Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gift City News: ગિફ્ટ સિટી અને TiE એ ઉદ્યોગસાહસિકતા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કર્યા MoUs

Gift City News: ભારતના એકમાત્ર International Financial Services Centre (IFSC) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (Gift City) એ ઉદ્યોગસાહસિકતા દ્વારા રોજગારીની તકો ઊભી કરવા તથા દેશમાં મજબૂત Business ઇકોસિસ્ટમ બનાવીને આર્થિક વિકાસ આગળ વધારવા માટે TiE ઇન્કોર્પોરેશન (TiE જે અગાઉ ધ...
gift city news  ગિફ્ટ સિટી અને tie એ ઉદ્યોગસાહસિકતા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કર્યા mous
Advertisement

Gift City News: ભારતના એકમાત્ર International Financial Services Centre (IFSC) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (Gift City) એ ઉદ્યોગસાહસિકતા દ્વારા રોજગારીની તકો ઊભી કરવા તથા દેશમાં મજબૂત Business ઇકોસિસ્ટમ બનાવીને આર્થિક વિકાસ આગળ વધારવા માટે TiE ઇન્કોર્પોરેશન (TiE જે અગાઉ ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ તરીકે ઓળખાતી હતી) સાથે સહયોગ સાધ્યો છે. આ અંગે વૈશ્વિક બિન-નફાકારી સંસ્થા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતા નેટવર્ક એવા TiE અને Gujarat International Finance Tech-City Company Limited વચ્ચે મંગળવારે એક સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

  • Gift City તથા TiE વચ્ચે સહયોગાત્મક રૂપરેખા તૈયાર કરશે

  • લાયસન્સીસ અને જગ્યાની ફાળવણીઓ મેળવવામાં મદદ કરવી

  • બંને પક્ષકારો સંયુક્ત પ્રમોશન અને બ્રાન્ડિંગ પ્રવૃત્તિઓ હાથ ધરશે

આ MoUs હેઠળ Gift City થકી ભારતમાં Business માટે સાનુકૂળ માહોલ ઊભો કરવા અને રોકાણો આકર્ષવા તથા ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે Gift City તથા TiE વચ્ચે સહયોગાત્મક રૂપરેખા તૈયાર કરવામાં આવશે. બંને સંસ્થાનોની ક્ષમતા તથા તેમના નેટવર્કનો લાભ લઈને આ ભાગીદારી આર્થિક વિકાસને આગળ વધારશે અને નોંધપાત્ર રોજગારીની તકો પૂરી પાડશે.

Advertisement

Gift City ના એમડી અને ગ્રૂપ સીઈઓ શ્રી તપન રેએ જણાવ્યું હતું કે “ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતી TiE સાથે ભાગીદારી કરતા અમને આનંદ થાય છે. આ સહયોગથી અમે ટોચના ઉદ્યોહસાહસિકો અને Business ને Gift City માં આકર્ષી શકીશું જેનાથી અગ્રણી ફાઇનાન્શિયલ અને ટેક્નોલોજી સર્વિસીઝ હબ તરીકે અમારી સ્થિતિ વધુ મજબૂત બનશે. સાથે મળીને અમે વિકાસ તથા નવીનતાને સમર્થન આપે તેવી ડાયનેમિક ઇકોસિસ્ટમ બનાવીશું.”

Advertisement

લાયસન્સીસ અને જગ્યાની ફાળવણીઓ મેળવવામાં મદદ કરવી

TiE ગ્લોબલના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન તથા ઇકોસિસ્ટમ ગ્રુપના ગ્રુપ સીઈઓ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે “TiE ખાતે અમે માનીએ છીએ કે ઉદ્યોગસાહસિકતા એ કેવળ Business માટે જ સારી નથી, તે સમગ્ર વિશ્વ માટે સારી છે કારણ કે તે આપણા અનેક મોટા પડકારોનો ઉકેલ લાવવા માટે નવીનતાઓ લાવે છે. Gift City સાથે આ MoUs કરતા અમે રોમાંચિત છીએ જે ક્ષમતા નિર્માણથી માંડીને નોકરીઓના સર્જન, આર્થિક વૃદ્ધિને વેગ આપવા તથા સમાજને અને અર્થતંત્રોના ઉત્થાન અને પરિવર્તન માટે નવીનતાઓ લાવવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.”

MoUs હેઠળ સહકારની બાબતોમાં Gift City ને TiE મેમ્બર્સ તથા પોર્ટફોલિયો કંપનીઓ માટે પસંદગીનું સ્થળ બનાવવું, નિયમનકારી માર્ગદર્શન અને સલાહકારી મદદ પૂરી પાડવી, જરૂરી મંજૂરીઓ, લાયસન્સીસ અને જગ્યાની ફાળવણીઓ મેળવવામાં મદદ કરવી અને Gift City ની વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓની એક્સેસ ઓફર કરવાનો સમાવેશ થાય છે.

બંને પક્ષકારો સંયુક્ત પ્રમોશન અને બ્રાન્ડિંગ પ્રવૃત્તિઓ હાથ ધરશે

આ ઉપરાંત TiE તેના ચેપ્ટર્સ સાથે Gift City અને તેના ઉદ્યોગસાહસિકો તેમજ ઉદ્યોગના અગ્રણીઓના વૈશ્વિક નેટવર્ક વચ્ચે જોડાણ કરાવશે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધારવા માટે આંતરદ્રષ્ટિ તેમજ ભલામણો પૂરી પાડશે અને સંયુક્તપણે નોલેજ-શેરિંગ સેશન્સ, નેટવર્કિંગ ઇવેન્ટ્સ અને બૂટ કેમ્પ્સનું આયોજન કરશે. બંને પક્ષકારો સંયુક્ત પ્રમોશન અને બ્રાન્ડિંગ પ્રવૃત્તિઓ હાથ ધરશે, અભ્યાસ તથા સંશોધનો બહાર પાડવા માટે સહયોગ કરશે અને ઉદ્યોગસાહસિકો તેમજ ભારતીય બજારમાં રસ ધરાવતા રોકાણકારોને લક્ષ્ય બનાવીને આઉટરિચ પ્રોગ્રામ્સ હાથ ધરશે.

MoUsના ભાગરૂપે સહયોગાત્મક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે Gift City અને TiE ના પ્રતિનિધિઓની એક જોઇન્ટ વર્કિંગ કમિટી પણ બનાવવામાં આવશે. આ કમિટી સમયાંતરે કામમાં પ્રગતિ અંગે ચર્ચા કરશે, પડકારોનું સમાધાન લાવશે તથા નવી તકો શોધશે. TiE ના વિશાળ નેટવર્કને સાંકળીને Gift City ખાતે વાર્ષિક Entrepreneurship સમિટ પણ યોજવામાં આવશે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Jamnagar : હચમચાવે એવો કિસ્સો! માત્ર 9 વર્ષનાં માસૂમ બાળકે ગળે ફાંસો ખાતા ચકચાર

Tags :
Advertisement

Trending News

.

×