Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જખૌ આસપાસ લેન્ડફોલની પ્રક્રિયા શરૂ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ

ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. તેમજ લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઇ છે. કચ્છથી માંડવી તરફ વાવાઝૉડુ આગળ વધી રહ્યું છે. Biparjoy વાવાઝોડાએ ગુજરાત માટે ચિંતા વધારી દીધી છે. આ બધા વચ્ચે આ વખતે વાવાઝોડું બે વાર અથડાવાનું છે. આજે ચક્રવાત ‘બિપરજોય’...
જખૌ આસપાસ લેન્ડફોલની પ્રક્રિયા શરૂ  સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ

ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. તેમજ લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઇ છે. કચ્છથી માંડવી તરફ વાવાઝૉડુ આગળ વધી રહ્યું છે. Biparjoy વાવાઝોડાએ ગુજરાત માટે ચિંતા વધારી દીધી છે. આ બધા વચ્ચે આ વખતે વાવાઝોડું બે વાર અથડાવાનું છે. આજે ચક્રવાત ‘બિપરજોય’ ગુજરાતમાં ત્રાટકશે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે.

Advertisement

કચ્છના દરિયાકાંઠે ટકરાશે

આ તોફાન સૌપ્રથમ કચ્છના દરિયાકાંઠે ટકરાશે. આ વાવાઝોડાની અસર સૌથી વધુ ગુજરાતમાં જોવા મળશે. અત્યાર સુધીમાં અહીંથી 46 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.  હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડુ રાત્રે 9 થી 10 વાગ્યેની વચ્ચે અથડાય તેવી શકયતા છે.

Advertisement

સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે

વાવાઝોડાના (cyclone biporjoy) સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે.

Advertisement

ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું

ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાને પગલે ધાર્મિક સ્થળો પર સતર્કતા વર્તવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે દ્વારકા, સોમનાથ, પાવાગઢ અને ચોટીલા મંદિર બંધ રાખવામાં આવ્યા છે. દ્વારકા અને સોમનાથ મંદિર આજે દર્શનાર્થીઓ માટે બંધ છે. જ્યારે પાવાગઢ મંદિર આજે અને આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ છે. તો આ તરફ ચોટીલા મંદિર ટ્રસ્ટે આગામી બે દિવસ દર્શનાર્થે ન આવવા અપીલ કરી છે.

આપણ  વાંચો -વાંચો, વેરાવળના દરિયા કાંઠે બોટ સાચવીને બેઠેલા માછીમારો પાસેથી વાવાઝોડાનો અહેવાલ….

Tags :
Advertisement

.