રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ, 90થી વધુ તાલુકામાં મેઘરાજા વરસ્યા
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં પંચમહાલના ગોધરામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ગોધરા અને ખેડાના માતરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ રાજકોટના લોધિકામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે તો વડોદરાના દેસરામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 27 જૂનથી 2 જૂલાઈ સુધી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે કહ્યું કે, ઉદયપુર તેમજ રાજસ્થાનમાં વરસાદ તથા સાબરકાંઠામાં વરસાદ થતા સાબરમતી નદીમાં નવા નીર આવશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદના કારણે મધ્યપ્રદેશમાં પૂર આવી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આજથી ૨ જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ આવશે. તો 26, 27, 28 જૂનથી વરસાદની ગતિ વધશે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ વરસાદ રહેશે. આવામાં નદીઓ, તળાવોમાં પણ પાણી આવશે. 8 જુલાઈ બાદથી વરસાદ હળવો થતો જશે.
#BreakingNews | હરિયાણામાં ભારે વરસાદથી જળબંબાકાર
પંચકૂલામાં નદીના પ્રવાહમાં તણાઈ કાર
કાર તણાવવાની ઘટનામાં એક મહિલા ઘાયલ
કારમાં સવાર તમામ લોકોનું કરાયું રેસ્ક્યૂ
ઈજાગ્રસ્ત મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ#haryana #Monsoon2023 #rain #Rescue #HaryanaFloods #WaterloggingHaryana… pic.twitter.com/RuPhKSoStW— Gujarat First (@GujaratFirst) June 25, 2023
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતની સાથે-સાથે મહારાષ્ટ્રમાં વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, મુંબઈ-મહારાષ્ટ્રના ભાગોમાં વિદર્ભ મરાઠાવાડ વગેરે ભાગોમાં વરસાદ થઈ શકે છે. આ સાથે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે. વરસાદથી પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ શકે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં જાહેર રસ્તાં પર બે યુવાનોએ કર્યો જોખમી સ્ટન્ટ, વાયરલ થયો Video