Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

india maldives Row : PM Modi વિરુદ્ધ ટિપ્પણી બદલ એક્શનમાં સરકાર, માલદીવ્સના હાઇ કમિશનર વિદેશ મંત્રાલય પહોંચ્યા

india maldives row : હાલમાં માલદીવ્સ અને ભારતને લઇને વિવાદ (india maldives row)વકર્યો છે. PM Modi લક્ષદ્વીપની મુલાકાતે ગયા હતા. ત્યાંના દરિયાકાંઠાની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.PM Modi ની લક્ષદ્વીપ મુલાકાત પર માલદીવ્સના કેટલાક મંત્રીઓએ ટિપ્પણી કરતા વિવાદ શરૂ...
india maldives row   pm modi વિરુદ્ધ ટિપ્પણી બદલ એક્શનમાં સરકાર  માલદીવ્સના હાઇ કમિશનર વિદેશ મંત્રાલય પહોંચ્યા

india maldives row : હાલમાં માલદીવ્સ અને ભારતને લઇને વિવાદ (india maldives row)વકર્યો છે. PM Modi લક્ષદ્વીપની મુલાકાતે ગયા હતા. ત્યાંના દરિયાકાંઠાની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.PM Modi ની લક્ષદ્વીપ મુલાકાત પર માલદીવ્સના કેટલાક મંત્રીઓએ ટિપ્પણી કરતા વિવાદ શરૂ થયો હતો.

Advertisement

એક્શનમાં ભારત સરકાર

PM Modi અને ભારત વિરોધી (india maldives row)ટિપ્પણી બદલ ભારત સરકાર એક્શનમાં આવી છે. માલદીવના હાઈ કમિશનર ઈબ્રાહિમ સાહિબ દિલ્હીના સાઉથ બ્લોકમાં વિદેશ મંત્રાલય પહોંચ્યા. PM Modi વિરુદ્ધના નિવેદનો પર મંત્રીઓની ટિપ્પણી પર ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

ટિપ્પણીઓ બાદ માલદીવ સરકારે શું કહ્યું?

લક્ષદ્વીપ મુલાકાત અંગે PM Modi ની ટિપ્પણીઓ બદલ માલદીવ સરકારે રવિવારે તેના ત્રણ મંત્રીઓ માલશા શરીફ,મરિયમ શિઉના અને અબ્દુલ્લા મહજૂમ મજીદને સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત માલદીવ સરકારે તેમના મંત્રીઓના નિવેદનોને અંગત ગણાવ્યા હતા. જો કે માલદીવના અન્ય નેતાઓએ પણ તેમની ટીકા કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે માલદીવ સરકારના અધિકારીઓના ભારત વિરુદ્ધ નિવેદનોની નિંદા કરી હતી. તેમણે X પર એક પોસ્ટમાં માલદીવ સરકારના અધિકારીઓ દ્વારા ભારત વિરુદ્ધ નફરતભરી ભાષાના ઉપયોગની નિંદા કરી હતી. સાથે જ લખ્યું હતું કે ભારત હંમેશા માલદીવનો સારો મિત્ર રહ્યો છે અને આપણે આવી અપમાનજનક ટિપ્પણીઓને આપણા બંને દેશો વચ્ચેની વર્ષો જૂની મિત્રતા પર નકારાત્મક અસર ન થવા દેવી જોઈએ.

Advertisement

શું છે સમગ્ર મામલો ?

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ લક્ષદ્વીપની સુંદર તસવીરો શેર કરી હતી અને ભારતીયોને અપીલ કરી હતી કે તેઓ આ કેન્દ્રશાસિત પ્રદેશને તેમના પ્રવાસન સ્થળની યાદીમાં સામેલ કરે. આ પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ દાવો કર્યો હતો કે આ માલદીવ માટે આંચકો હશે.સોશિયલ મીડિયા પર ભારતીયોના આ દાવાથી નારાજ માલદીવના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પીએમ મોદીની મુલાકાતની મજાક ઉડાવી હતી અને તેમના વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ પછી #BoycottMaldives સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. જો કે ભારત વિરોધી ટિપ્પણી બદલ બોલિવૂડ દિગ્ગજો સહિત ભારતીયોએ બરાબરનો જવાબ આપ્યો હતો. કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે તેઓએ માલદીવની ટ્રીપ કેન્સલ કરી દીધી છે.

આ પણ વાંચો - Bilkis Bano Case : ગેંગરેપના 11 દોષિતોની મુક્તિને SC એ રદ કરી, હવે જવું પડશે જેલ

Tags :
Advertisement

.