનમંત્રી વિરૂદ્ધ ટિપ્પણીઓ કરી હતી. જેથી ભારતે દિલ્હીમાં આવેલા માલદીવના રાજદૂતને બંધ કરાવી દીધું હતું. PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત પછી, અભિનેતા સલમાન ખાન, અક્ષય કુમાર અને શ્રદ્ધા કપૂર જેવી બોલિવૂડ હસ્તીઓ અને ક્રિકેટરો વેંકટેશ પ્રસાદ, સચિન તેંડુલકર, હાર્દિક પંડ્યાએ ચાહકોને ભારતીય પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી.

આ પણ વાંચો: બજેટમાં કોને શું મળ્યું? કોના ભાગે શું આવ્યું? જાણો આ ખાસ વાતો

Tags :
Advertisement

.