Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના અમદાવાદ સહિત અનેક શહેરોમાં મેધો મહેરબાન, રસ્તાઓ નદીમાં ફેરવાયા

છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે રાજ્યના કેટલાક તાલુકાઓમાં 1 ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદમાં નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વરસાડે માજા મૂકી છે....
03:40 PM Jun 26, 2023 IST | Dhruv Parmar

છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે રાજ્યના કેટલાક તાલુકાઓમાં 1 ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદમાં નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વરસાડે માજા મૂકી છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે જ અમદાવાદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ક્યાંક ધીમેધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે.

મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી કે આગામી 5 દિવસ ભારે આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં વરસાદ પડતા અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. વરસાદે મનપાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે.

જણાવી દઇએ કે, અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરમાં સરેરાશ 21.63 MM વરસાદ પડ્યો છે. જણાવી દઇએ કે, પૂર્વ ઝોનમાં 10.83 MM, પશ્ચિમ ઝોનમાં 27.14 MM, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 14.51 MM, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 31.70 MM, મધ્ય ઝોનમાં 29.75 MM, ઉત્તર ઝોનમાં 15.50 MM અને દક્ષિણ ઝોનમાં 28.50 MM વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી સેન્ટર તરફથી મળેલા રાજ્યમાં વરસેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ તથા ભરૂચ, સુરેન્દ્રનગરના સાયલા અને રાજકોટના ધોરાજીમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અમરેલી, જૂનાગઢના ભેંસાણ, ગીરસોમનાથના વેરાવળ, ભાવનગર, સુરતના માંગરોળ, ભરૂચના વાગરા, વલસાડના વાપીમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ સિવાય ગીરસોમનાથના ગીર ગઠડા, સુત્રાપાડા અને કોડિનાર, ભરૂચના અંકલેશ્વર, બોટાદ, રાજકોટના ગોંડલ, ભાવનગરના સિહોર, જૂનાગઢ શહેર અને તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ, અમરેલીના બાબરા અને અરવલ્લી મોડાસામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ પડ્યો છે.

ભાવનગર, માંગરોલમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો

ઉલ્લેખનીય છે કે માણાવદરમાં 22 મિમી, વંથલીમાં 18 મિમી તથા મેંદરડા. 21 મિમી સાથે માંગરોળ 19 મિમી વરસાદ આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઘોઘામાં ત્રણ ઈંચ, સાયલા અને ભરૂચમાં બે બે ઈંચ, ધોરાજી અને અમરેલીમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ભેંસાણ અને બરવાળામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના પાટણ વેરાવળ, ભાવનગર, માંગરોલમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

સ્કાયમેટ અનુસાર આજે અહી પડશે વરસાદ

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર આજથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, પંચમહાલ, ડાંગમાં સારો વરસાદ રહેશે. આ સાથે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં હળવો વરસાદ રહેશે.

આ પણ વાંચો : ભરૂચ : ક્યાંક તંત્રની બેદરકારી તો ક્યાંક વાહન ચાલકની ભૂલ, છેલ્લા 20 દિવસમાં થયા અનેક અકસ્માતો

Tags :
AhmedabadAmbalal PatelBhavnagarDhaneraDwarkaGandhidhamGomti GhatGujaratheavy rainPorbandarRAJKOTSuratVadodaraviral video
Next Article