Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana : ના હોય..! કિન્નર સમાજમાં પણ ઊંચી-નીચી જ્ઞાતિનો ભેદ!

લો હવે કિન્નર સમાજમાં પણ ઊંચ નીચ જ્ઞાતિનો ભેદ ઘૂસ્યો અમદાવાદ, પેટલાદનાં ચોક્કસ કિન્નર સમાજનાં ગ્રૂપ દ્વારા નીચી જાતિનાં કિન્નરોને કરાય છે ટાર્ગેટ ધર્માંતરણ, સો. મીડિયામાં પોસ્ટ મૂકી નીચી જ્ઞાતિનાં કિન્નરોને હેરાન કરતા હોવાની ફરિયાદ કિન્નર સમાજ દ્વારા મહેસાણા...
mehsana   ના હોય    કિન્નર સમાજમાં પણ ઊંચી નીચી જ્ઞાતિનો ભેદ
  1. લો હવે કિન્નર સમાજમાં પણ ઊંચ નીચ જ્ઞાતિનો ભેદ ઘૂસ્યો
  2. અમદાવાદ, પેટલાદનાં ચોક્કસ કિન્નર સમાજનાં ગ્રૂપ દ્વારા નીચી જાતિનાં કિન્નરોને કરાય છે ટાર્ગેટ
  3. ધર્માંતરણ, સો. મીડિયામાં પોસ્ટ મૂકી નીચી જ્ઞાતિનાં કિન્નરોને હેરાન કરતા હોવાની ફરિયાદ
  4. કિન્નર સમાજ દ્વારા મહેસાણા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

Advertisement

વિવિધ સમાજમાં ઊંચી નીચ જ્ઞાતિનાં ભેદ અંગે તમે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ હવે તો કિન્નર સમાજમાં (Kinnar Samaj) પણ ઊંચ-નીચ જ્ઞાતિનો ભેદ હોવાની ઘટના સામે આવી છે. મહેસાણામાં (Mehsana) કિન્નર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર આવેદન પત્ર પાઠવી એવી રજૂઆત કરવામાં આવી છે કે ઊંચી જ્ઞાતિના કિન્નરો દ્વારા નીચી જ્ઞાતિના કિન્નરોને ધર્માંતરણ કરવા દબાણ કરાય છે. સાથે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને નીચી જ્ઞાતિનાં કિન્નરોને હેરાન કરતા હોવાનો આરોપ પણ કરાયો છે. જિલ્લા કલેક્ટરે (District Collector) આ અંગે સઘન તપાસ કરી ગુનો નોંધવાની બાહેંધરી આપી છે.

આ પણ વાંચો - Harshad Bhojak : લાંચિયા આસિ. TDO ના ઘરે મોડી રાત સુધી ACB નું સર્ચ, લાખોનો મુદ્દામાલ જપ્ત

Advertisement

અમદાવાદ (Ahmedabad), પેટલાદના (Petlad) ચોક્કસ કિન્નર સમાજનાં ગ્રૂપ દ્વારા નીચી જાતિનાં કિન્નરોને ટાર્ગેટ કરવામાં આવે છે એવી રજૂઆત સાથે મહેસાણામાં (Mehsana) જિલ્લા કલેક્ટર સમક્ષ કિન્નર સમાજ (Kinnar Samaj) દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આરોપ મુજબ, એક ચોક્કસ કિન્નર સમાજના ગ્રૂપ દ્વારા નીચી જ્ઞાતિના કિન્નરોને ધર્માંતરણ કરવા માટે દબાણ કરવામાં આવે છે. ઉપરાંત, નીચી જાતિનાં કિન્નરો વિશે જાતિવાદી ટિપ્પણીઓ પણ કરાઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : ધ્રોલમાં એક સાથે 748 હિન્દુ પરિવારોએ ઉચ્ચારી ધર્માંતરણની ચીમકી, કારણ ચોંકાવનારું!

આરોપ અનુસાર, નીચી જ્ઞાતિના કિન્નરોને હેરાન કરવા માટે સોશિયલ મીડિયાનો (Social Media) ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને નીચી જ્ઞાતિના કિન્નરો વિશે આપત્તિજનક લખાણ લખવામાં આવે છે. આ મામલે કિન્નર સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવતા જિલ્લા કલેક્ટરે પણ સઘન તપાસ અને જવાબદારો સામે ગુનો નોંધવાની બાહેંધરી આપી હતી.

આ પણ વાંચો - VADODARA : પોલીસમાં અરજી કર્યાની અદાવતે મધરાત્રે મગજમારી

Tags :
Advertisement

.