Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગ્યાસપુરમાં AMCની જગ્યામાં મકાનો બનાવી બિલ્ડરે પડાવ્યા લાખો રૂપિયા, તોડવાની નોટીસ આવતા ફુટ્યો ભાંડો

અમદાવાદનાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગ્યાસપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં મકાનો બનાવી તે મકાનો બારોબાર વેંચીને ઠગાઈ આચરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે આરોપીએ ખાલી પ્લોટ પોતાની માલિકીનો બતાવી 5 મકાનો બનાવ્યા જેમાં લાખો રૂપિયા લઈને માત્ર એફિડેવીટનાં આધારે મકાનો વેચી લીધા.જોકે થોડા સમયમાં જ કોર્પોરેશનનું બુલડોઝર મકાનો પર ફરી વળતા અન
ગ્યાસપુરમાં amcની જગ્યામાં મકાનો બનાવી બિલ્ડરે પડાવ્યા લાખો રૂપિયા  તોડવાની નોટીસ આવતા ફુટ્યો ભાંડો
અમદાવાદનાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગ્યાસપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં મકાનો બનાવી તે મકાનો બારોબાર વેંચીને ઠગાઈ આચરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે આરોપીએ ખાલી પ્લોટ પોતાની માલિકીનો બતાવી 5 મકાનો બનાવ્યા જેમાં લાખો રૂપિયા લઈને માત્ર એફિડેવીટનાં આધારે મકાનો વેચી લીધા.જોકે થોડા સમયમાં જ કોર્પોરેશનનું બુલડોઝર મકાનો પર ફરી વળતા અનેક લોકો વિહોણા થયા છે.
અમદાવાદ શહેરનાં જુહાપુરા, ફતેવાડી અને આસપાસનાં અનેક વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ આમ તો ગેરકાયદેસર રીતે જ બનેલી છે. પરંતુ ગેરકાયદેસર જગ્યા પોતાની બતાવીને એક ઠગબાજે 5 મકાનો બનાવી બારોબાર વેંચી દિધા હોવાની ધટના સામે આવી છે. ગ્યાસપુરની સીમમાં આવેલા એક પ્લોટમાં થોડા સમય પહેલા મોહમદ સાકીર ચૌહાણે 5 મકાનો બનાવ્યા હતા.જેમાં ફરિયાદી વજીહાબેન પીરતીવાલાને મકાન લેવાનું હોવાથી તેઓએ બિલ્ડરનો સંપર્ક કર્યો હતો.બિલ્ડરે પોતાનાં દિકરા સાથે મળીને કોર્પોરેશનની માલિકીની જગ્યાનાં ખોટા દસ્તાવેજો ઉભા કરી તે જગ્યા પર આર. એસ નગર નામની સ્કીમ બહાર પાડી હતી.જેમાં મહિલાને બે મકાન લેવાના હોવાથી તેણે 16 લાખમાં લેવાનું નક્કી કર્યું હતું.
મહત્વનુ છે કે મહિલાએ મકાન ખરીદતા બિલ્ડરે તેઓને દસ્તાવેજ કરી આપ્યો હતો.જે મકાનમાં મહિલા પોતાનાં પરિવાર સાથે રહેવા જતા પણ રહ્યા હતા.જોકે થોડા સમય પહેલા મકાન કોર્પોરેશનની જગ્યા પર દબાણ કરીને બનાવવામાં આવ્યુ હોવાની AMC ની નોટસ આવતા મહિલાનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ મામલે તેઓએ આરોપી મોહમદ સાકીર ચૌહાણનો સંપર્ક કરતા તેણે લીધેલા 16 લાખમાંથી 4 લાખ પરત આપ્યા હતા અને બાકીનાં પૈસા પરત આપવાના વાયદાઓ કરતો હતો. જોકે 6 મહિલાનાં પહેલા AMC દ્વારા મહિલાનાં બે મકાન સહિત તમામ મકાનો પર બુલડોઝર ફેરવી નાખતા સમગ્ર પરિવાર બેઘર થયો છે.આ ધટના બાદ આરોપી બિલ્ડર પણ જોધપુર રાજસ્થાન ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
મહિલાએ એક એક રૂપિયો ભેગો કરી પોતાનાં સપનાનું ઘર વસાવ્યું હતું જોકે ઠગ બિલ્ડરનાં કારણે તેણે પોતાનાં લાખો રૂપિયા અને મકાન બન્ને ગુમાવ્યું છે.આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અને વિશ્વાસધાતની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે આરોપી રાજકીય  વગ ઘરાવતો હોવાથી પોલીસ પણ પોતાનાં ખિસ્સામાં હોવાનું જણાવી ફરિયાદીને ફરિયાદ ન કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ કરાયો છે.ત્યારે આરોપીને પોલીસ જેલનાં સળીયા પાછળ ધકેલે છે કે પછી છાવરે છે તે જોવુ રહ્યું.
Advertisement
Tags :
Advertisement

.