Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સામ પિત્રોડા બાદ મણિશંકર ઐયરનો બફાટ, કોંગ્રેસની મુશ્કેલીમાં આ નેતાઓએ હંમેશા કર્યો છે વધારો

Controversial Statements by Congress Leaders : દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નો માહોલ છે ત્યારે તમામ પાર્ટીઓના નેતાઓ આજે જનતા વચ્ચે જોવા મળી રહ્યા છે. આ વખતની ચૂંટણી (Election) માં જ્યા એક તરફ ભાજપ 400 + ના નારા સાથે...
05:53 PM May 10, 2024 IST | Hardik Shah
Congress Leaders Controversial Statements

Controversial Statements by Congress Leaders : દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નો માહોલ છે ત્યારે તમામ પાર્ટીઓના નેતાઓ આજે જનતા વચ્ચે જોવા મળી રહ્યા છે. આ વખતની ચૂંટણી (Election) માં જ્યા એક તરફ ભાજપ 400 ના નારા સાથે જનતા સમક્ષ જઇ રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી (Congress Party) ના નેતાઓ પોતાની જ પાર્ટીને જાણે હરાવવાનો પ્રયત્ન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા સામ પિત્રોડા (Sam Pitroda) ના વિવાદિત નિવેદન (Controversial Statement) પર ચર્ચાઓ શરૂ થઇ હતી જે હજુ શાંત પણ થઇ નથી અને હવે મણિશંકર ઐયરે (Mani Shankar Aiyar) એક બફાટ કર્યો હોવાનું સામે આવ્યું છે. એવું નથી કે આ પહેલીવાર હોય કે કોંગ્રેસ પાર્ટી (Congress Party) ના નેતાઓ ચૂંટણીટાણે આ પ્રકારના બફાટ કર્યો હોય આ પહેલા પણ તેમના વિવાદિત નિવેદન (Controversial Statement) ને કારણે કોંગ્રેસ પાર્ટી (Congress Party) ને ચૂંટણીટાણે જ બેકફૂટ પર જવું પડ્યું છે.

આ નેતાઓ કોંગ્રેસ માટે માથાનો દુખાવો

આ વખતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સખત મહેનત કરી રહી છે. પણ તેમના નેતાઓના સતત બફાટના કારણે પાર્ટીને સતત ગેરલાભ થઇ રહ્યો છે. કોંગ્રેસના આ નેતાઓ કોઇ નવા નથી, તેઓ વર્ષોથી પાર્ટીમાં છે. એટલે કે આ બફાટ કરનારા સૌથી દિગ્ગજ નેતાઓ છે. થોડા દિવસો પહેલા સામ પિત્રોડા અને હવે મણિશંકર ઐયર દ્વારા એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે જેણે ભાજપને કોંગ્રસેન બેકફૂટ પર ધકેલવાની તક આપી છે. જોકે, આ બે નેતાઓ સિવાય મધ્ય પ્રદેશના કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ પણ આ પહેલા ઘણીવાર વિવાદાસ્પદ નિવેદન આપીને કોંગ્રેસ પાર્ટીને જ નુકસાન કરી ચુક્યા છે. ત્યારે આવો જાણીએ કયા નેતાઓએ ક્યારે શું વિવાદિત નિવેદન આપ્યું હતું...

સામ પિત્રોડા

મણિશંકર ઐયર

દિગ્વિજય સિંહ

મણિશંકરના નિવેદનને કોંગ્રેસ પાર્ટીએ પોતાનાથી કરી અલગ

કોંગ્રેસ પાર્ટી માટે આ ત્રણેય નેતા હંમેશા માથાનો દુખાવો સાબિત થતા આવ્યા છે. જ્યારે પણ તેઓ જાહેર મંચ પર કઇંક બોલે છે ત્યારે પાર્ટીને કોઇને કોઇ નુકસાન થયું જ છે. તાજેતરમાં મણિશંકર ઐયરના વિવાદિત નિવેદન પર પણ કોંગ્રસ પાર્ટીએ પોતાને અલગ રાખ્યા છે. પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી હવે મણિશંકર ઐયરની કેટલીક જૂની ટિપ્પણીઓને પુનર્જીવિત કરી રહી છે. કોંગ્રેસ આ ટિપ્પણીઓને પોતાના કરતા અલગ માને છે. પવન ખેડાએ X પર લખ્યું છે કે તેઓ આ ટિપ્પણીઓ સાથે સંપૂર્ણપણે અસંમત છે. કોંગ્રેસ આવી ટિપ્પણીઓને સમર્થન આપતી નથી. નોંધનીય છે કે મણિશંકર ઐયરના પાકિસ્તાનને માન આપતા નિવેદનને લઈને ભાજપ કોંગ્રેસ પર સતત પ્રહારો કરી રહી છે.

આ પણ વાંચો - MANI SHANKAR AIYAR CONTROVERSY : પિત્રોડા બાદ મણિશંકર ઐયરએ વધારી કોંગ્રેસની ટેન્શન

આ પણ વાંચો - એક પછી એક બફાટ બાદ અંતે Sam Pitroda નું રાજીનામું

Tags :
BJPCongressCongress leadersCongress PartyControversial StatementControversial StatementsElectionElection 2024Gujarat FirstLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionMani Shankar AiyarSam Pitroda
Next Article