ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh : 'Eco Sensitive Zone' સામે BJP-કોંગ્રેસનાં નેતાઓ એકજૂટ! ગરબીમાં અનોખી રીતે વિરોધ, જુઓ Video

સૌરાષ્ટ્રમાં 'ઈકો સેન્સિટિવ ઝોન' નો વિરોધ હાલ પણ યથાવત ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ દ્વારા આંદોલનની તૈયારી ભારતીય કિસાન સંઘ આપશે આવેદન પત્ર નવરાત્રિની ગરબીમાં પણ અનોખી રીતે વિરોધ કરાયો જુનાગઢમાં (Junagadh) 'ઈકો સેન્સિટિવ ઝોન' સામેનો વિરોધ સતત વકરી રહ્યો...
01:53 PM Oct 07, 2024 IST | Vipul Sen
  1. સૌરાષ્ટ્રમાં 'ઈકો સેન્સિટિવ ઝોન' નો વિરોધ હાલ પણ યથાવત
  2. ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ દ્વારા આંદોલનની તૈયારી
  3. ભારતીય કિસાન સંઘ આપશે આવેદન પત્ર
  4. નવરાત્રિની ગરબીમાં પણ અનોખી રીતે વિરોધ કરાયો

જુનાગઢમાં (Junagadh) 'ઈકો સેન્સિટિવ ઝોન' સામેનો વિરોધ સતત વકરી રહ્યો છે. ભાજપ (BJP) અને કોંગ્રેસનાં કેટલાક નેતાઓ પક્ષાપક્ષી એક બાજુ મૂકીને ભેગા મળી આંદોલનની તૈયારી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ તાલાલા (Talala) તાલુકાનાં માધુપુર ગીર ગામે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા મહાસંમેલન કરવામાં આવ્યું છે. જ્યારે ગીર પંથકમાં નવરાત્રિની ગરબીમાં અનોખી રીતે 'ઈકો સેન્સિટિવ ઝોન' નો વિરોધ કરવામાં આવ્યો હતો.

ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક સાથે આવ્યા, આંદોલનની તૈયારી

જુનાગઢ જિલ્લાનાં (Junagadh) વિસાવદરનાં ગામોમાં 'ઈકો સેન્સિટિવ ઝોન' ની (Eco Sensitive Zone) જાહેરાતનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ગ્રામજનો, ખેડૂતો બાદ હવે ભાજપ અને કોંગ્રેસનાં (Congress) નેતાઓ પણ મેદાને આવ્યા છે. ઈકો સેન્સિટિવ ઝોનનાં વિરોધ માટે બન્ને પક્ષનાં કેટલાક નેતાઓ એકજૂટ થયાં છે અને આંદોલન કરવાની તૈયારી શરૂ કરી છે. માહિતી મુજબ, આ મુદ્દે અમરેલીનાં (Amreli) ધારી ખાતે 9 તારીખે અસરગ્રસ્ત ગામલોકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) સહિત ભાજપનાં કેટલાક નેતાઓ પણ હાજર રહેશે. બિનરાજકીય આંદોલન સાથે 'ઇકો સેન્સેટિવ ઝોન' નો વિરોધ કરવામાં આવશે.

આ પણ વાંચો - Junagadh : 'Eco Sensitive Zone' સામે 'ગરબા' થકી વિરોધ! વધુ એક BJP નેતા આવ્યા મેદાને

ભારતીય કિસાન સંઘ આપશે આવેદન પત્ર, તલાલામાં મહાસંમેલન

બીજી તરફ ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh) દ્વારા પણ 'ઈકો સેન્સિટિવ ઝોન' મામલે વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. આ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરાશે. આ માટે મંગળવારે મોટી સંખ્યામાં ગીરના ખેડૂતો તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે એકત્રિત થશે. ત્યાર બાદ માર્કેટિંગ યાર્ડથી ચાલીને તાલાલા મામલતદાર કચેરીએ પહોંચશે. જ્યારે તાલાલાનાં માધુપુર ગીર ગામે ખેડૂત હિત રક્ષક સમિતિએ મહાસંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં તાલાલાને કાયમી 'ઇકો સેન્સિટિવ ઝોન' માંથી મુક્ત રાખવા માગ કરાઈ હતી. આ મહાસંમેલનમાં 45થી વધુ ગામનાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

આ પણ વાંચો - Gandhinagar : લો... પાછું નવું આવ્યું! BJP પ્રવક્તા ઋષિકેશ પટેલ બોલ્યા- 'બળીથી મતલબ છે કે પાડાપાડીથી...'

નવરાત્રિની ગરબીમાં અનોખી રીતે વિરોધ કરાયો

હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે જુનાગઢમાં (Junagadh) 'ઈકો સેન્સિટિવ ઝોન' (Eco Sensitive Zone) સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ગીર પંથકમાં નવરાત્રિની ગરબીમાં 'આપણા મલકનાં માયાળુ માનવી' ને બદલે 'આપણા મલકમાં આવશે ઈકો ઝોન' 'ઈકો ઝોન આવશે તો મરી જાશું રે...' ગાઈને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Breaking : ગુજરાત ભાજપમાં કંઇક રંધાઇ રહ્યું છે..? જુઓ 2 મંત્રીની વાતચીત

Tags :
AmreliBharatiya Kisan SanghBJPbjp-mlaCCFCongressEco Sensitive ZoneGir Somnath Kisan SanghGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJunagadhJunagadh Kisan SanghLatest Gujarati NewsMamlatdar officeNavratri 2024Shaktisinh GohilTalalaVisavadar
Next Article