Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

​​Gandhinagar : મોદી સાહેબે મને બોલાવીને કહ્યું જો સિગારેટથી શું નુકસાન થાય છે... : હર્ષ સંઘવી

Gandhinagar માં વિકાસ પદયાત્રાનું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં પદયાત્રા મોદી સાહેબે મને અલગથી બોલાવીને સલાહ આપી હતી : હર્ષ સંઘવી નામ લીધા વિના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર ગાંધીનગરમાં (​​Gandhinagar) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh...
​​gandhinagar   મોદી સાહેબે મને બોલાવીને કહ્યું જો સિગારેટથી શું નુકસાન થાય છે      હર્ષ સંઘવી
  1. Gandhinagar માં વિકાસ પદયાત્રાનું આયોજન
  2. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં પદયાત્રા
  3. મોદી સાહેબે મને અલગથી બોલાવીને સલાહ આપી હતી : હર્ષ સંઘવી
  4. નામ લીધા વિના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર

ગાંધીનગરમાં (​​Gandhinagar) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) આગેવાની હેઠળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 વર્ષ વિકાસનાં ઉજવણી હેઠળ ગ-4 સર્કલથી દાંડી કુટીર સુઘી આ પદયાત્રા યોજાઈ હતી. દરમિયાન, ગૃહ રાજ્યમંત્રીએ PM મોદી સાથેની પોતાની યાદો વગોળી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તેમનું વ્યસન છોડાવ્યું હતું.

Advertisement

રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001 ના દિવસે ગુજરાતનાં 14 માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. 07 ઓક્ટોબર 2001 થી ગુજરાતનાં વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને 07 ઓક્ટોબર 2024 ના રોજ 23 વર્ષ પૂર્ણ થયા હતા. આથી, ગુજરાત સરકાર દ્વારા 07 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે આજે ગાંધીનગરમાં (​​Gandhinagar) ગ-4 સર્કલથી દાંડી કુટીર સુઘી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગર મેયર અને કલેક્ટર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Advertisement

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ PM મોદી સાથેની યાદો વગોળી

દરમિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની યાદો વગોળી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત અને દેશની સફળ જોડીનાં સંઘર્ષની ઉજવણી થઈ રહી છે. PM મોદીને આપ તમામ વતી અભિનંદન છે. 23 વર્ષ પહેલા CM તરીકે શપથ લીધા હતા. ત્યારથી ગુજરાતનાં (Gujarat) સંઘર્ષથી લઈને સફળતા સુધીની યાત્રા શરૂ થઈ છે. આ વિકાસ યાત્રામાં (Vikas Yatra) પ્રત્યેક નાગરિકોએ રાત-દિવસ એક કરી મજૂરી કરી છે. યાત્રામાં 23 વર્ષ સુધી મહેનત કરી છે. તેમણે કહ્યું કે, ગાંધીનગર (​​Gandhinagar) આવવા ભાગ્યે જ બસ અને ગાડી દેખાતી થઈ છે. આજે ગાંધીનગરમાં મેટ્રો દોડતી થઇ ગઇ છે.

આ પણ વાંચો - VADODARA : ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી શહેરની મુલાકાતે, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

Advertisement

PM મોદીએ કેવી રીતે વ્યસન છોડાવ્યું તેની ઘટના વર્ણવી

ઉપરાંત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, હું ક્યારે સિગારેટના દલદલમાં ફસાયો તેની ખબર ન પડી. વરિષ્ઠ નેતા અને સુરતનાં (Surat) સિનિયર ધારાસભ્ય કિશોર વાંકાવાલા કેન્સરથી પીડાતા હતા. ત્યારે તેમની ખબર પૂછવા નરેન્દ્ર મોદી સુરત આવ્યા હતા. ત્યારે અમે મોદી સાહેબને એરપોર્ટ પર સી ઓફ કરવા ગયા હતા. ત્યારે મોદી સાહેબે મને અલગથી બોલાવીને સલાહ આપી હતી. તેમણે મને કહ્યું હતું કે, જો હર્ષ સિગારેટથી શું નુકસાન થાય છે તે જોઈ લે.

આ પણ વાંચો - CM એ ભારતના 'રતન' ને આપી શ્રદ્ધાંજલિ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર પણ કર્યા હતા. તેમણે નામ લીધા વિના કહ્યું કે, કેટલાય પક્ષો એ માત્ર મહાત્મા ગાંધીનાં (Mahatma Gandhi) નામનો ઉપયોગ કર્યો છે. પરંતુ, ગાંધીજીના વિચારો મુજબ કામ નથી કર્યું. રાજકીય લાભ લેવા માટે કેટલાક પક્ષોએ ગાંધીજીનો ઉપયોગ કર્યો છે. પરંતુ, નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીનાં વિચારો મુજબ કામ કર્યું છે. ગાંધીજીનાં આશ્રમને દુનિયા સમક્ષ મુકવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો - અમદાવાદના જાણીતા Mandli ના ગરબામાં પોલીસ પુત્રનું ફાયરિંગ, ઘટના છુપાવવાનો પોલીસનો નાકામ પ્રયાસ

Tags :
Advertisement

.