GUVNL : સ્માર્ટ મીટર અંગે સરકારે તોડ્યું મૌન, કહ્યું જ્યાં સુધી....
GUVNL : રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર અંગે ઉભા થયેલા વિરોધ બાદ આજે આખરે સરકારે મૌન તોડ્યું છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ (GUVNL) ના એમ.ડી જયપ્રકાશ શિવહરેએ મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે કે લોકોને ફાયદો થાય તે માટે આ સ્માર્ટ મીટર લગાવામાં આવ્યા છે અને આ મીટરમાં કોઇ ખામી નથી પણ હવે જ્યાં સુધી લોકોનો વિશ્વાસ સંપાદન નહીં થાય ત્યાં સુધી નવા સ્માર્ટ મીટર લગાવામાં નહીં આવે.
આ સ્માર્ટ મીટરમાં કોઈ ખામી નથી
ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી જયપ્રકાશ શિવહરેએ મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે સ્માર્ટ મીટર સૌથી પહેલા અમારી ઉર્જા લાઈનમાં જ લગાવવામાં આવ્યા હતા. ભારત સરકારનો સ્માર્ટ મીટર પ્રોજેકટ છે અને અમે ટેક્નોલોજીની એડવાન્સ સિસ્ટમ પર આગળ વધ્યા છીએ. અત્યારે લગાવાયેલા આ સ્માર્ટ મીટરમાં કોઈ ખામી નથી પણ કેટલાક લોકોની ગેરસમજના કારણે આ વિવાદ ઉભો થયો છે.
લોકોને ફાયદો થાય તે હેતુથી અમે સ્માર્ટ મીટર લગાવ્યા
જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે લોકોને ફાયદો થાય તે હેતુથી અમે સ્માર્ટ મીટર લગાવ્યા છે પણ હવે લોકોનો વિશ્વાસ જીતીને જ આ પ્રોજેક્ટ આગળ વધારીશું.
હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવીશું
તેમણે એમ પણ કહ્યું કે અમે કોઇની પર જબરજસ્તી કરવા માગતા નથી. અમે હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવીશું અને જે ગ્રાહક સ્માર્ટ મીટરની માગ કરશે ત્યાં અમે ચેક મીટર પણ લગાવીશું.
જ્યાં સુધી લોકોનો વિશ્વાસ સંપાદન નહીં થાય ત્યાં સુધી સ્માર્ટ મીટર લગાવામાં નહીં આવે
જયપ્રકાશ શિવહરેએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે નવા સ્માર્ટ મીટર હવે આગળથી કોઇને ત્યાં લગાવામાં નહીં આવે. તેમણે દ્રઢતાપૂર્વક કહ્યું કે જ્યાં સુધી લોકોનો વિશ્વાસ સંપાદન નહીં થાય ત્યાં સુધી સ્માર્ટ મીટર લગાવામાં નહીં આવે.
આ પણ વાંચો----- Amit Chavda : આતંકવાદી, સ્થાનિક સ્વરાજ ચૂંટણી અને સ્માર્ટ મીટર મુદ્દે રાજ્ય સરકારને બરાબરની ઘેરી!
આ પણ વાંચો---- Smart Meters : વિરોધ બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય..!
આ પણ વાંચો----- PORBANDAR : ભારે વિરોધ વચ્ચે હવે પોરબંદરમાં સ્માર્ટ મીટર લગાડવાની તૈયારીઓ શરૂ