BoycottMaldives : PM મોદી પર વિવાદિત ટિપ્પણી કરનારા માલદીવના નેતાઓનો ભારતીયોએ ઉધડો લીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તાજેતરમાં લક્ષદ્વિપની (Lakshadweep) મુલાકાત લીધી હતી. ત્યારે હવે પીએમ મોદીના આ પ્રવાસને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાન માલદીવના (Maldives) અમુક નેતા દ્વારા આ મામલે કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી છે. આ નેતાઓમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુની (Mohamed Moizzou) પાર્ટીના સભ્ય ઝાહિદ રમીઝ (Zahid Ramiz) અને માલદીવની યુવા સશક્તિકરણ, માહિતી અને કળા નાયબ મંત્રી મરિયમ શિઉના (Mariam Shiuna) સામેલ છે. આ મામલે હવે સોશિયલ મીડિયા પર બોયકૉટ માલદીવ (BoycottMaldives) ટ્રેન્ડ કરવા લાગ્યું છે.
Before going to Maldives to help Maldivians , just look at stunning beauty of Lakshdweep India.#BoycottMaldives#HighwayToGrowth
Ministry of Tourism-India pic.twitter.com/hG5yWP1hqM— Natural Bharat (@tourismGovInd) January 6, 2024
જણાવી દઈએ કે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુની પાર્ટીના સભ્ય ઝાહિદ રમીઝે PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવી અને ભારતીયોને અપશબ્દો કહ્યા હતા. જો કે, આ પછી ભારતીય નાગરિકોએ સોશિયલ મીડિયા પર ઝાહિદ રમીઝને બરોબરનો પાઠ ભણાવ્યો હતો. જણાવી દઈએ કે, ઝાહિદ રમીઝ એ સત્તારૂઢ પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (PPM) ના કાઉન્સિલ મેમ્બર છે. ઝાહિદે પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતની એક તસવીર પર લખ્યું કે, આ પગલું ઘણું સારું છે. જો કે, અમારી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રામક છે. અમે જે સેવા પ્રદાન કરીએ છીએ તે તેઓ કેવી રીતે પ્રદાન કરી શકે? તેઓ આટલા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે? તેમના રૂમમાંથી હંમેશા દુર્ગંધ આવતી હોય છે. ઝાહિદની આ ટિપ્પણી પછી ભારતીય યુઝર્સે તેનો જોરદાર ઉધડો લીધો અને સોશિયલ મીડિયા પર બોયકૉટ માલદીવ (BoycottMaldives) ટ્રેન્ડ કરવા લાગ્યું.
#BoycottMaldives
This one pic should tell Indians why they shouldn't go to Maldives. If you find any Bullywood stars or TV actors posting pics of their vacation there, you know what to do. Boycott them as well. pic.twitter.com/vH4lQECyq3— Shivoham (@Shivapriya72221) January 7, 2024
માલદીવમાં ભારતીય સેનાની ઉપસ્થિતિ પર ઉઠાવ્યા હતા સવાલ
બીજી તરફ માલદીવની યુવા સશક્તિકરણ, માહિતી અને કળા નાયબ મંત્રી મરિયમ શિઉનાએ પણ ખૂબ જ ઝેરી શબ્દોનો ઉપયોગ કરીને પીએમ નરેન્દ્ર મોદી માટે 'જોકર' અને 'ઈઝરાયલની કઠપૂતળી' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જો કે, થોડા સમય પછી મરિયમે આ ટ્વિટ હટાવી દીધું હતું. જ્યારે બીજી એક પોસ્ટમાં મરિયમે માલદીવમાં ભારતીય સેનાની ઉપસ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેણીએ લખ્યું હતું કે, માલદીવને ભારતીય સેનાની ઉપસ્થિતિની જરૂર નથી. જો કે, માલદીવના નેતાઓ દ્વારા ભારત પ્રત્યે આ પ્રકારનું ઝેરી વલણ સામે આવતા સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સે કોમેન્ટનો મારો ચલાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર બોયકૉટ માલદીવ (BoycottMaldives) ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.
આ પણ વાંચો - Bangladesh General Election : ચૂંટણી પહેલા PM શેખ હસીનાએ કર્યા ભારતના વખાણ, કહી આ વાત!