Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લામાં કિન્નર સમાજે સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવવાની માંગ સાથે કલેકટરમાં રજૂઆત..

ભરૂચ (Bharuch) જિલ્લામાં કિન્નર સમાજની વસ્તીમાં વધારો પણ થઈ રહ્યો છે અને જ્યારે કિન્નર સમાજમાં કોઈનું મૃત્યુ (Death) થાય તો તેની દફનવિધિ માટે હાલાકી ભોગવવી પડતી હોય છે અને અસ્થાયી જગ્યા પર દફનવિધિ કરવાની ફરજ પડતી હતી. પરંતુ હવે કિન્નર સમાજ મોટો થઈ રહ્યો હોવાના કારણે તેઓએ પણ ૩ એકર સ્મશાનની (The Crematorium) જમીન ફાળવવાની માંગ કરી છેમાંગણીભરૂચ જિલ્લામાં કિન્નર સમાજના આગેવાન નાયક કોકીલાબેન કુવરની આà
ભરૂચ જિલ્લામાં કિન્નર સમાજે સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવવાની માંગ સાથે કલેકટરમાં રજૂઆત
ભરૂચ (Bharuch) જિલ્લામાં કિન્નર સમાજની વસ્તીમાં વધારો પણ થઈ રહ્યો છે અને જ્યારે કિન્નર સમાજમાં કોઈનું મૃત્યુ (Death) થાય તો તેની દફનવિધિ માટે હાલાકી ભોગવવી પડતી હોય છે અને અસ્થાયી જગ્યા પર દફનવિધિ કરવાની ફરજ પડતી હતી. પરંતુ હવે કિન્નર સમાજ મોટો થઈ રહ્યો હોવાના કારણે તેઓએ પણ ૩ એકર સ્મશાનની (The Crematorium) જમીન ફાળવવાની માંગ કરી છે
માંગણી
ભરૂચ જિલ્લામાં કિન્નર સમાજના આગેવાન નાયક કોકીલાબેન કુવરની આગેવાની હેઠળ ભરૂચ જિલ્લામાં કિન્નર સમાજનું કબ્રસ્તાન માટે માત્ર ત્રણ એકર જમીન ફાળવવાની માંગ સાથે સમગ્ર કિન્નર સમાજ મેદાનમાં ઉતાર્યો છે અત્યાર સુધી કિન્નર સમાજમાં કોઈનું મૃત્યુ થાય તો અસ્થાયી જગ્યા ઉપર અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા પરંતુ કિન્નર સમાજની વસ્તીમાં વધારો થયો છે અને સાથે જ કિન્નર સમાજ પણ ભારતીય નાગરિક તરીકે પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કરે છે અને સરકાર બનાવવામાં સિંહ ફાળો આપે છે.
ભરૂચ કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી
જેથી નાગરિકતાના ભાગરૂપે કિન્નર સમાજને માત્ર ત્રણ એકર જમીન સ્મશાન ભૂમિ માટે નર્મદા નદીના કોઈ પણ કાંઠે કે જ્યાં કિન્નર સમાજના સભ્યોનું મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર વિધિ ગર્વથી સંપન્ન કરી શકે અથવા તો કોઈ પણ જગ્યાએ ફાળવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચમાં વસતા કિન્નર સમાજ દ્વારા ભરૂચ કલેકટર અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી સ્મશાન માટે જમીનની માંગણી કરી રહ્યા છે.

કિન્નર સમાજે બે હાથ જોડીને સ્મશાન ભૂમિ માટે જમીનની માંગણી કરી
કહેવાય છે ને કે કિન્નરના આર્શીવાદ થી શુભ માનવામાં આવે છે તો આજે કિન્નર સમાજ વર્ષોથી મતદાન કરતું આવ્યું છે અને નાગરિક તરીકે વર્ષોથી જીવન પસાર કરે છે તો કિન્નર સમાજમાં કોઈનું મૃત્યુ થાય તો તેની શાંતિપૂર્ણ મહોલમાં સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર થાય તે માટે ભરૂચ નજીકમાં નર્મદા નદીના કાંઠે માત્ર ત્રણ એકર જમીનની ફાળવણી કરવા માટે કિન્નર સમાજે બે હાથ જોડી તંત્ર પાસે જમીનની માંગણી કરી લેખિત રજૂઆત કરી હતી
કિન્નર સમાજમાં મૃત્યુ થયું હોય તો નદી પર અસ્થાયી જગ્યા ઉપર દફનવિધિ કરીએ છીએ
અસ્થાયી જગ્યા ઉપર દફનવિધિ એટલે કોઈપણ જગ્યાએ દફનવિધિ કરવામાં આવતી હતી પરંતુ ભરૂચ જિલ્લામાં કિન્નર સમાજ દિવસે અને દિવસે મોટો થઈ રહ્યો છે જેના કારણે કિન્નર સમાજમાં મૃત્યુ થાય તો તેની અંતિમ વિધિ ગર્વથી કરી શકાય અને એક સ્મશાન ભૂમિમાં દફન કરાયેલ મૃતકના કબ્રસ્તાનમાં આવી તેને યાદ કરી શકાય તે માટે એક અલગથી સ્મશાન ભૂમિની માંગ કરીએ છીએ તેવી આજીજી કિન્નર સમાજના લોકોએ કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.