Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gift City માં પ્યાસી ગુજરાતીઓને ગેરમાર્ગે દોરી મિલકત વેચાણ

દારૂનું નામ પડતાં જ મોટાભાગના ગુજરાતીઓના કાન સરવા થઈ જાય છે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટી (Gift City Gandhinagar) માં જાહેર કરેલી લીકર પોલીસી (Liquor Policy) ને લઈને ગુજરાતીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ગત શનિવાર અને રવિવારના ગિફ્ટ સિટીમાં મિલકત...
gift city માં પ્યાસી ગુજરાતીઓને ગેરમાર્ગે દોરી મિલકત વેચાણ

દારૂનું નામ પડતાં જ મોટાભાગના ગુજરાતીઓના કાન સરવા થઈ જાય છે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટી (Gift City Gandhinagar) માં જાહેર કરેલી લીકર પોલીસી (Liquor Policy) ને લઈને ગુજરાતીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ગત શનિવાર અને રવિવારના ગિફ્ટ સિટીમાં મિલકત ખરીદવા બિલ્ડરો (Builder) ની ઓફિસ તેમજ ગિફ્ટ સિટી કલબ (Gift City Club) માં મેમ્બરશીપ મેળવવા લાઈનો લાગી હતી. આસાનીથી તેમજ સુરક્ષિત ક્ષેત્રમાં દારૂ પીવાની-પીવડાવવાની લાલચે પ્યાસી ગુજરાતી (Gujarati) ઓ ઓફિસ-ઘર લેવા ગાંડા થયા છે. પ્રોપર્ટી વેચવા બેસેલા બિલ્ડરો પ્રોપર્ટીના માલિક બનો અને લીકર પરમીટ (Liquor Parmit) મેળવો તેવી લાલચ આપી ગુજરાતીઓને ગુમરાહ કરી રહ્યાં હોવાની ઠોસ માહિતી Gujarat First ને હાથ લાગી છે.

Advertisement

સરકારની જાહેરાતનો દુરઉપયોગ : ગુજરાત સરકારે (Government of Gujarat) ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની-પીવડાવવાની છૂટછાટ આપી હોવાના સમાચારનો બિલ્ડરો અને દલાલો (Property Broker) ભારે લાભ લઈ રહ્યાં છે. ગિફ્ટ સિટીમાં રહેણાંક (Residential Property) તેમજ ધંધાકીય (Commercial Property) મિલકતના વેચાણ-બુકીંગમાં ભારે ઉછાળો આવ્યો હોવાની વાતો બજારમાં ચાલી રહી છે. ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિએ બિલ્ડરની ઓફિસોમાં મિલકત ખરીદવા ફોન કર્યા તો તેમના અધિકૃત કર્મચારીઓએ "મિલકત ખરીદો અને દારૂની પરમીટ મેળવો" તેવી ખોટી વાતો કરી હતી. અમારી સ્કીમમાં તો હવે જૂજ ફલેટ જ બાકી રહ્યાં છે. હાલમાં ખૂબ બુકીંગ-ઈન્કવાયરી આવી રહી છે તેવી વાતો કરીને ગ્રાહકને જાળમાં ફસાવવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે.

કલબની મેમ્બરશિપમાં ભાવ વધારો થશે : ગિફ્ટ સિટી કલબમાં હાલ મેમ્બરશિપ ફી (Membership Fee) 7 લાખ રૂપિયા ચાલી રહી છે. Gujarat First એ જ્યારે મેમ્બરશિપ લેવા માટે ફોન કર્યો તો તેમણે અનેક લાભ જણાવ્યા હતા. સમાચાર આવ્યા છે તે પછી મેમ્બરશિપની ફી વધશે. જાન્યુઆરીથી મેમ્બરશિપ ફી 10 લાખ રૂપિયા થઈ જશેતેવી પણ વાત કલબના અધિકૃત કર્મચારી કરી રહ્યાં છે. દારૂની છૂટછાટનો લાભ મળશે તેવી વાત કરતા તેમણે 99 ટકાની સંભાવના દર્શાવી છે. ચોક્કસ ગાઈડ લાઈન આવી નથી, પરંતુ તમામ ગેસ્ટને દારૂ પીરસી શકીશું તેવી એક શક્યતા તેમણે જણાવી હતી.

Advertisement

સંપૂર્ણ જાહેરાતનો વિલંબ બિલ્ડરોને લાભ કરાવશે : ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગ (Prohibition and Excise Department Gujarat) ના નિયામક એલ એમ ડિંડોડ (L M Dindod IAS) ની સહીથી જાહેર થયેલી પ્રેસનોટમાં લગભગ તમામ બાબતો જણાવી દેવાઈ છે. આમ છતાં જ્યાં સુધી સરકારનો GR સામે નથી આવતો ત્યાં સુધી વાત જો અને તો વચ્ચેની રહેશે અને તેનો લાભ હાલ બિલ્ડરો ઉઠાવી રહ્યાં છે. સરકારની દારૂ નીતિ (Government Liquor Policy) ની જાહેરાતને બિલ્ડરો લલચામણી જાળ બનાવીને ધડાધડ બુકીંગ મેળવવા પ્રયત્નશીલ બની ગયા છે.

આ પણ વાંચો : Gift City : વિદેશી દારૂ પેગમાં મળશે અને મોંઘો મળશે

Advertisement

Tags :
Advertisement

.