સૌરાષ્ટ્ર ચોથી વાર બન્યું ચેમ્પિયન, કોલકત્તાની ધરતી પર બંગાળને 9 વિકેટથી હરાવ્યું, જુઓ Video
સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજી ટ્રોફની ફાઈનલ મેચમાં બંગાળ સામે જીત મેળવી સૌરાષ્ટ્ર ચોથી વાર રણજી ટ્રોફી ટુર્નામેન્ટની ચેમ્પિયન બની છે. ત્રણ દાયકા બાદ ફરી બંગાળની ટીમ ચેમ્પિયન બનવામાં નિષ્ફળ ગઈ છે. આ પહેલા સૌરાષ્ટ્રની ટીમ વર્ષ 2019–20 , 1943-44 , 1936-37માં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું.જ્યારે વર્ષ 1937-38, 2012–13, 2015–16, 2018–19મા
Advertisement
સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજી ટ્રોફની ફાઈનલ મેચમાં બંગાળ સામે જીત મેળવી સૌરાષ્ટ્ર ચોથી વાર રણજી ટ્રોફી ટુર્નામેન્ટની ચેમ્પિયન બની છે. ત્રણ દાયકા બાદ ફરી બંગાળની ટીમ ચેમ્પિયન બનવામાં નિષ્ફળ ગઈ છે. આ પહેલા સૌરાષ્ટ્રની ટીમ વર્ષ 2019–20 , 1943-44 , 1936-37માં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું.જ્યારે વર્ષ 1937-38, 2012–13, 2015–16, 2018–19માં સૌરાષ્ટ્રની ટીમ રનર અપ રહી હતી. આમ રણજી ટ્રોફીમાં સોરાષ્ટ્રની ટીમ ચાર વાર ચેમ્પિયન અને ચાર વાર રનર અપ રહ્યું છે.
ફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી હતી
રણજી ટ્રોફી ફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી હતી. સૌરાષ્ટ્ર ટીમના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતીને બંગાળને પ્રથમ બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ઉનડકટ અને સાકરીયાની જબરદસ્ત બોલિંગ સામે બંગાળ ટીમ ઝડપથી સમેટાઈ ગઈ હતી. સૌરાષ્ટ્રે 404 રનના સ્કોર પર પોતાની પ્રથમ ઈનીંગ સમાપ્ત કરી હતી. બીજી ઈનીંગમાં જયદેવ ઉનડકટ અને સાકરીયાએ 2-2 વિકેટ ઝડપી હતી
Advertisement
કર્ણાટકના કેપ્ટન મયંક અગ્રવાલે (990) તેના કરતા વધુ રન બનાવ્યા હતા
અર્પિત વસાવડાએ પ્રથમ દાવમાં 11 ચોગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા. આ સિઝનમાં આ તેની ત્રીજી અડધી સદી હતી. તેણે આ સિઝનમાં 10 મેચમાં 75.58ની એવરેજથી 907 રન બનાવ્યા છે. તે પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. માત્ર કર્ણાટકના કેપ્ટન મયંક અગ્રવાલે (990) તેના કરતા વધુ રન બનાવ્યા હતા. તેણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 4,500થી વધુ રન બનાવ્યા છે.
Advertisement
કેરળનો જલજ સક્સેના આ સિઝનમાં સૌથી સફળ બોલર હતો, તેણે સાત મેચમાં 19.26ની એવરેજથી 50 વિકેટ લીધી હતી. આ યાદીમાં મુંબઈના શમ્સ મુલાની 46 વિકેટ લઈને બીજા સ્થાને છે.મણિપુરના કિશન સિંહાએ 44 વિકેટ પોતાના નામે નોંધાવી હતી. સૌરાષ્ટ્રના ધર્મેન્દ્ર જાડેજાએ 43 વિકેટ લીધી હતી અને તેની ટીમ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
આપણ વાંચો-દિલ્હીમાં જીત મેળવી ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં મેળવી લીડ, વિનિંગ રન બનાવી પુજારાએ 100મી ટેસ્ટ કરી યાદગાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.